વાઘ બકરી, રત્નમણી ટ્યુબ્સે જીવદયા ટ્રસ્ટને ત્રણ નવી એનિમલ એમ્બ્યુલન્સનું દાન કર્યું

| Updated: April 7, 2022 5:15 pm

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ (જેસએસટી)ને એકંદરે નબળા નાણાકીય વર્ષનાં અંતે સારી ભેટ મળી છે.અમદાવાદના બે અગ્રણી કોર્પોરેટ હાઉસે ત્રણ નવી એનિમલ એમ્બ્યુલન્સનું દાન કર્યું છે. દરેક મારુતિ ઈકો એમ્બ્યુલન્સની કિંમત રૂ. 7 લાખથી વધુ છે અને તે વાઘ બકરી ગ્રુપ અને રત્નમણિ ટ્યુબ્સ દ્વારા દાનમાં આપવામાં આવી છે.આ બંને ઘણા સમયથી જેએસટીનાં સ્પોન્સર્સ છે.
જેસીટી જેવા ચેરિટેબલ ટ્રસ્ટો માટે રોગચાળાના વર્ષો મુશ્કેલ રહ્યા હતા. તેમને મળતાં દાનમાં ઘટાડો થયો હતો. જેસીટી ગુજરાતની સૌથી મોટી પશુ હોસ્પિટલ ચલાવે છે. જેનું માસિક બજેટ રૂ. 25 લાખ છે, જેમાંથી રૂ. 20 લાખ 12 ફુલ ટાઇમ વેટર્નરી ડોકટર અને સ્ટાફના પગાર ચૂકવવા પાછળ ખર્ચાય છે. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ટ્રસ્ટે તેમની કામગીરી યથાવત રાખી છે. જેસીટી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય કાર્તિક શાસ્ત્રી કહે છે કે, અમે રોગચાળાના છેલ્લા બે વર્ષમાં અમારી બચતમાંથી જરુરી ખર્ચ કર્યો છે,પરંતુ અમને હવે સ્થિતિમાં સુધારો થવાની આશા છે.

Kartik Shastri, member of the JCT Board of Trustees


જાન્યુઆરી મહિનાંમાં જેસીટીની કામગીરી વધી જાય છે. કેમકે ઉત્તરાયણ દરમિયાન પતંગથી મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે. આ વર્ષે પણ 5,000 થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તેની પાછળ રૂ. 18 લાખથી વધુ ખર્ચ થયો હતો. જેસીટીની પક્ષીઓ સંબંધિત કામગીરી જોતાં તેનાં અનુભવી એવિયન ડોકટરોની ખાસ કરીને જોખમી પ્રજાતિઓની સારવાર માટે સમગ્ર દેશમાં માંગ છે. કાર્તિક શાસ્ત્રી કહે છે, તાજેતરમાં જેસલમેરમાં ઈજાગ્રસ્ત ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડની સારવાર માટે અમને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા.તેની સર્જરી કરવાની જરુર હતી. અમારા ડોકટરોને આ માટે શ્રેષ્ઠ ગણાય છે.
જેસીટી એનિમલ હોસ્પિટલ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર આંબાવાડીના પાંજરાપોળ કેમ્પસમાં આવેલી છે.અહીં તમામ સુવિધાઓ છે. ત્યાં મોટી સંખ્યામાં કબૂતરો ઉપરાંત, એવિયન વિભાગમાં સ્ટોર્ક, ડેમોઇસેલ ક્રેન્સ, કોઠાર ઘુવડ, ઇબિસેસ અને ગ્રેલેગ ગીઝ જોવા મળે છે. આ પક્ષીઓને શહેરની બહારના વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર બાદ અહીં રાખવામાં આવ્યાં છે.અહીં સસલા અને કાચબા, બિલાડીના બચ્ચાં અને કૂતરા પણ છે જે વોર્ડમાં રાખવામાં આવે છે. જેસીટી હવે મોટા પ્રાણીઓ માટે કેમ્પસ શરૂ કરવા માગે છે અને તેના માટે તે જમીન શોધી રહ્યું છે. જેસીટીના જનરલ મેનેજર સંજય પટેલ કહે છે, નવું કેમ્પસ શહેરની બહાર હશે અને તેમાં ઊંટ, ઘોડા અને ગાયની સારવાર થઇ શકશે.


આર્થિક વિકાસની સાથે સાથે છેલ્લાં બે દાયકામાં અમદાવાદીઓમાં પ્રાણીઓને પાળવાનો શોખ વધ્યો છે. પ્રાણીઓનાં ખોરાક અને એસેસરીઝ વેચતી દુકાનો પણ હવે ઘણી બધી છે. જોકે પ્રાણીઓની સારવારની સુવિધા જોઇએ એટલી નથી. જેથી વધુને વધુ લોકો તેમના પાળતું પ્રાણીઓને જેસીટીમાં લાવે છે. જોકે ટ્રસ્ટ તેના માટે બનાવાયું નથી. તેમ છતાં ટ્રસ્ટ લોકોને નિરાશ પણ કરતું નથી. સંજય પટેલ બે વર્ષ પહેલા જેસીટીમાં જોડાયા ત્યારે માત્ર આઠ ડોકટરો અને 55નો સ્ટાફ હતો. આજે 12 ડોકટરો અને 70નો સ્ટાફ છે. તેઓ કહે છે કે,અમારું કામ વર્ષે 20 ટકાનાં દરે વધી રહ્યું છે અને તેથી ખર્ચ પણ વધી રહ્યો છે.

Sanjay Patel, General Manager, JCT


જેએસટી ગીરાબેન શાહ દ્વારા 2007માં શરૂ કરવામાં આવ્યું હતું. તેમનું કુટુંબ એક્યુમેક્સ લેબ ડિવાઇસીસ પ્રાઇવેટ લિમિટેડની માલિકી ધરાવે છે. જેસીટી તરછોડી દેવાયેલા ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર કરવા માટે જાણીતું છે. ટ્રસ્ટનો હેતું શહેરીજનોમાં અબોલ જીવો માટે કરુણાની લાગણી કેળવવાનો છે જેથી પ્રાણીઓની ક્રૂરતામાં ઘટાડો થાય.તે પ્રાણીઓની સારવાર વિના મૂલ્યે પૂરી પાડે છે, જોકે માલિકો દાન આપતાં હોય છે. (ટ્રસ્ટને અપાયેલું દાન કલમ 80જી હેઠળ કર મુક્તિને પાત્ર છે).
અમદાવાદની કેટલીક કંપનીઓ તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) સ્કીમ હેઠળ ટ્રસ્ટને દાન આપે છે. સરકારનાં આદેશ મુજબ તમામ કંપનીઓ તેમના વાર્ષિક નફાનો એક ભાગ સીએસઆર માટે ફાળવવો પડે છે.

Your email address will not be published.