અફઘાનિસ્તાન- પાકિસ્તાનથી કાવતરું રચાયું હોવાની પ્રબળ શંકા, જિલ્લા પોલીસની નિષ્ક્રિયતા

| Updated: April 13, 2022 10:25 pm

આણંદ જિલ્લાના ખંભાતમાં 10 એપ્રિલના રોજ નિકળેલી રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ નિષ્ક્રિય હોવાનુ સ્પષ્ટ થાય છે. પુરતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ જો પોલીસ પથ્થરમારાના ઇનપુટ મેળવી ન શકી અને તેને એડવાન્સમાં શોધી ન શકી તો પોલીસની નિષ્ફળતા એ સ્પષ્ટ પુરવાર થતી હોવાની લોકોમાં ચર્ચા છે. દર વખતની જેમ આ વખતે મુસ્લિમ મહોલ્લા બહાર સરબત કે પાણીનો સ્ટોલ ન હોવા છતાં પણ પોલીસ કે સ્ટેટ આઇબી તેને ઓળખી ન શકી તે ચર્ચાનો વિષય બન્યો છે. આમ જિલ્લા પોલીસ એલઆરડીના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો એક ગણગણાટ પણ થઇ રહ્યો છે. પોલીસે અફઘાનીસ્તાન અને પાકિસ્તાન કનેક્શન હોવાની દિશા તો બતાવી દીધી છે પરંતુ હજુ પણ પુરતા પુરાવા ન મળતા પોલીસ તે દિશામાં વધુ બોલવા તૈયાર નથી. પોલીસે મુખ્ય કાવતરાખોર રઝાક ઉર્ફે મોલવીની સહિત 6 અને અન્ય આરોપીઓ મળી 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાવતરુ પ્રીપ્લાન હતુ અને તેના ટેકનીકલ પુરાવા આરોપીઓના મોબાઇલમાંથી મળ્યા હોવાનું એસપીએ જણાવ્યું હતુ. શોભાયાત્રા ભવિષ્યમાં ન નિકળે અને પોતાનુ પ્રભુત્વ જળવાઇ રહે તે માટે ખાસ કરીને આમ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આણંદ જિલ્લામાં આવેલા ખંભાતમાં ગત 10 એપ્રિલે થયેલા પથ્થરમારામાં બુધવારે જિલ્લા ડીએસપી અજીત રાજયાને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ચોકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, પથ્થરમારાના કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટકાયત કરાઇ છે જેમાંથી 9ની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કર્યા છે. તેમની ટેકનિકલ અને અન્ય માહિતી લેતા તેઓ રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવાના હોવાનો એડવાન્સ પ્લાન બનાવ્યો હતો. તેમણે કાવતરુ કરી છેલ્લા કેટલાય મહિનાઓથી આ પ્લાન તૈયાર કર્યો હતો અને પોતે વિસ્તારમાં પ્રભુત્વ જમાવવા માટે આ પ્લાન તૈયાર કર્યો હતો.

જો ધમાલ થશે તો તેમા કેટલો ખર્ચ થશે અને તે કોણ કોણ તેમા મદદ કરશે તે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. આમ તેઓ પ્લાનીંગ બધ્ધ રીતે કામ કર્યું હોવાનું ટેકનિકલ પુરાવા મળ્યા છે. આ કાવતરામાં બહારના દેશ સાથે 9 શખસો સંપર્કમાં હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે ક્યા દેશ અને કેટલા કનેક્શન તે અંગે તપાસ ચાલી રહી હોવાનું કહીને ફોડ પાડ્યો ન હતો.

પોલીસે ફોરેન્સીક મદદ લીધી છે અને ફોનમાં ડીલીટ કરેલા ડેટા મેળવવા તજવીજ હાથ ધરી છે. કોલ ડિટેલ્સ, કોલ ડેટા, ચેટ અને રોકર્ડીંગ અમુક મળી આવ્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ઉસ્કેરણી જનક વિડિયો બતાવી અમુક નવા યુવાનોને તૈયાર કર્યા અને પ્રભાવીત કરી કાવતરુ યોજ્યું હોવાનું બહાર આવ્યું છે.

