વડોદરા હાઈપ્રોફાઈલ કેસ: દુષ્કર્મ કેસમાં પકડાયા બાદ સીએ અશોક જૈનને મળ્યા જામીન

| Updated: November 25, 2021 5:47 pm

વડોદરા શહેરની એક કોલેજીયન યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદ બાદ પકડાયેલા શહેરના બે પ્રતિષ્ઠિત નાગરીકો પૈકીના એક ચાર્ટડ એકાઉન્ટ અશોક જૈનને આજે વડોદરાના સેશન્સ જજે જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.

ગુજરાતભરમાં ચકચારીનો વિષય બનેલા આ કેસની વિગત એવી છે કે વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી યુવતીએ  શહેરના એક આગેવાન સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરૂધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ દુષ્કર્મનો કેસ પ્રથમ ગોત્રી પોલીસ મથકમાં નોંધાયો હતો પછી વડોદરા ક્રાઇમ બ્રાંચ અને ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસની મદદથી જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો. જ્યારે અશોક જૈનને  પાલિતાણાથી દબોચ્યો હતો. સાથે જ આ પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને હરિયાણાથી પકડી પાડવામાં આવ્યો હતો.

તમામ આરોપીઓના પોલીસે અલગ-અલગ સમયે રિમાન્ડ લઇ પૂછપરછ હાથ ધરી હતી અને રિમાન્ડ પૂરા થતાં તમામને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા તેમજ શંકાસ્પદ ભૂમિકા ભજવનાર અશોક જૈને જામીનની અરજી કરી હતી જેની આજ રોજ વડોદરા સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે બન્ને પક્ષોની  દલીલ સાંભળ્યા બાદ સીએ અશોક જૈનના જામીન મંજૂર કર્યા છે.

Your email address will not be published. Required fields are marked *