દિયર સાથે દવાખાને જઇ રહેલી મહિલાનું કાર આંતરી અપહરણ કર્યા બાદ ગેંગરેપ કરાયો

| Updated: January 9, 2022 4:24 pm

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક યુવતીનું અપહરણની ઘટના પ્રકાશમાં આવતા ઉમરગામની ભીલાડ પોલીસ સહીત એસ ઓ જી અને એલ સી બી પોલીસની ટીમે એક ઓપરેશન હાથ ધરી અને ગણતરી ના સમય માં યુવતીને ત્રણ અપહરણકર્તાઓના (valsad gang rep) ચુંગાલ માંથી છોડાવી લીધી હતી. જોકે મહિલાના મેડિકલ બાદ મહિલા સાથે ગેંગરેપની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું

આ પણ વાંચો – જસદણમાં નકલી તમાકુ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું, પિતા-પુત્રની ધરપકડ

વિગતો એવી છે કે વલસાડ જિલ્લા ના ઉમરગામ (valsad gang rep ) તાલુકા ના ભીલાડ પોલીસ સ્ટેશન માં એક મહિલા ના અપહરણ ની ઘટના થી ચકચાર મચી જવા પામી હતી ..ભીલાડ પોલીસ સ્ટેશન ની હદ માં રહેતા એક ફરિયાદી એ ફરિયાદ નોંધાવી હતી કે પોતાની ભાભીની તબિયત ખરાબ હોવાથી તેમને કારમાં દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે સરીગામ નજીક ત્રણ વ્યક્તિઓ દ્વારા અચાનક તેમની કાર ને આંતરી હતી.

કારને રોકી અને ફરિયાદીને બહાર કાઢી તેને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ કારમાં બેસેલા ફરિયાદીના ભાભીને બળજબરીપૂર્વક કારમાં જ લઈ ને આરોપીઓ એ આ પીડિત મહિલા નું અપહરણ કર્યું હતું.

ફરિયાદ મળતા જ વલસાડ અને ઉમરગામ ( valsad gang rep ) ની પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આરોપીઓને ઝડપવા વલસાડ એલ.સી.બી ,એસ.ઓ.જી પોલીસ સ્ટેશન અને ઉમરગામ (valsad gang rep ) પોલીસ સ્ટેશન સહિત વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ભીલાડ દોડી આવ્યા હતા .. વલસાડ (valsad gang rep )પોલીસ દ્વારા ગણતરી ના સમય માં ત્રણ આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડયા હતા ..

મહિલાના અપહરણનો કોયડો ભીલાડ પોલીસે ગણતરી ના સમયમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે રાતભર વિવિધ ટિમો બનાવી અપહરણ થયેલ યુવતી ને બચાવી લીધી હતી ..વલસાડ (valsad gang rep) પોલીસે સુનિલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કમાલે,સુરજ વિદ્યાનંદ ઝા નામના આરોપી ની ધરપકડ કરી લીધી હતી ..

જોકે જયારે મહિલાએ પોતાની સાથે રેપ થયો હોવાની ફરિયાદ પોલીસ ને કરી ત્યારે પોલીસ ની મુશ્કેલીઓ માં વધારો થયો હતો ..ગણતરી ના સમય માં મહિલા ને બચાવનાર પોલીસ ને એ વાત નો અફસોસ હતો કે મહિલા ની ઈજ્જત લૂંટવામાં આરોપીઓ સફળ થઇ ગયા હતા ..પોલીસે તાત્કાલિક પીડિત મહિલા નું મેડિકલ કરાવવામાં આવ્યું હતું.

મેડિકલમાં મહિલા સાથે રેપ થયો હોવાનો ખુલાસો થતા અપહરણ નો આ ગુન્હો ગેંગ રેપ માં પરિવર્તીત થઇ ગયો હતો ..ભીલાડ પોલીસે આરોપીઓ ના મેડિકલ અને કોરોના ટેસ્ટ કરાવી આગળ ની કાર્યવાહી કરી છે ..

Your email address will not be published. Required fields are marked *