Vodafone Idea News: ભારત સરકાર કંપનીનો લગભગ 36% હિસ્સો લેશે, Viના સૌથી મોટા શેરહોલ્ડર બનવા માટે તૈયાર

| Updated: January 11, 2022 12:41 pm

ભારત સરકાર પાસે હવેથી વોડાફોન આઈડિયામાં (Vodafone Idea) સૌથી મોટો હિસ્સો હશે તેવી માહિતી મળી રહી છે.વોડાફોન પીએલસી કે આદિત્ય બિરલા ગ્રુપ નહીં પણ ભારત સરકાર હવેથી હશે.ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયામાં સૌથી મોટો હિસ્સો હવે રૂપાંતરિત કરવાનો નિર્ણય કરીને ભારત સરકારને તેની મંજૂરી આપવામાં આવી છે.વોડાફોન આઈડિયાના (Vodafone Idea) બોર્ડના આ નિર્ણય બાદ કંપનીમાં તમામ શેરધારકોનો હિસ્સો ઘટી જશે અને તેની સાથે ભાગીદારી 35.8 ટકા થઈ જશે.આદિત્ય બિરલા ગ્રૂપનો હિસ્સો 17.8 ટકા હશે.

સોમવારે યોજાયેલી વોડાફોન આઈડિયાની(Vodafone Idea) બોર્ડ મીટિંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.અને તેમની જાણ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે.AGR લેણાં પર વ્યાજની કુલ રકમ 16,000 હોવાનો અંદાજ લગાવામાં આવ્યો છે.અને તેની સાથે 10ની ફેસ વેલ્યુ પર ભારત સરકારને શેર ફાળવામાં આવશે.અને તેની સાથે જ ભારત સરકારનો હિસ્સો 36 ટકાની નજીક થઈ જશે, જે કંપનીના પ્રમોટર કરતાં વધુ જોવા મળે છે.

નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં મદદ સરકારે તેમને સ્પેક્ટ્રમ પરની બાકી રકમના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મોટા હિસ્સાને કારણે સરકાર ટૂંક સમયમાં કંપનીમાં તેના ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવશેવોડાફોન આઈડિયાના (Vodafone Idea) શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ આ નિર્ણયના કારણે નાણાકીય કટોકટી ટાળવામાં મદદ મળશે.

મંગળવારે સવારે માર્કેટમાં આવેલા આ સમાચારને કારણના કારણે વોડાફોન આઈડિયાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.અને વોડાફોન આઈડિયાનો શેર સોમવારના બંધથી રૂ. 14.85 થી 18 ટકા ઘટીને સીધો રૂ. 12.05 પ્રતિ શેર થયો છે.શેરમાં ટ્રેડિંગ દરમિયાન બે વખત લોઅર સર્કિટ જોવા મળી હતી. સરકાર પાસે સ્ટોકમાં આટલો મોટો હિસ્સો હોવાને કારણે આ ઘટાડો આવ્યો જોવા મળી રહ્યો છે.

Your email address will not be published.