રસીકરણમાં ગુજરાત ધીમું પડ્યું, છેક 15મા ક્રમે

| Updated: July 1, 2021 8:10 pm

જૂન મહિનામાં ગુજરાતે બે કરોડ લોકોને વેક્સિન આપી દીધી હતી. પણ માસિક રેન્કમાં ગુજરાતનો ક્રમ 15મો રહ્યો છે. એક લાખની વસ્તીએ લોકોને આપવામાં આવતી વેક્સિનના આધારે આ રેન્ક અપાયો છે.

રાજ્યમાં લાખની વસ્તી સામે 37,400 લોકોને વેક્સિન અપાઈ છે. કેરળ, ગોવા અને કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપ કરતા ગુજરાત ઘણું પાછળ છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કરતા પણ ગુજરાત પાછળ છે. આ રાજ્યોએ અનુક્રમે 3.2 કરોડ અને 3.1 કરોડ લોકોને કવર કર્યા છે. જ્યારે ગુજરાતે અત્યાર સુધીમાં માત્ર બે કરોડ અને 61 હજાર નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ જ આપ્યો છે. જ્યારે 56.17 લાખ લોકોને બીજો ડોઝ પણ લઈ લીધો છે.

વેક્સિનેશન ઝુંબેશ એના ટ્રેક પરથી ધીમી પડી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના સેન્ટરમાં પુરતો સ્ટોક મળતો નથી. ડોઝની મોટા પ્રમાણમાં અછત ઊભી થઈ છે. ઘણા બધા આરોગ્ય કેન્દ્ર પર તાળા લાગી ચૂક્યા છે. ક્યાંક વેક્સિન નથી એવા બોર્ડ મારી દેવાયા છે. 30 જૂનના રોજ 2.79 લાખ લોકોએ રસી લીધી હતી. જ્યારે 21 જૂનના રોજ 5.20 લાખ ડોઝ કરતા અડધાથી થોડું વધારે છે. જ્યારે રાજ્યે 18થી 44 વર્ષની વયજુથના લોકોને રજિસ્ટ્રેશન કરવા મંજૂરી આપી હતી.

અમે આરોગ્ય કેન્દ્ર પર એક ચોક્કસ માત્રામાં ડોઝ મોકલીએ છીએ. વેક્સીનેશન સાઈટ પર 200 ડોઝની મર્યાદા  છે અને મોટી સંખ્યામાં લોકો અચાનક આરોગ્ય કેન્દ્ર પહોંચે છે. જેના કારણે મુશ્કેલી પડે છે. અમે 5 લાખ ડોઝી સુધીની ક્ષમતા માટે પ્રયત્નો કર્યા છે પણ સામે કેન્દ્ર સરકારમાંથી મળતા ડોઝ જે દરરોજના ધોરણ પર આવે છે એ 3થી 5.4 લાખ છે સરેરાશ. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ

આ માહોલ વચ્ચે વેક્સિનનું વિતરણ અસમાન અને અપારદર્શક રહ્યું છે. ઉંમરના તફાવતની સાથે ક્ષેત્રીય અસંતુલન પણ રહ્યું છે. વેક્સિન પોર્ટલ અનુસાર રાજ્યમાં પુરૂષોની તુલનામાં 22.63 લાખ મહિલાઓનું વેક્સિનેશન થયું છે. પણ જિલ્લાઓ વચ્ચે તફાવત રહ્યો છે. જ્યારે પોરબંદરની 12.81 ટકા પ્રજાને વેક્સિન આપી દેવામાં આવી છે. જ્યારે બોટાદ અને તાપી જેવા જિલ્લામાં આ ટકાવારી ત્રણ ટકાથી પણ ઓછી રહી છે. 

Your email address will not be published.