કોરોનાના નિયમોનું વારંવાર ઉલ્લંઘન: કલોલમાં યોજાયેલ કાર્યક્રમમાં ગાઈડલાઈનના લીરેલીરા

| Updated: January 16, 2022 2:28 pm

રાજ્યમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. જાહેર સ્થળો ઉપર લોકો એકત્રિત ના થાય તે માટે વહીવટી તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે. જ્યાં બીજી તરફ સરકારની ગાઈડલાઈન માત્રને માત્ર સામાન્ય પ્રજા પૂરતી સીમિત હોય તેમ લાગી રહ્યું છે. કલોલમાં ઠાકોર સમાજ ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકારી ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમ કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં યોજાયો હતો. જે કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ,ભરતજી ઠાકોર, સુરેશ પટેલ સહિત, ફિલ્મી કલાકાર વિક્રમ ઠાકોર સહિત ઘણાં આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર સંક્રમણ પર નિયંત્રણ લાવવા માટે ફરજીયાત માસ્ક અને સામાજિક અંતરના નિયમોની કડક રીતે અમલવારી કરાવી રહી છે. તેવામાં સરકાર પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે આકરો દંડ વસુલે છે. જ્યાં બીજી તરફ રાજકીય આગેવાનો જ જાહેરમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, ત્યારે સામાન્ય નાગરીકો નિયમોનું પાલન ન કરે તો તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે, તો આ રાજકિય નેતાઓ પર કેમ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો આમ જનતા કરી છે.

Your email address will not be published.