ભારતને 2025 પછી યુરિયાની આયાત કરવી પડશે નહી; કેન્દ્રીય મંત્રી માંડવિયાનો દાવો

| Updated: July 6, 2022 12:40 pm

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું કે, ભારતને 2025 પછી યુરિયાની આયાત કરવાની જરૂર નહીં પડે. કારણકે નાણાકીય વર્ષ 2025 સુધીમાં, 500 મિલી યુરિયાની લગભગ 440 મિલિયન બોટલનું ઉત્પાદન કરવામાં આવશે. આ લગભગ 20 મિલિયન ટન યુરિયાની સમકક્ષ હશે. તે ભારત વાર્ષિક 9 મિલિયન ટનની આયાત કરવાની જરૂર છે.

હાલમાં દેશમાં સ્થાનિક યુરિયાનું ઉત્પાદન આશરે 26 મિલિયન ટન છે જ્યારે તેની માંગ લગભગ 35 મિલિયન ટન છે.મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આયાતમાં ઘટાડાથી સરકાર વાર્ષિક આશરે રૂ. 40,000 કરોડનું વિદેશી હુંડિયામણ બચાવશે. નેનો યુરિયાની એક બોટલ યુરિયાની એક થેલી બરાબર છે. તેનો ઉપયોગ અસરકારક રીતે જમીન, પાણી અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો તરફ દોરી શકે છે, જે કેમિકલના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે.

નેનો યુરિયા સહકારી જાયન્ટ IFFCO દ્વારા બજારમાં રજૂ કરવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીનગર નજીક કલોલ ખાતેના તેના પ્લાન્ટમાં, IFFCO એ ઓગસ્ટ 2021 થી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે.

વિદેશી હૂંડિયામણની બચત ઉપરાંત, નેનો યુરિયા હવા, માટી અને જળ પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે. હાલમાં દેશમાં નેનો યુરિયાની ક્ષમતા વાર્ષિક 50 મિલિયન બોટલની છે. હાલના ઇન્સ્ટોલેશન સિવાય, IFFCO વધુ સાત નેનો યુરિયા પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે. IFFCO એ બે રાજ્યની માલિકીની કંપનીઓ RCF અને NFLને પણ મફતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે

નેનો યુરિયાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. એક અંદાજ મુજબ નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતોની આવકમાં સરેરાશ રૂ. 4,000 પ્રતિ એકરનો વધારો શક્ય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, ખાતર સબસિડી બિલ અગાઉના વર્ષના રૂ. 1.62 ટ્રિલિયનથી આ નાણાકીય વર્ષમાં લગભગ રૂ. 2.5 ટ્રિલિયન થવાનો અંદાજ છે.

આ પણ વાંચો: IFFCO એ કર્યો દાવો, નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોની આવકમાં રૂપિયા 2000 પ્રતિ એકરનો થયો વધારો

Your email address will not be published.