વિઝા પ્રોસેસિંગ માટે વિલંબ ઓછા એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ અને વિદ્યાર્થી વિઝા અરજીઓનો ધસારો

| Updated: July 31, 2022 8:08 pm

ભારતીય મુસાફરો માટે વિઝા મેળવવાનું અત્યારે સૌથી ખરાબ દુ:સ્વપ્ન જેવું બન્યું છે.ઇન્ટરવ્યૂ સ્લોટની રાહ જોઇ રહેલા યુએસ વિઝાનાં અરજદારોની સંખ્યા 4 લાખને વટાવી ગઈ છે. વિશ્વભરમાં, કેનેડાના વિઝા બેકલોગની સંખ્યા 24 લાખ છે, જેમાં ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે જેની 700,000  અરજીઓ પેન્ડિંગ છે. યુકે માટે વિઝા-પ્રોસેસિંગનો સમય છ સપ્તાહનો છે. ફ્રાન્સ અને આઇસલેન્ડ સહિતના કેટલાક શેનજેન દેશો પાસે એપોઇન્ટમેન્ટ સ્લોટ ઉપલબ્ધ નથી. વીએફએસને ટૂરિસ્ટ વિઝા માટે દરરોજ 25,000 અરજીઓ મળી રહી છે અને તેણે ઓગસ્ટમાં સ્ટુડન્ટ વિઝાની અરજીનો ધસારો થવાની આગાહી કરી છે.

અમેરિક: અમેરિકન દૂતાવાસે તાજેતરમાં જ સપ્ટેમ્બરથી વ્યક્તિગત વિઝાની એપોઇન્ટમેન્ટ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં એપ્રિલ 2023 સુધી સ્લોટ સંપૂર્ણપણે બુક કરવામાં આવ્યા છે.

યુએસના સત્તાવાર બેકલોગ રિપોર્ટ અનુસાર, જુલાઈ 2022 ની એપોઇન્ટમેન્ટ શેડ્યૂલિંગ પૂર્ણ થયા પછી પણ ઇન્ટરવ્યૂની તારીખની રાહ જોતા અરજદારોની સંખ્યા 409,645 છે. તેની સરખામણીએ, 2019માં, દર મહિને સરેરાશ 60,866 અરજદારો ઇન્ટરવ્યુના સમયપત્રક માટે બાકી રહેતા હતા.
30 જૂનની સ્થિતિએ જેમના દસ્તાવેજો પૂર્ણ થઈ ગયા છે અને નેશનલ વિઝા સેન્ટર (એનવીસી) પર સબમિટ કરવામાં આવ્યા છે અને ઇન્ટરવ્યુ માટે તૈયાર છે તેની સંખ્યા 433,819 છે.

ગયા વર્ષે અમેરિકાએ રેકોર્ડ 62,000 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ વર્ષે દૂતાવાસે સ્ટુડન્ટ વિઝા માટે 1,00,000 એપોઇન્ટમેન્ટ્સ ઓપન કરી છે પરંતુ તેમાં બહુ મોડુ થઇ રહ્યું છે અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સેમેસ્ટર ચૂકી રહ્યા છે.

કેનેડા: વિશ્વભરમાં, વિઝા બેકલોગ 24 લાખ છે જેમાં જેમાં ભારતનાં સૌથી વધુ  7 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે. કેનેડા એપ્લિકેશન ઇન્વેન્ટરી ઘટાડવા અને વધુ સ્ટાફની ભરતી કરવા માટે 65.16 મિલિયન અમેરિકન ડોલરના ઇન્ફ્યુઝનની યોજના બનાવી રહ્યું છે. ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી)ની એક ટીમ પણ વિલંબ સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે ટૂંક સમયમાં જ ભારત આવે તેવી શકયતા છે.

