દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ પટેલ રાજકારણમાં ફરી સક્રિય : ખેરાલુમાં યોજ્યું સ્નેહ મિલન

| Updated: January 5, 2022 5:00 pm

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી લાંબા ઘણા ગાળા સમય પછી ફરી એકવાર રાજકારણમાં સક્રિય થયા છે. મહેસાણાના ખેરાલુમા આજે વિપુલ ચૌધરીએ પોતાના શક્તિ પ્રદર્શનના ભાગ રૂપે કેશુભાઇ કોલેજ ખાતે સ્નેહ મિલન યોજ્યું હતું. જે કાર્યકમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી હતી.

આ કાર્યકમમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર , પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી સહિત સ્થાનિક કોંગી આગેવાનો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી પર ચાલી રહેલ અલગ અલગ કેસોમાં તેઓ ચર્ચામાં રહ્યા છે. જેમની થોડા મહિના અગાઉ ધરપકડ કરાઈ હતી. બાદમાં વિપુલ ચૌધરી ફરીથી સક્રિય થતા આગામી વિધાનસભા ચુંટણી પુર્વે અત્યારથી જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે . અને આગામી વિધાનસભા ચુંટણીમાં વિપુલ ચૌધરી ઝંપલાવે તો પણ નવાઈ નહી. જેની તૈયારીના ભાગ રૂપે આજથી આ પ્રકારના શક્તિપ્રદર્શન સંમેલનો યોજવાની શરૂઆત કરાઈ છે. ત્યારે આગામી 9 જાન્યુઆરી એ પણ અર્બુદા ધામ ખાતે વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં એક બીજું સંમેલન યોજનાર છે.

(અહેવાલ : અલ્પેશ પટેલ )

Your email address will not be published.