જુલાઈ 2021 માં, 1987-બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી મુકુલ ગોયલે ઉત્તર પ્રદેશના (UP) નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે ઔપચારિક રીતે ચાર્જ સંભાળ્યો હતો. DGP થયાના એક વર્ષથી પણ ઓછા સમયમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને બરખાસ્ત કર્યા છે. મુકુલ ગોયલને બુધવારે “કામમાં રસ ન લેવા” અને “આદેશોનું અનાદર” કરવા બદલ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે . અહેવાલો અનુસાર, ગોયલે કથિત રૂપે તેમની વિભાગીય ફરજોમાં અને આદેશોનો અનાદર કરવા બદલ , કામમાં ઓછો રસ દર્શાવ્યા પછી જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગોયલની આગામી સોંપણી અંગે કોઈ માહિતી નથી, આગામી નિમણૂક સુધી રાજ્ય પોલીસનું નેતૃત્વ ADG પ્રશાંત કુમાર કરશે.જો કે આ પહેલી વખત તેમણે બરખાસ્ત કરવામાં નથી આવ્યા . 2006માં કેટલાક અન્ય અધિકારીઓ સાથે તેમને સસ્પેંડ કરવામાં આવ્યા હતા. જો કે સરકાર દ્વારા કેસ બંધ થતાં અધિકારીઓને પુન: સ્થાપિત કરવામાં આવ્યા હતા. 2013 માં પણ તેમની ADG તરીકેની કારકિર્દી હેઠળ મુઝફ્ફર નગર અને તેમના પડોશી જિલ્લાઓમાં રમખાણો ફાટી નિકળ્યા હતા.
આ પણ વાંચો: ઉત્કર્ષ સમારંભમાં શા માટે એક કિશોરીની વાત પર પીએમ મોદી ભાવુક થઈ ગયા
મુકુલ ગોયલને જ્યારે યુપીમાં (UP) પોલીસના પ્રમુખ તરીકે મોકલવામાં આવ્યા ત્યારે તેઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર હતા. ગયા વર્ષે જ્યારે તેમને યુપી મોકલવામાં આવ્યા હતા ત્યારે તેમને બીએસએફમાં ડીજી, ઓપરેશન્સ તરીકે તૈનાત કર્યા હતા.
2016 માં, તેમને IG, BSF તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2016 માં ડેપ્યુટેશન પર દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. ગોયલે 2016 પહેલા ADG (CB CID) અને ADG (રેલ્વે) તરીકે પણ સેવા આપી હતી. ગોયલ આઝમગઢના એસપી અને વારાણસી, ગોરખપુર, સહારનપુર અને મેરઠના એસએસપી રહી ચૂક્યા છે. ગોયલ કાનપુર, આગ્રા અને બરેલીના ડીઆઈજી પણ રહી ચૂક્યા છે.