નરોડામાં ચાલતા શ્રાવણિયા જુગારધામ પર વિજિલન્સની રેડ, સાત શકુનીઓ ઝબ્બે

| Updated: August 2, 2022 8:28 pm

અમદાવાદમાં આવેલ નરોડા વિસ્તારમાં શ્રાવણ માસમાં ચાલી રહેલા જુગારધામ પર વિજિલન્સે રેડ કરી હતી. આ રેડમાં પાંચ વ્યક્તિઓ જેઓ જુગારના આંકડા લખી રહ્યા હતા. તેમની સહિત બે આંકડા લખાવવા આવનારની ધરપકડ કરી છે. પોલીસે લાખોના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

શહેરના નરોડા વિસ્તારમાં ગુનેગારો એક્ટિવ થયા હોવાની વાતને નકારી શકાય તેમ નથી. થોડાક દિવસો પહેલા જાહેરમાં જ બૂટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ કેસમાં પીઆઈની બદલી પણ કરવામાં આવી હતી. કારણ કે સ્થાનિક પોલીસ જ્યાં રેડ નથી કરતી ત્યાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ રેડ કરવી પડે છે. ત્યારે હાલ શ્રાવણ માસ હોવાના કારણે ઘણી જગ્યાઓ પર જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે નરોડા પાટિયા પાસે જવાહર કોલોનીમાં વરલી મટકાનું જુગારધામ ચાલતું હોવાની માહિતી એસએમસીને મળી હતી.

બાતમીના આધારે SMCની ટીમને રેડ કરી હતી. આ રેડમાં હિરેન પટેલ, અસલમ શેખ ( કેશિયર), રસિક વાઘેલા, હરીશ મારવાડી, આદિલ પઠાણ બે જુગાર રમવા આવનાર સહિત 7ને ઝડપ્યા છે. કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Your email address will not be published.