જિલ્લા એસપીએ જણાવ્યુ હતુ કે, રઝાક હુશૈન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેક, માજીદભાઇ ઉર્ફે માદલો યાસીન મલેક જમશેદખાન જોરાવરખાન પઠાણ, મુસ્તકી ઉર્ફે મોલવી યુનુસ વ્હોરા, સઇદ ઉર્ફે નાનો બચ્ચો સીરાજ મલેક, મતીન યુનુસ વ્હોરા મુખ્ય કાવતરા ખોર છે. આ તમામને અલગ અલગ જવાબદારી સોપાવમાં આવી હતી. જેમાં છોકરા ભેગા કરવા, પૈસા ભેગા કરવા, બાદમાં મદદ કરવી, પથ્થર કેવી રીતે ભેગા કરવા સહિતની જવાબદારીઓ સોપાવમાં આવી હતી.

મુખ્ય સુત્રધારો છેલ્લા બે દિવસથી જુદી જુદી જગ્યા પર મીટીંગ ભરતા હતા અને અલગ અલગ લોકોને જવાબદારી સોપતા હતા. આરોપીઓને તમામ પ્રકારની મદદ માટે તૈયારી કરી હતી. કાયદાકીય માટે તમામ ખર્ચ રઝાક કરવાનો હતો અને ઘરની જવાબદારી પણ તે જ ઉપાડવાનો હતો. મસ્જીદ અને વિસ્તારમાં ચાદર ફેરવી ફંન્ડ ઉભુ કરવાનું હતુ.

પોલીસ બંદોબસ્ત હોવાથી રઝાકે ડીજે બંધ કરાવી પોલીસનુ ધ્યાન બીજે ખેચીને બીજી તરફથી પથ્થરમારો કરાવ્યો હતો. આરોપીઓના પરિવારના સભ્યોને આગલા જ દિવસે અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તેના વિડિયો પણ ઉતારી વાઇરલ કરી તેઓ ખંભાતમાં હાજર નથી તેવુ ફલીત કરવાના પ્રયાસો પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીની બેંક ડિટેલ્સ પણ મંગાવી છે જો બહારના દેશ કે રાજ્યથી ફંડ આવ્યું હશે તો તેની પણ તપાસ કરાઇ રહી છે. જોકે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સોશિયલ મીડિયા પર સંપર્કમાં રહી આ કાવતરુ રચાયું હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જિલ્લા એસપી કહેતા રહ્યા કે, પુરતો પોલીસ બંદોબસ્ત હતો તો પથ્થરમારો રોકવામાં કે પછી તેને એડવાન્સ ઇનપુટ લેવામાં પોલીસ નિષ્ફળ રહી તે સ્પષ્ટ હોવાની ચર્ચા છે.

આરોપીઓ એડવાન્સમાં પરિવારને અન્ય સ્થળ પર મુકી આવ્યા હતા

આરોપીઓને ખ્યાલ હતો કે, આ હુમલો કરીશું એટલે તપાસ થશે અને તપાસમાં પરિવાર અહી હશે તો તેમની પુછપરછ કે તેમના નામ આવશે અથવા તો પોતાના નામ પણ આવશે એટલે તેઓ પરિવાર સાથે બહાર હોવાનું પ્લાન પણ તૈયાર હતો પરંતુ અમુક આરોપીઓને તાત્કાલીક પોલીસે દબોચી લીધા હતા.

મુખ્ય કાવતરા ખોર કોણ કોણ

રઝાક હુશૈન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેક
માજીદભાઇ ઉર્ફે માદલો યાસીન મલેક
જમશેદખાન જોરાવરખાન પઠાણ
મુસ્તકી ઉર્ફે મોલવી યુનુસ વ્હોરા
સઇદ ઉર્ફે નાનો બચ્ચો સીરાજ મલેક
મતીન યુનુસ વ્હોરા

આટલો લોકોને કાવતરા માટે તૈયાર કર્યા

વાસીમ વાહીદ મલેક
સાદાબ મયુ મલેક
તારીક ઉર્ફે ગલ્લાવાળો યુસુફ મલેક
વસીમ રસીદ મલેક
મુબની ઉર્ફે મુબલા મુનાફ મલેક
સાલીમ ભાણો
મોઇન ઉર્ફે અલ્ટી યુસુબ મલેક
સોએબ ગોયા
સઇદઉલ્લા ઉર્ફે ખબીશ
શહેબાજ ઉર્ફે જાડીયો
ફીરોજ ઉર્ફે ફન્ટર
નાસીર જાકીર
ચીના
અખ્તર
જોન ઉર્ફે બાબા
અરબાઝ ઉર્ફે સુલતાન

(તસવીર, હનિફ સિંધી )

Your email address will not be published.