યુકે: યુકેની બહાર સબમિટ કરાયેલ નોન-સેટલમેન્ટ વિઝા અરજીઓ માટે સામાન્ય સંજોગોમાં, 90 ટકાનો નિર્ણય ત્રણ અઠવાડિયામાં નક્કી કરવામાં આવે છે. છ અઠવાડિયામાં 98 ટકા અને અરજીની તારીખના 12 અઠવાડિયાની અંદર 100 ટકા અરજી પર નિર્ણય લેવાય છે. પરંતુ આ વર્ષે તેમાં વિલંબ  થઇ રહ્યો છે.યુકે વિઝા અને ઈમિગ્રેશન વેબસાઈટ અનુસાર, વિઝા અરજી સમયે, જો કોઈ અરજદાર ‘પ્રાયોરિટી સર્વિસ’ પસંદ કરે છે તો એપોઈન્ટમેન્ટના પાંચ કામકાજના દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. સુપર પ્રાયોરિટી વિઝા હેઠળ, તમે અરજી ફી ઉપરાંત 800 પાઉન્ડ ચૂકવી શકો છો અને આગામી કાર્યકારી દિવસના અંત સુધીમાં તે પ્રોસેસ થાય છે.

જો કે, ભારતમાં વિઝા પ્રોસેસિંગમાં ઘણો લાંબો સમય લાગી રહ્યો છે. તેના કારણમાં વિઝા એપ્લિકેશન ઘણી વધારે છે તેની સાથે ઓછી એપોઇન્ટમેન્ટ પેન્ડિંગ વિઝા પ્રોસેસિંગનો સમાવેશ થાય છે.  વિઝિટર વિઝા અરજીઓ પ્રોસેસ માટેનો હાલ નક્કી કરેલો સમય છ અઠવાડિયાનો છે. વર્ક વિઝામાં છ સપ્તાહથી વધુનો સમય લાગે છે, જ્યારે ફેમિલી સેટલમેન્ટ એપ્લિકેશન્સમાં હવે સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ ટાઇમ 24 અઠવાડિયા (અગાઉ 12 અઠવાડિયા) લાગે છે. ટ્રાવેલ ફોર્ટેના અનિલ હરિબલે જણાવ્યું હતું કે, જો વિલંબને કારણે તમારી મુસાફરીનું પ્લાનિંગ  ખોરવાતું હોય અને તમારે પાસપોર્ટ પાછો જોઈતો હોય તો,પાસપોર્ટ રીટર્ન માટે 3,500 રૂપિયા ચૂકવવા પડશે.

શેંગેન વિઝા: બદલાયેલા શેંગેન વિઝા કોડ અનુસાર, કોઈ પણ વ્યક્તિ મુસાફરીની તારીખના છ મહિના પહેલા સુધી શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે. જો કે, ધસારાનાં કારણે, જેમણે હજી સુધી અરજી કરી નથી, તેમને મોટાભાગે સપ્ટેમ્બરના મધ્ય સુધી એપોઇન્ટમેન્ટ્સ મળે તેવી શકયતા નથી. શેંગેન એરિયાના 26 દેશોમાંથી, કેટલાક દેશોમાં ઓગસ્ટમાં કેટલાક સ્લોટ્સ ખાલી હોઈ શકે છે. તેમ છતાં, તેમાંના મોટા ભાગના દેશોમાં સપ્ટેમ્બર સુધી કોઈ એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ નથી.

આયર્લેન્ડ: આયર્લેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સના જણાવ્યા અનુસાર, વિઝાની પ્રક્રિયા માટે લાગતો અંદાજિત સમય (દિવસોમાં) આ મુજબ છેઃ આ મહિનાની શરૂઆતમાં નવી દિલ્હીમાં ગ્રીક દૂતાવાસમાં વિઝા સર્વિસમાં કેટલીક સમસ્યા સર્જાઇ હતી.જો કે, કોન્સ્યુલર ઓફિસે જણાવ્યું હતું કે તેનો ઉકેલ આવી ગયો છે અને જે અરજદારો દેશમાં રજાઓ માણવાનું આયોજન કરી રહ્યા છે તેમની વિઝા અરજીઓ હવે 15 થી ઓછા કાર્યકારી દિવસોમાં પ્રોસેસ થઇ શકે છે.સ્ટુડન્ટ વિઝા: વિઝા પ્રોસેસિંગમાં વિલંબને કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વર્ષમાં જોડાઇ શકે તેમ ન હોઇ વિદેશ મંત્રાલય ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, જર્મની, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, યુકે અને યુએસએના મિશનના રાજદૂતો, ડેપ્યુટી ચીફ્સ સાથે સંપર્ક કરી રહ્યું છે અને તેમને પ્રોસેસને ઝડપી બનાવવા જણાવ્યું છે. યુ.એસ., યુ.કે. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જર્મની પર દબાણ વધુ છે, કારણ કે ત્યાં જતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. શિક્ષણના સ્થળોની માંગ કરે છે.  પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી સ્ટુડન્ટ વિઝા હાલમાં વૈશ્વિક સ્તરે મળતા નથી.

