“VO!ની ટીમ સામે બંનેનો એક જ રાગ”, આમા મારો શું વાંક, આરીફ અને રાણા પરિવારની એક જ માંગ અમને ન્યાય આપે સરકાર

| Updated: April 15, 2022 5:31 pm

ક્યાક સળગેલી દુકાનમાં વેપાર થતો હતો, ક્યાક રાખ ઉડતી હતી. કોકના ઘરની ઘરવખરી હતી નહી, તમામ સામગ્રી બળીને ખાખ થઇ હતી અને તેમને પડોશીઓ જમવાનું આપી રહ્યા હતા. તો ક્યાક પથ્થર વાગવાથી પરિવારના મોભીનો જીવ જતો તે પરિવારમાં શોકની લાગણી છવાયેલી હતી. વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોચી હતી. આ બધા વચ્ચે ખંભાતના લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે, અમારો વાંક શું હતુ ખરેખર કરવાવાળા કરી ગયા અને પાછળથી બંને કોમના લોકોએ પોતાનું કંઇનુ કંઇ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં બંને કોમના લોકો હાલ ફક્ત એક જ વાત કરી રહ્યા હતા કે, અમારો શું વાંક હતો અમને તો બસ ન્યાય આપો. અમે હાથ જોડીએ આ બાબતે કંઇ બોલવુ નથી ફક્ત ન્યાય આપે સરકાર. આમ પોલીસ ઇન્ટરનેશનલ લેવલે પહોચી ગઇ અને આ લોકોના ન્યાયની તપાસની તો ક્યાય વાત જ નથી આવતી તે સ્પષ્ટ પોલીસની વાત પરથી બહાર આવી રહ્યું છે.

ખંભાત હિંસા બાદ વાઈબ્સ ઓફ ઈન્ડિયાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

આણંદ જિલ્લાના ખંભાતમાં 10 એપ્રિલના રોજ લોકો પોત પોતાના રંગમાં રંગાયેલા હતા અને પોતાના કામમાં વ્યસ્ત હતા. તેવામાં રામ મંદિરથી નિકળેલી રામનવમી નિમિત્તની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની અને જાણે આખા વિસ્તારમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે ગુના દાખલ કર્યા બંદોબસ્તો ગોઠવ્યો હતો પરંતુ જે લોકોના પરિવારનો મોભી મોતને ઘાટ પહોચ્યો, મકાન સાથે ઘરનો સામાન અરમાનો અને દુકાન સાથે તેનો સામન અને તેના પર જ ચાલતુ ગુજરાન અચાનક અટકી ગયું હતુ. ખંભાત ટાવર પાસે ચંપલની દુકાન ધરાવતા આરીફ ઇસ્માઈલ ઘાંચી તેમના પિતાજીના સમયથી દુકાન ધરાવે છે. આરીફ ઘાંચીની દુકાન એક બિલ્ડીંગના બહાર કબાટ અને નીચે સામાન લગાવી ચલાવતા હતા. તેમની આજુ બાજુ એટલે બંને તરફ હિન્દુ જ્ઞાતિના લોકો વેપાર કરતા હતા. તેઓ ચા મંગાવતા તો અડધી અડધી સાથે પીતા હતા.

રામનવમીના દિવસે પથ્થરમારો થયો અને આ પથ્થરમારામાં રાણા પરિવારના મોભીને પથ્થર વાગ્યો હતો. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે, કનૈયાલાલ રતિલાલ રાણા (ઉ.50)ને પથ્થર વાગ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. તેમના પરિવારની જવાબદારી તેમના પર હતી. તેઓને પરિવારમાં બે દિકરા એક દિકરી છે. તેઓના અણધાર્યા મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ. પરિવાર જાણે છત વગરનો થઇ ગયો હોય તેમ મહેસુસ કરવા લાગ્યો હતો. કોણે પથ્થર માર્યો અને કેમ માર્યો તે પરિવારના સભ્યો જાણતું ન હતુ ફક્તને ફક્ત શોભાયાત્રા પર પથ્થરમારો થયો અને તેમને ક્યાકથી પથ્થર વાગ્યો અને તેમનું કરુણ મોત નિપજ્યું હતુ

આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમે કનૈયાલાલ રાણાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમના ઘરની બહાર પહોચ્યા ત્યારે ઘરને અડીને દરગાહ હતી અને તે હેમખેમ હતી એક અજંપા ભરેલી શાંતિ હતી અને તેમના ઘરમાં રડવાનો અવાજ આવતો હતો. ઘરનો દરવાજો ખખડાવતાની સાથે જ આ અવાજ રોકાઇ ગયો. ઘરની બહાર કનૈયાલાલની દિકરી આવી આંખો પાણીથી ભરેલી હતી. તેની સાથે વાત કરી તેમનો એક જ સુર હતો. અમારો વાંક શું છે, અમને તો બસ ન્યાય જોઇએ. કેવી રીતે બન્યું તે નહી કહી શકું આ બોલતા બોલતા તેના આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા, વધુમાં તેણે કહ્યું કે, જે થયુ તે યાદ કરવા નથી માંગતી અમને ન્યાય સરકાર આપે. કનૈયાલાલના બંને દિકરા ગાંધીનગર સરકારને રજુઆત કરવા ગયા હતા. મારા પિતાની હત્યા કરનારને પકડો અને કોણે માર્યા તેનો અમને ન્યાય અપાવો. આમ તેમણે ફરી હાથ જોડી કહ્યું કે, અમારો શું વાંક હતો અમને તો બસ ન્યાય જોઇએ.

આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમે કનૈયાલાલ રાણાના પરિવારની મુલાકાત લીધી હતી. ઘરની બહાર કનૈયાલાલની દિકરી આવી આંખો પાણીથી ભરેલી હતી. તેની સાથે વાત કરી તેમનો એક જ સુર હતો. અમારો વાંક શું છે, અમને તો બસ ન્યાય જોઇએ. કેવી રીતે બન્યું તે નહી કહી શકું આ બોલતા બોલતા તેના આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા, વધુમાં તેણે કહ્યું કે, જે થયુ તે યાદ કરવા નથી માંગતી અમને ન્યાય સરકાર આપે.

ખંભાતના ટાવર પાસે આવેલા બિલ્ડીંગને અડીને રોડની સાઇડમાં ચંપલનો વેપાર કરતા આરીફ ઇસ્માઈલ ઘાંચીને વાઈબ્સ ઓફ ઈન્ડિયાની ટીમ મળી હતી. તેઓએ પોતાની ઓળખ આપી કહ્યું કે, હું આજુ બાજુ બંને હિન્દુઓ વચ્ચે વર્ષોથી ધંધો કરું છુ. આ જગ્યા પર મારા પિતા વેપાર કરતા હતા અને બાજુમાં કપડાનો વેપાર કરતા મહિલાને હું માતા માનતો અને તેઓ પણ મને દિકરા સમાન માનતા હતા. મારા પિતા બાદ આ ચંપલનો વેપાર હું કરતો હતો. 35 વર્ષથી વધુ સમય થયો હું બાજુમાં કામ કરતા દક્ષાબહેન અને તેમના બહેન જયા સાથે સુખ દુખની વાતો કરતા અને વેપાર કરતા આગળ બેઠેલા ગરમ મસાલાનો પથારો ચલાવતા પ્રજાપતિ કાકા સાથે પણ વર્ષોથી સબંધ ધરાવું છું. એક વ્યક્તિ ચા મંગાવે તો અમે બંને આસપાસ ધંધો કરતા થોડી થોડી ચા પીતા હતા. મારી સાથે પડોશમાં ધંધો કરતા દક્ષાબહેનનો સામાન પણ બળી ગયો અને તેમને ભારે નુકસાન થયું છે. મારે પણ મોટું નુકશાન થયું અને હું તમામ સામન ફરી ઉધારીમાં લાવ્યો છું હવે આ ઉધારી અને ફરી પોતાનો ધંધો વ્યવસ્થિત ક્યારે કરી શકીશ તે નક્કી નથી. મેં પણ આવતા જતા લોકો અને સરકારી અધિકારીઓને કહ્યું કે, પથ્થરમારો શકરપુર થયો અને અમે અહિં વેપાર કરતા હતા ટોળું આવ્યું અને મને જોઇ ઝપાઝપી કરી આગ લગાડી દીધી હતી હવે મને વળતર કોણ આપશે, નુકશાન કોણ ભોગવશે. મારો વાંક શું હતો હું તો શાંતિથી ધંધો કરી રહ્યો હતો. મને ન્યાય અપાવો. બસ આ શબ્દો આરીફ ભાઇના પણ હતા.

દરમિયાનમાં બાજુમાં કપડાનો વેપાર કરતા દક્ષાબહેન નિરાશ થઇ બોલ્યા કે, કોઇએ આરીફભાઇના ત્યા આગ લગાવી અને તે આગની લપેટથી મારો સામાન અને નવી લાવેલી ઇસ્ત્રી સહિતની અમુક વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. મારો પરિવાર આ ધંધા પર નભે છે વર્ષોની મહેનત બાદ થોડા સામાન ખરીદ્યો અને તે પણ આ તોફાનીઓએ બાળી નાખ્યો. હું તો રસ્તા પર આવી ગઇ છું પરિવાર અને તેનું ગુજરાન ચલાવવું કેવી રીતે તે સમસ્યામાં સતત ચિંતામાં રહું છું. અમારા પરિવાર કે અમારો વાંક કંઇ ન હતો અમે ધંધો કરીએ છીએ આગ લગાવવા વાળા લગાવી ગયા અને અમારુ જીવન બગાડી ગયા.

ગરમી હોવાથી પાણીનો બોટલ પણ દક્ષાબહેન અને આરીફ ભાગમાં મંગાવતા

ગરમી હોવાથી આરીફ અને પડોશમાં કામ કરતા દક્ષાબહેન અને તેમના બહેન જયા સાથે વેપાર કરે છે. આરીફભાઇ ચંપલનો વેપાર કરે છે અને બે બહેનોને હું ક્યારે ક મદદ પણ કરું છું તેઓ કપડાનો વેપાર કરે છે. અમે ચા તો સાથે જ પીવા મંગાવીએ છીએ પરંતુ પાણીનો બોટલ પણ અડધા અડધા પૈસા ચુકવી સાથે મંગાવીએ છીએ આમ સંપીને શાંતિથી સુખ દુખના દિવસો ગાળીએ છીએ.

(તસવીર: હનિફ સિંધી)

Your email address will not be published.