સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સાધુઓએ યુવકને જાહેરમાં ફટકાર્યાનો વિડીયો વાયરલ

| Updated: January 6, 2022 10:03 pm

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા યુવકને મંદિરના ચાર સંતોએ જ ફટકાર્યો હતો.,ઘટનાની જાણ થતાં જ અનુજના પિતા મંદિરે દોડી આવ્યા અને પોતાના પુત્રને ઘરે લઈ ગયા.

વિગતો એવી છે કે અનુજ ચૌહાણ નામનો યુવક છેલ્લા 6 વર્ષથી મંદિરના એકાઉન્ટ વિભાગમાં સેવા આપતો હતો. આજે તેને ચાર સ્વામી ભેગા થઈને માર માર્યો હતો. યુવકના પિતા મંદિરમાંથી યુવકને ઘરે લઈ જવા સોખડા મંદિર પહોચ્યા હતાં.. બે સંતો વચ્ચેના વિવાદનાકારણે યુવકને માર મરાયો હોવાની ચર્ચા થઈ રહી છે.

આરોપ છે કે આજે મંદિરમાં મહિલાઓ સમૂહ દર્શન માટે આવ્યા હતા. જેનો વીડિયો ઉતારતા અનુજને માર મરાયો હતો. જો કે, અનુજનું કહેવું છે કે તેણે કોઈ વીડિયો ઉતાર્યો જ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ મંદિરે પહોંચી હતી અને અનુજનું નિવેદન લીધું હતું.

યુવકના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણ સોખડા સ્વામિનારાયણ મંદિરથી પુત્રને ઘરે લઈ ગયા હતા અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવી ઘરે પરત ફર્યા હતા. તેમના પિતાનું કહેવું છે કે મારો એકનો એક પુત્ર છે, તેને માર મારતા તે ગભરાઈ ગયો છે. મંદિર તરફથી કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.

Your email address will not be published.