વડગામ ખાતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

| Updated: April 24, 2022 3:43 pm

બનાસકાંઠાના વડગામ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સી.આર. પાટીલના હસ્તે વડગામના 2012 ના કોંગ્રેસ પૂર્વ વિધાયક મણીલાલ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકારી જાહેર મન્ચ પરથી સત્કાર્યા હતા.

વડગામ ખાતે આવી પહોચેલ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રથમ મણિભદ્ર વીર દાદા મંદિરના એતિહાસિક મણિભદ્ર વીર મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ટ્રસ્ટી ગણે 100 કિલો સુખડી પ્રસાદથી ટોળી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા. જે બાદ દાદા મણિભદ્ર દર્શન કરી સી.આર. પાટીલ સભા સ્થળે પહોંચ્યા હતા.

આ સભાસ્થળમાં જાહેર મંચ પરથી મણિલાલ વાઘેલા વડગામ સીટ પર કોંગ્રેસના 2012માં ચુંટાયેલા ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ પ્રવેશની જાહેરાત કરાઈ હતી અને તેઓ ભાજપમાં વિધિસર ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.

સી.આર .પાટીલ તેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકારી જાહેર મન્ચ પરથી સત્કાર્યા હતા. આ કાર્યક્રમમાં રજની પટેલ, ભાજપ પ્રભારી નંદાજી ઠાકોર, પ્રભારી સુરેશ શાહ, જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઇ ચૌધરી તેમજ અન્ય પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા. જયારે મણિલાલ વાઘેલા પોતાના હજારો કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાતા કેસરિયો માહોલ સર્જાયો હતો.

Your email address will not be published.