2022માં પણ ‘વિદ્યા’ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી ગુજરાતની બેટી વિદ્યા

| Updated: August 4, 2022 5:40 pm

સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન હાથ ધરવામાં આવે છે, તેના માટે ખાસ પ્રયાસો પણ કરવામાં આવે છે. પણ આ પ્રયાસો કઈ દિશામાં થાય છે અને તેનું પરિણામ કઈ દિશામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો ગાંધીનગર જિલ્લામાં આવેલા અમિયાપુર ગામની છ વર્ષીય બાળકી વિદ્યા ઠાકોર છે.

ગુજરાતની રાજકીય રાજધાની ગાંધીનગરથી ફક્ત 12 કિ.મી. અને વાણિજ્યક રાજધાની અમદાવાદથી માંડ 14 કિ.મી. દૂર અમિયાપુર ગામે આવેલું છે.  વક્રોક્તિ એ છે કે આ ગામમાં આઠ ધોરણથી આગળ અભ્યાસ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા જ નથી. જો વધારે ભણવું હોય તો નજીકની સ્કૂલ પાંચથી સાત કિ.મી. દૂર છે, તેમા ભણવા ગયેલાઓ પણ ક્યાં તો ગેરહાજર રહ્યા છે અથવા તો અનેક વખત ફેલ થયા છે.

વિદ્યા ડોક્ટર બનવા માંગે છે, પણ તેનું કુટુંબ જાણે છે કે તે દીવાસ્વપ્ન જોઈ રહી છે. અમિયાપુરમાં જન્મેલા મોટાભાગના બીજા બાળકોની જેમ વિદ્યા પણ ભાગ્યે જ તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શકશે અને મજૂર બની જશે. તેના બે પિતરાઈ ભાઈઓ દસમાની પરીક્ષામાં નિષ્ફળ ગયા છે અને તેઓ હવે પિતાની પાનની દુકાન સાથે જોડાવવાનું આયોજન ધરાવે છે.

વિદ્યા ફક્ત છ વર્ષની છે, પણ અમિયાપુરમાં જન્મવુ જાણે તેના માટે એક અભિશાપ છે. ગુજરાતના આ ગામમાં 2500થી વધુ ઓબીસી ઠાકોરની વસ્તી છે અને સરકાર અહીં આઠમા ધોરણ સુધીની સ્કૂલ જ બનાવી છે. હવે જે લોકો તેનાથી વધારે ભણવા માંગતા હોય તેમણે પાંચ કિ.મી.થી વધુ પ્રવાસ ખેડવો પડે અથવા કોબા, સુઘડ, ચાંદખેડા કે મોટેરા જવુ પડે. મોટાભાગના ગામવાસીઓ ગરીબી રેખા (બીપીએલ)થી નીચે છે અને તે રોજમદારો છે.

“ગામના લગભગ 50થી વધારે છોકરાઓ દસમા ધોરણમાં નિષ્ફળ ગયા છે. ગામની સ્કૂલમાં અભ્યાસ કરનારા આ વિદ્યાર્થીઓ માંડ દસ સુધી ગણી શકે છે અને તેમા આઠમા ધોરણ સુધી અભ્યાસ કરનારાઓનો પણ સમાવેશ થાય છે. અમે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરની ઝાકઝમાળથી ફક્ત 14 અને 12 કિ.મી. જ દૂર છીએ, પરંતુ અમે અંધારામાં અટવાયેલા છીએ. અમારા જીવનમાં ક્યાંય અજવાળુ નથી,” એમ ગામમાં પાનની દુકાન ધરાવતા વિદ્યાના કાકાએ જણાવ્યું હતું.

વિદ્યાનો પિતરાઈ ચંદન તાજેતરમાં દસમા ધોરણની પરીક્ષામાં ફેલ ગયો. તે ગામમાં આઠમા ધોરણ સુધી ભણ્યો હતો અને પછી વધુ અભ્યાસ માટે કોબા ગયો હતો. હું અને મારા જેવા મારા દસેક મિત્રો દસમામાં ફેલ ગયા. ગામમાં કોઈ દસમુ પાસ નથી. બીજા લોકોની જેમ અમે ઓફિસ જોબ્સ ઇચ્છીએ છીએ, પરંતુ અમને લાગે છે કે અમારા જીવનમાં અમે તેના માટે ક્યારેય પાત્ર નહી બની શકીએ.