વિઝા-ફ્રી અથવા ઇ-વિઝા મુસાફરીના વિકલ્પો: યુરોપમાં ટૂરિસ્ટ વિઝા માટે લાંબી રાહનાં પગલે   ઘણા ભારતીયોને વેકેશન માટે વૈકલ્પિક સ્થળો શોધવાની ફરજ પડી રહી છે. ભારતીય પ્રવાસીઓમાં શોર્ટ-હોલ અને વિઝા-ઓન-અરાઇવલ અથવા ઇ-વિઝા વિકલ્પ લોકપ્રિય બની રહ્યા છે.જેમાં સિંગાપોર, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા,મલેશિયા, વિયેતનામ,કમ્બોડિયા, દુબઈ, અબુધાબી, માલદીવ અને મોરેશિયસ વગેરે દેશોનો સમાવેશ થાય છે.
ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત દેશો: ભૂતાન, નેપાળ, ઇન્ડોનેશિયા, સેશેલ્સ (પરમિટ ઓન અરાઇવલ), જમૈકા, સેનેગલ, સર્બિયા, ત્રિનિદાદ અને ટોબેગો અને હૈતી (90 દિવસ સુધી)

ભારતીય નાગરિકો માટે વિઝા-ઓન-અરાઇવલ દેશો: થાઇલેન્ડ, માલદીવ્સ, લાઓસ, મોરેશિયસ, કમ્બોડિયા, ઇથિયોપિયા, ઇરાન (ઓનલાઇન અરજી કરો અને પ્રસ્થાન પહેલાં ‘સબમિશન નોટિસ’ મેળવો), કેન્યા, ઝિમ્બાબ્વે, રવાન્ડા અને જોર્ડન, વગેરે. નોંધનીય છે કે વિઝા-ઓન-અરાઇવલ માત્ર કેટલાક એરપોર્ટ અને બંદરો પર જ ઉપલબ્ધ છે.

ભારતીય નાગરિકોને ઇ-વિઝા/એન્ટ્રી પરમિટ ઓફર કરતા દેશોઃ મલેશિયા (ઇએનટીઆરઆઇ નોટ), શ્રીલંકા, મ્યાનમાર, તુર્કી, ઝામ્બિયા, તાન્ઝાનિયા અને વિયેતનામ વગેરે. પર્યટન માટેના ઇ-વિઝા સામાન્ય રીતે સિંગલ-એન્ટ્રી વિઝા હોય છે. યુએઈ, સિંગાપોર, મલેશિયા, ઓમાન, વિયેતનામ માટે તમે ત્રણથી ચાર કામકાજના દિવસોમાં ઈ-વિઝા મેળવી શકો છો

યુએસએ, યુકે વિઝા ધરાવતા લોકો તુર્કી અને આર્જેન્ટિના માટે ઇ-વિઝા માટે અરજી કરી શકે છે, માન્ય શેંગેન, યુએસએ, કેનેડિયન વિઝા ધરાવતા લોકો સાઉદી અરેબિયા માટે લાંબા ગાળાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા માટે પાત્ર છે તેમ એસઓટીસી ટ્રાવેલના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ – હોલિડેઝ, ડેનિયલ ડિસોઝાએ જણાવ્યું હતું.

Your email address will not be published.