લગ્ન ઈચ્છુક પરિવાર મૂંઝવણમાં, પહેલા ઈન્વીટેશન કાર્ડ અને હવે સોરી લખી રિસેપ્શન રદ કર્યું

| Updated: January 13, 2022 3:11 pm

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા સરકાર દ્વારા લગ્નમાં 400 થી સીધા 150 દેતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. નક્કી કરેલા મહેમાનું લિસ્ટ લોકો ઓછું કરવા માટે કામે લાગી ગયા છએ અને પ્રોગ્રામ મોકુફ રાખવાનો હોવાથી સોરીનું કાર્ડ પણ લખી મોકલાવી રહ્યા છે.

ગુજરાતમાં વધી રહેલા કેસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી જેમાં લગ્નમાં ફક્ત 150 લોકોને જ પરવાનગી આપી છે. જેથી જે પરિવારમાં લગ્ન હતા તે તમામ પરિવાર હાલ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. લોકો દ્વારા કરવામાં આવેલ આયોજન પર પાણી ફરી વળ્યું છે. જે પરિવારના લગ્ન માટેની તૈયારીમાં હતો તે હાલ વિચારી રહ્યા છે કે લગ્ન કરવા કે નહીં? તમામ મહેમાનોને સોરી લખીને કાર્ડ મોકલવામાં આવી રહ્યું છે. આ સાથે પાર્ટી પ્લોટનું બુકીંગ પણ રદ્દ કરી દેવામાં આવી રહ્યું છે.

શહેરમાં રહેતા એક પરિવારે જણાવ્યું કે, પરિવારે તેમના દિકરા માટે ઘણા સપનાઓ જોયા હતા અને ભવ્ય પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરતું રાજયમાં હાલ વકરી રહેલા કોરોના વાયરસને કારણે આ તમામ પ્રોગ્રામ રદ્દ કરી દેવામં આવ્યા છે અને મહેમાનોને સોરી લખીને કાર્ડ આપવામાં આવી રહ્યા છે. રાજય સરકારે હાલ જાહેર કરેલ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ફક્ત 150 મહેમાનો જ બોલાવવામાં આવ્યા છે.

Your email address will not be published.