VoI ઇમ્પેક્ટઃ છોટા ઉદેપુર અત્યાચાર કેસમાં 11માંથી સાત આરોપીઓની ધરપકડ

| Updated: June 28, 2021 11:41 pm

વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ છોટા ઉદેપુરમાં એક આદિવાસી મહિલા પર ભયંકર શારિરીક અને જાતીય અત્યાચાર થયાનો તથા પેશાબ પીવાની ફરજ પાડવામાં આવી હોવાનો અહેવાલ આપ્યા પછી, છોટા ઉદેપુર પોલીસે કાર્યવાહી કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસને તેની કામગીરીનો શ્રેય મળવો જોઈએ, પરંતુ વાત અહીંથી સમાપ્ત નથી થતી.

આદિવાસી મહિલાએ વોઈસ ઓફ ઇન્ડિયાની ઓફિસે ફોન કર્યો હતો. તેઓ પોતાનો જીવ બચાવવા અન્ય જગ્યાએ જતા રહ્યા છે. પરંતુ તેમણે કહ્યું કે “મને બહુ બીક લાગે છે. મારે જીવતા રહેવું છે.”

છોટા ઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, “આ બહુ ગંભીર ગુનો છે. ફરિયાદી નિરક્ષર છે. અમે આઇપીસીની જુદીજુદી 11 સેક્શન લાગુ કરી છે જેમાં સેક્શન 377 પણ લાગુ છે. આ સેક્શન અકુદરતી સેક્સના ગેરબંધારણીય અને ગુનાઇત કૃત્યને લગતી છે.”

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે અસલ ફરિયાદમાં ઓરલ સેક્સની ફરજ પાડવાનો કે પેશાબ પીવા દબાણ કરવામાં આવ્યું હોવાની વાતનો ઉલ્લેખ નથી. વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલા આ અહેવાલ આપ્યો હતો.

ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે 11માંથી સાત આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.

વિનિતાના પુત્ર અજયે અન્ય ગામની પાયલ નામની યુવતી સાથે લગ્ન કર્યા તેનાથી પાયલના પરિવારજનો નારાજ હતા. જોકે, તેઓ બંને એક જ સમુદાયના છે. વિનિતાનું કહેવું છે કે લગ્ન કર્યા પછી અજય અને પાયલ તેમના ઘરે આવ્યા જ નથી. વિનિતાની ફરિયાદ પ્રમાણે પાયલના પિતા, કાકા અને પિતરાઈ તેના કાચા ઘરમાં ઘુસી આવ્યા હતા અને તેમને માર માર્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે તેને કેટલાક પુરુષો સાથે ઓરલ સેક્સની ફરજ પાડવામાં આવી હતી. તેણે જ્યારે પાણી માંગ્યું ત્યારે બળજબરીથી પેશાબ પીવાની ફરજ પાડવામાં આવી હતી. આ બધું ચિચોડ ગામે જાહેરમાં થયું હતું.

વિનિતાએ સાંજે 5.30 વાગ્યે વીઓઆઈને ફોન કર્યો અને કહ્યું કે તેને મારી નાખવાની ધમકી મળી હતી. તેણે કહ્યું, “મારે જીવવું છે.” આરોપીઓ તેમની જમીન ખાલી કરાવવા અને મકાન તથા ઢોરઢાંખર આંચકી લેવા પણ પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે ગઈકાલે રાતે બે લોકો ઘરે આવ્યા હતા અને એફઆઈઆર પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું.

પોલીસે 11માંથી સાત આરોપીઓને પકડ્યા છે, તેમની સામે સેક્સન 149 (ગેરકાયદે એકઠા થવું), સેક્શન 120 (બી) (ગુનાઇત ષડયંત્ર રચવું), સેક્શન 147 (રાયોટિંગ), સેક્શન 323 (જાણી જોઈને ઇજા પહોંચાડવી), સેક્શન 345 (ગંભીર ઇજા પહોંચાડવી) સહિતની કોલમ લગાવવામાં આવી છે.. ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે.

આ કેસની તપાસ ચલાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. પટેલે જણાવ્યું કે, “અમે પીડીતનો રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલી આપ્યો છે. અમે રાજુ રાઠોડ, વિપુલ રાઠોડ, કદુભાઈ રાઠોડ, નિલેશભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, રાજુભાઈ ભીખાભાઈ અને દિલિપ ભાઈની ધરપકડ કરી છે. મનીષ રાઠોડ, વિકેશ રાઠોડ, તેરસિંહ રાઠોડ અને રાહુલભાઈ હજુ ફરાર છે.”

પીડીતના વકીલ અશોક રોહિતે જણાવ્યું કે પીડીતના પરિવારની મદદે કોઈ ન આવ્યું ત્યારે તેઓ મારી પાસે આવ્યા. આ પરિવાર વિરુદ્ધ અન્યાયનો કિસ્સો હોવાથી મેં તેમને મદદ કરી.

જે કે પટેલે કહ્યું કે જરૂર પડે તો તેઓ પોલીસ રક્ષણ આપવા માટે તૈયાર છે.

વિવાદ કઈ વાતનો છે?

વિનિતાના 21 વર્ષીય પુત્ર અજયે 19 વર્ષની પાયલ (નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યા છે. પાયલના પરિવારને આ રજિસ્ટર્ડ મેરેજ પસંદ નથી. વિનિતાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે તેના પુત્રે 12 જૂને લગ્ન કર્યા હતા. પાયલ પણ સુરત નજીક પલસંડા ગામની આદિવાસી યુવતી છે.

વિનિતાએ કહ્યું કે લગ્નના ચાર દિવસ પછી પાયલના પરિવારજનો તેના કાચા મકાનમાં ઘૂસી આવ્યા હતા અને તેને શારિરીક ત્રાસ આપ્યો હતો.

અગાઉ છોટા ઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યું હતું કે તેમણે આ અંગે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આવા ગંભીર ગુનામાં કોઈને છોડવાનો સવાલ જ નથી.

આ પણ વાંચો : https://www.vibesofindia.com/gu/hu-pani-piva-mate-valakha/

Your email address will not be published.