સુરતમાં પોલીસને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાઈરલ થયો

| Updated: January 7, 2022 5:15 pm

કોરોના વધી રહ્યો હોવાથી સરકાર દ્વારા જાહેર બિનજરૂરી જાહેર કાર્યક્રમો કરવાની મનાઈ કરવામાં આવી છે છતાં પણ અમુક લોકો જીદે ચડીને સરકારની વાતને અવગણી રહ્યા છે અને જાહેરમાં કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.

આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના યુવાનો દ્વારા હાથમાં તલવાર રાખીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાઈરલ થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સુરતમાં તલવારો સાથે જાહેર રોડ પર, શેરીઓમાં, ફાર્મમાં, અગાસી પર હાથમાં તલવાર લઈને જાહેરમાં જન્મદિવસની ઉજવણી થતી હોય તેવા વિડીયો વાઈરલ થતા રહે છે.

સુરતના લીંબાયતના કુમારનગર વિસ્તારના એક મકાનની ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર તેમજ ડી.જેના તાલે ડાન્સ કરીને પોલીસેને પડકાર આપતા જન્મદિવસનો વિડીયો વાઈરલ કર્યો છે. લીંબાયતમાં રહેતા અરશદ આવેશ નામના યુવાનના જન્મદિવસની ઉજવણી થઇ રહી હતી.

પોલીસને આ વાતની જાણ થતાની સાથે જ તપાસની કામગીરી શરુ કરી દીધી છે. આ વિડીયો વાઈરલ થતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે.

(અહેવાલ: મયુર મિસ્ત્રી)

Your email address will not be published.