ટ્રાફિક સિગ્નલ પર વેક્સિન સર્ટિફિકેટ તૈયાર રાખજોઃ પોલીસ ગમે ત્યારે માંગશે

| Updated: October 8, 2021 2:59 pm

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેથી સરકારે શેરી ગરબામાં 400 લોકોને રમવાની મંજૂરી આપી છે. પરંતુ રસી લીધી હોય તે લોકોને જ ગરબામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. રસી લેનારા લોકો જ ગરબામાં ભાગ લે તે જોવા માટે પોલીસ પણ સક્રિય છે.

રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગરબા આયજકો, સોસાયટીના સેક્રેટરી સહિતના આગેવાનોએ હવે ગરબા રમવા ઈચ્છુકોના કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવા પડશે. આ તો થઈ ગરબા વખતની પણ હવે તંત્ર આ મામલે પણ સખ્ત થઈ છે કે શહેરમાં ટ્રાફિક જંકશન ખાતે વાહન ચાલકોએ પણ પોલીસને રસીના પુરાવા બતાવવા પડશે. જેમની પાસે આ રસીનું સર્ટીફિકેટ નહીં હોય તેમને તુંરતજ નજીકના રસી સેન્ટર ખાતે લઈ જવામાં આવશે, અને તાત્કાલિક રસી આપવામાં આવશે.

રાજ્યભરમાં રસીકરણની ઝુંબેશ ઝડપથી ચાલી રહી છે. AMC અને પોલીસ વિભાગ પણ રસીકરણ મામલે સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે, જેથી કરીને વધુમાં વધુ લોકો રસી લઈ શકે. બીજી તરફ અમદાવાદીઓ પણ રસીકરણ મામલે ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે. રાજ્ય સરકારે તહેવાર આવી રહ્યા છે તે અંતર્ગત સર્તકની સાથે સખ્ત પગલાં પણ લઈ રહી છે.

સરકારી કચેરીઓ, જાહેર સ્થળો જેવા કે બગીચા, ઓપન પાર્ક, સીટી બસો, હોટલ, રેસ્ટોરેન્ટ સહિતના સ્થળો પર જે વ્યક્તિઓએ રસી લીધી છે તેમને જ પ્રવેશ મળશે તેવી સ્પષ્ટ સુચના આપી છે, અને પોતે રસીનો ડોઝ લીધો છે તેનો પુરાવો પણ સાથે રાખવો પડશે, નહીંતર આ સ્થળો પર પ્રવેશ મળશે નહીં. બીજી તરફ હજુ પણ શહેરમાં ઘણા એવા લોકો છે કે જેમણે રસીના ડોઝ હજું સુધી લીધા નથી, તે મામલે હવે તંત્ર પણ ફુલ એક્શન મોડમાં આવ્યું છે. તેથી હવે માત્ર બે જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોએ રસીકરણના પુરાવા સાથે નિકળવું પડશે, અને તેમના પુરાવા હવે પોલીસ ચેક કરશે. ઉલ્લેખનીય છે કે રેસ્ટોરેન્ટ અને હોટલમાં પણ રસી સર્ટીફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને સો ટકા કોરોના વેકિસનનો પહેલો ડોઝ મળી રહે એ માટે કોવિડ ઘર સેવા રસીકરણ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ શહેરના 50 વર્ષથી વધુની વયના લોકો અથવા 18 વર્ષથી વધુની ઉંમરના દિવ્યાંગ વ્યકિત જેમને વેકિસનનો પહેલો ડોઝ લેવાનો બાકી છે અથવા બીજો ડોઝ લેવાનો સમય પુરો થઈ ગયો છે એવા તમામ લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઘરબેઠા જ કોરોના વેકિસન આપવામાં આવશે. રસી લેવા માટે સવારના નવથી રાતના નવ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

શહેરમાં પાંચ ઓકટોબર સુધીમાં 97 ટકા લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને 49 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 66,84,515 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી ૪૪,૭૯,૭૭૯ લોકોને પહેલો ડોઝ અને ૨૨,૦૪,૭૩૬ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *