બિપાશા બાસુની પ્રેગ્નન્સીની જાહેરાતની રાહ જુઓ છો? તો વાંચો આ અહેવાલ

| Updated: August 1, 2022 5:50 pm

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે મળતી માહિતી અનૂસાર બિપાશા બાસુ પ્રેગ્નેટ છે.પરંતુ તેમણે સતાવાર જાહેરાત હજુ કરી નથી.તેઓ સતાવાર જાહેરાત કરે તેની દરેક રાહ જોઇ રહ્યા છે.મળતી માહિતી અનૂસાર સેલેબ કપલ ખૂબ જ ખુશ છે અને ટૂંક સમયમાં ‘દુનિયા સાથે સારા સમાચાર’ જાહેર કરશે.

બિપાશા-કરણની લવ સ્ટોરીની જો વાત કરવામાં આવે તો બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર અલોનના સેટ પર મળ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યુમાં શેર કર્યું હતું કે તેમને બન્ને એક જ નજરમાં ગમી ગયા હતા.

30 એપ્રિલ, 2016ના તેમણે લગ્ન કર્યા હતા.જે બાદ તેમણે ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે સ્ટેરી રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં સલમાન ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન આવ્યા હતા.પરંતુ હાલ તેઓ ખુશ છે થોડા જ દિવસોમાં તેઓ જાહેરાત કરશે

બિપાશા છેલ્લે ફિલ્મોમાં 2015માં આવેલી અલોન ફિલ્મમાં જોવા મળી હતી જે બાદ તે વેબ સિરીઝ ડેન્જરસમાં જોવા મળી હતી.પરંતુ તે સોશ્યલ મિડિયામાં એકટિવ જોવા મળે છે.પોતાની રુટિનની દરેક વસ્તુઓ પોતાના ઇન્સ્ટામાં શેર કરતી હોઇ છે.જોકે બીજી બાજુ એવું લાગે કે તેણે નિવૃતિ લઈ લીધી છે.

તેના પતિની વાત કરવામાં આવે તો કરણ છેલ્લે સિરીયલ કુબૂલ હૈ માં જોવા મળ્યો હતો પરંતુ તે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળે છે.

Your email address will not be published.