વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપને કહ્યું અલવિદા

| Updated: January 15, 2022 7:48 pm

દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ સીરીઝમાં હાર બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. વિરાટે આઠ વર્ષ બાદ કેપ્ટનશીપને અલવિદા કહી દીધું છે.

વિરાટ કોહલી ટી ટ્વેન્ટી અને વન-ડેની કેપ્ટનશીપ પહેલેથી જ છોડી ચૂક્યો છે. જે બાદ ટેસ્ટ ટીમની કપ્તાનીને પણ અલવિદા કહી દીધું છે. જેની સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી.

ભારતીય ટીમ શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં 7 વિકેટે હાર્યા બાદ શ્રેણી પણ હારી ગઈ હતી. આ સ્થિતિમાં, તેના એક દિવસ પછી તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપથી પણ રાજીનામું આપી છે.

વિરાટ કોહલીએ UAEમાં આયોજિત T20 વર્લ્ડ કપ બાદ T20 ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ આ પછી ખૂબ જ નાટકીય રીતે વિરાટને વનડે ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં હવે કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપમાંથી પણ રાજીનામું આપી દીધું છે.

Your email address will not be published. Required fields are marked *