રાષ્ટ્રપતિ પદ માટે મતદાન 18 જુલાઈએઃ 21 જુલાઈએ મળશે નવા રાષ્ટ્રપતિ

| Updated: June 9, 2022 3:54 pm

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 18મી જુલાઈની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. તેનું પરિણામ 21મી જુલાઈએ આવશે. આમ આપણને નવા રાષ્ટ્રપતિ 21 જુલાઈએ મળશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 15 જુને જાહેરનામુ બહાર પાડવામાં આવશે અને 29 જુન સુધી ઉમેદવારીપત્ર ભરવાના થશે.

વર્તમાન રાષ્ટ્રપતિનો કાર્યકાળ ક્યારે પૂરો થાય છે

બંધારણના અનુચ્છેદ 62 મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થાય છે અને તે પહેલા આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણી પૂર્ણ થવી જોઈએ. સંસદના બંને ગૃહોના સભ્યો ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે.

કોને મતદાનનો અધિકાર નથી

રાજ્યસભા,લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. આવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી.

અગાઉ ક્યારે થઈ હતી ચૂંટણી

ઉલ્લેખનીય છે કે 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17મી જુલાઈએ મતદાન થયું હતું અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી. તે સમયે ભાજપના બિહારના ગવર્નર રામનાથ કોવિંદ બે તૃતિયાંશ બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસના મીરાકુમાર ઊભા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ પૂરો થતો હોવાથી ચૂંટણી યોજાઈ હતી. એક

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોનું ગણિત, સાંસદના મતનું મૂલ્ય

સાંસદોના મતના મૂલ્યનું અંકગણિત અલગ છે.સૌ પ્રથમ,તમામ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોના મતોનું મૂલ્ય ઉમેરવામાં આવે છે.હવે આ સામૂહિક મૂલ્યને રાજ્યસભા અને લોકસભાના કુલ સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યા એ સાંસદના મતનું મૂલ્ય છે.

ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો દ્વારા થતું મતદાન

લોકસભા અને રાજ્યસભા સહિત 776 સાંસદો છે. 708 સાંસદના દરેક વોટનું મૂલ્ય છે. આમ નામાંકિત થયેલા સાંસદોના મતનું જ મૂલ્ય નથી. આ ઉપરાંત વિધાનસભા પરિષદના ચૂંટાયેલા સભ્યના મતનું મૂલ્ય હોતું નથી. દેશમાં બધા રાજ્યોના કુલ 4,120 વિધાનસભ્યો છે. સાંસદોના કુલ વોટનું મૂલ્ય 5,49,408 છે. ધારાસભ્યોના કુલ મતનું મૂલ્ય 5,49,474 થાય છે. રાષ્ટ્રપતિ બનવા માટે 5,49,441 મતની જરૂર પડે છે.

ધારાસભ્યના મતની ગણતરીમાં જોઈએ તો ધારાસભ્ય જે રાજ્યનો હોય તેની વસ્તી ગણવામાં આવે છે. રાજ્ય વિધાનસભાના વિધાનસભ્યોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. મૂલ્યની ગણતરી માટે રાજ્યની વસ્તીને ધારાસભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલી સંખ્યાને પછી હજાર વડે ભાગવામાં આવે છે. હવે જે આંકડો ઉપલબ્ધ છે તે રાજ્યના કુલ ધારાસભ્યના મતનું મૂલ્ય છે.

Your email address will not be published.