Site icon Vibes Of India

ફ્રાન્સમાં હવે UPI અને RuPay કાર્ડથી થશે પેમેન્ટ; ફ્રાન્સની લાયરા નેટવર્ક સાથે MoU કરાયા

ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.ત્યારે હવે કોઈ પણ ભારતીય ફ્રાન્સ જઈને પણ પોતાના RuPay કાર્ડ અથવા UPI મારફત હવેથી પેમેન્ટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને RuPay કાર્ડ સ્વીકારવામાં આવશે. ફ્રાન્સના ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી છે,અને જણાવ્યું છે કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને RuPay કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે.  

NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.

NPCI એ યુએસની ડિસ્કવર ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS), ભૂતાનની રોયલ મોનેટરી ઓથોરિટી (RMA), જાપાનની જાપાન ક્રેડિટ બ્યુરો (JCB) અને સિંગાપોરના નેટવર્ક ફોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર (NETS) સહિતની કંપનીઓ સાથે ભાગીદારી કર્યાના મહિનાઓ બાદ  યુપીઆઈ અને RuPay નો  ભારતની બહાર નવો વિકાસ થયો છે.

આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારત દર મહિને 5.5 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન કરે છે તે ધ્યાનમાં લેતાં, આ વ્યૂહાત્મક ભાગીદારી ચોક્કસપણે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં ગેમ-ચેન્જર સાબિત થશે.”

સિંગાપોર, UAE, ભૂતાન અને નેપાળ જેવા દેશોએ અત્યાર સુધી ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ અપનાવી છે. NPCI ઇન્ટરનેશનલ અમેરિકા, યુરોપિયન દેશો અને પશ્ચિમ એશિયામાં UPI સેવાઓને વિસ્તારવા માટે વાટાઘાટ કરી રહ્યું છે.

NIPL દ્વારા વૈશ્વિક બજારોમાં RuPay અને UPI ના વિસ્તરણની સાથે સાથે, કેન્દ્ર સરકાર ભારતમાં જ NPCI ની પેમેન્ટ ઓફરિંગની પહોંચને વિસ્તૃત કરવા પગલાં લઈ રહી છે.

એપ્રિલમાં, NPCI એ તેની UPI આધારિત ચુકવણી સુવિધાને 100 મિલિયન વપરાશકર્તાઓ સુધી વિસ્તારવા માટે WhatsAppને મંજૂરી આપી હતી. તે ઓફલાઇન મોડમાં નાના-મૂલ્યના વ્યવહારોને મંજૂરી આપવા માટે UPI લાઇટને સેવા તરીકે પણ લાવ્યું. તેવી જ રીતે, તેણે ફીચર ફોન વપરાશકર્તાઓ સુધી UPI લાવવા માટે ‘123Pay’ UPI સેવા રજૂ કરી.

આ પણ વાંચો: એપલ ભારતમાં iPhone 13 નું પણ કરશે ઉત્પાદન