UP Election 2022: માયાવતી નહીં લડે વિધાનસભા ચૂંટણી, BSP એ કરી આ જાહેરાત

| Updated: January 11, 2022 5:10 pm

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બીએસપી દ્વારા કરવામાં આવી છે.બીએસપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માયાવતીએ (Manavati) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અને તેની સાથે બીજી વાત પણ જાહેર કરવામાં આવી છે કે બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા પણ ચૂંટણી લડશે નહીં

મારા પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે નહીંઃ સતીશ ચંદ્ર મિશ્રા દ્વારા કહેવામાં આવ્યું છે અને સાથે જ બીએસપી સુપ્રીમો માવાયતી(Manavati) ચૂંટણી લડવાનું નહીં પરંતુ લડાવવાનું કામ કરશે તેવી પણ વાત સાથે કહેવામાં આવી છે.બહુજન સમાજવાદી નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે હું યૂપી વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં. મારી પત્ની કલ્પના મિશ્રા અને મારો પુત્ર કપિલ મિશ્રા પણ ચૂંટણી લડશે નહીં અને તેની સાથે મારા પરિવારના કોઇ પણ લોકો આ ચુંટણી લડશે નહી.અને માયાવતીનો ભત્રીજો આકાશ આનંદ પણ ચૂંટણી નહીં લડે તેવી પણ માહિતી મળી રહી છે.

બીએસપીને મળશે બ્રાહ્મણોનો સાથ છે તેવું મિશ્રાએ કહ્યું હતું.તેમણે આગળ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં બ્રાહ્મણ સમાજના 500થી વધુ લોકોની હત્યા થઈ છે અને સાથે તેમણે કહયું કે બ્રાહ્મણ સમાજ પહેલા જોઈ ચુક્યો છે કે બીએસપીએ કઈ રીતે તેનું સન્માન વધાર્યું છે અને હાલ પણ તેમની સાથે છે અને આવનારા દિવસોમાં તેમની સાથે હશે.15 એમએલસી બનાવવાની વાત હોય, કે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપીને ચેરમેન બનાવવાની વાત હોય બધી જગ્યાઓ પર સ્થાન આપવામાં આવતું હતું.

ઉત્તર પ્રદેશમાં 4 હજારથી વધુ સરકારી વકીલ બનાવવાની વાત હોય, બધી જગ્યાએ બ્રાહ્મણોને સન્માન આપવામાં આવ્યું છે અને તેમને આગળ લાવવાની કામગીરી કરવામાં આવી છે

Your email address will not be published. Required fields are marked *