વડોદરામાં મહિલા અને છ વર્ષની પુત્રીના રહસ્યમય મોત પાછળ પતિનો હાથ!

| Updated: October 13, 2021 10:35 am

વડોદરાના ન્યુ સમા રોડ પર રહેણાંક વસાહતમાંથી 36 વર્ષીય મહિલા અને તેની છ વર્ષની પુત્રીના ગરબા ઉત્સવમાં ભાગ લીધા બાદ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાના એક દિવસ પછી, વડોદરા શહેર પોલીસે મંગળવારે તપાસ માટે ફોરેન્સિક નમૂના એકત્રિત કર્યા હતા. જોકે આ કેસમાં મહિલાનો પતિ તેજસ પટેલને મુખ્ય શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

અટકળોને વિરામ આપતા આ રહસ્યમય ઘટના પરથી પરદો ઊંચકાયો છે. આરોપી તેજસ પટેલે જ તેની પત્ની અને છ વર્ષની બાળકીની ઝેર આપીને બંનેને મોતના ઘાટ ઉઆતારી હતા. તેજસ પટેલ પર ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો છે અને હવે તેની ઉપર કાયદાસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ અગાઉ પોલીસે જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ ઝેર આપ્યું હોવાનો કેસ જણાય છે, જેથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મંગળવારે, પોલીસે તેની પત્ની અને પુત્રીને ઝેર આપવા માટે મુખ્ય શંકાસ્પદ તેજસના આંગળીના નમૂના એકત્ર કર્યા હતા.

વધુ વાંચો: https://www.vibesofindia.com/gu/mother-and-daughter-mysteriously-die-on-garba-night-in-vadodara-2/

શોભનાના પરિવારે પોલીસને જણાવ્યું છે કે તેજસ મોટાભાગે “ચીડિયો” રહેવાથી દંપતી લડતું હતું અને દંપતીને તેના પરિવારથી અલગ થવાના મુદ્દે તેમના વચ્ચે સતત ઝઘડા થતા હતા.

આ ઉપરાંત મૃતક મહિલાના ભાઈ શૈલેન્દ્રએ હમને જણાવ્યું કે તેજસ થોડા વર્ષો પહેલા બીજા લગ્નેતર સંબંધમાં પણ સામેલ હતો, પરંતુ દંપતીએ તેમના લગ્નને બીજી તક આપવાનું નક્કી કર્યું હતું. આ મુદ્દે પોલીસ અધિકારીએ કહ્યું કે “અમે તમામ શક્યતાઓ શોધી રહ્યા છીએ અને તેજસને ભૂતકાળમાં તેના લગ્નેતર સંબંધો અંગે પૂછપરછ કરી રહ્યા છીએ. બુધવારે આવનાર ઓટોપ્સી રિપોર્ટમાં મૃત્યુનું કારણ સામે આવશે, ત્યારબાદ અમે એફઆઈઆર નોંધીશું.”

અત્રે ઉલ્લેખનીય છે કે શોભના અને તેની પુત્રીને સોમવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

Your email address will not be published. Required fields are marked *