આ પણ વાંચોઃ જનતાને મોંઘવારીનો ઝટકો; ઘરેલુ ગેસમાં 50 રૂપિયાનો વધારો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર માણેકજી ઠાકર જેમનો પુત્ર વિષ્ણુ દસમા ધોરણમાં ત્રણ વખત ફેલ ગયો હતો અને તે ગામમાં ડેરી ચલાવે છે, તેણે તેની પુત્રી વંશિકાને પ્રાથમિક શિ7ણ માટે કોબા ખાતેની સ્કૂલમાં મોકલી છે.

તેમણે જણાવ્યું હતું કે અમે ગામમાં નવમુ અને દસમુ ધોરણ શરૂ ન કરી શકીએ. અમારી પાસે પૂરતા વિદ્યાર્થીઓ જ નથી. વિદ્યાર્થીઓએ આમ પણ પછી કોબા, સુઘડ, ચાંદખેડા કે ગાંધીનગર વધારે શિક્ષણ માટે જવાનું જ હોય છે. તેમા કોઈ નવી વાત નથી.

ગામવાસીઓ સારુ શિક્ષણ ઇચ્છે છે. તેથી તેમણે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને અપીલ કરી છે કે મંદિર માટે આપવામાં આવેલી જમીન પર સ્કૂલ બનાવવામાં આવે. આ અંગે માણેકજીએ જણાવ્યું હતું કે આ પાંચ વીઘા જમીન જડેશ્વર મહાદેવ ટ્રસ્ટના નેજા હેઠળ આવે છે અને અમે અહીં મંદિર બાંધવાના હતા, પરંતુ હાલમાં તો હું ત્યાં ગમાણ ચલાવુ છું અને દર મહિને 1,500 રૂપિયા ભાડુ ચૂકવુ છે. સરપંચ ત્યાં ઘોડા, ગાય અને ભેંસ રાખે છે.

હું કોબાની સ્કૂલમાં સાઇકલ પર જવા માંગતો હતો અને હું જાણતો હતો કે પ્રાથમિક શિક્ષણ મેળવવુ કેટલું અઘરુ છે. આથી હું સતત ગામની બહાર રહેતો હતો, પરંતુ દરેક જણ માટે તે શક્ય હોતું નથી. તેમા પણ શાળાના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના લીધે બેટી પઢાઓ અભિયાનનો કોઈ અર્થ રહેતો નથી, પણ હું શિક્ષણના અધિકાર માટે લડત જારી રાખીશ, એમ અમિયાપુરમાંથી ભણેલા અને પીએચડીની ડિગ્રી ધરાવતા શિક્ષકે જણાવ્યું હતું. તેઓ તેમના ગામવાસીઓ માટે ન્યાય માંગવા ગાંધીનગર સચિવાલય સુધી ધક્કા થાય છે અને સરપંચના આ ગમાણમાં સ્કૂલ બનાવવાનું બીડું ઉપાડ્યુ છે.

વિદ્યાની દાદીમાં સાત જણના કુટુંબમાં પ્રદાન આપવા બીજાના ઘરે કામ કરે છે. છોકરાઓ તો સાઇકલ કે રિક્ષા પકડીને સ્કૂલે જઈ શકે, પરંતુ છોકરીઓને મોકલવું અઘરુ છે. મેઇન રોડ પરનો ટ્રાફિક અને અંતર અને તેમનો મોકલવાનો ખર્ચ અને અપેક્ષિત પરિણામના અભાવના લીધે અમે અમારી છોકરીઓને સ્કૂલ મોકલતા નથી. હું ઇચ્છુ છું કે વિદ્યાનું મારા જેવું સારું ભવિષ્ય હોય, પરંતુ વાસ્તવિકતા અમારા સમર્થનમાં નથી.

Your email address will not be published.