વેનસ્ડે વાઇબ્સ

| Updated: June 8, 2022 3:48 pm

ખરાબ સમયમાં સર્જાતી ભાગીદારી (ગુનાના નહી જેમ કદાચ તમે વિચારી લીધું હોય કે વિચારતા હોય) કે જોડાણથી જે તંતુ સંધાય છે તેનો કોઈ અંત હોતો નથી. કોઈ વકીલ તેના ક્લાયન્ટને તેની સાથે જે અયોગ્ય બાબત થઈ હોય છે તેનાથી બચાવવા માટે તેનો સઘળો કાયદાકીય અનુભવ કામે લગાવી દે છે તેવું હોય છે. વરિષ્ઠ વકીલ દેસાઈ આ વાતને ટૂંકમાં જણાવે છેઃ “વકીલ તરીકે તમારા ક્લાયન્ટને દુશ્મન, ન્યાયાધીશ અને કાયદાથી બચાવો છો. તેના પછી ક્લાયન્ટ કાયમ માટે તમારો થઈ જાય છે, તેની તમારા પ્રત્યેની વફાદારીનો ક્યારેય અંત આવતો નથી.”

વરિષ્ઠ કોર્પોરેટ વકીલ સાથે કામ કરતા જુનિયર વકીલોએ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. સામાન્ય રીતે કરચોરીની વાત આવે છે ત્યારે સરકાર અમારા અસીલની દુશ્મન (અમે આવું કશું કહી રહ્યા નથી, ફક્ત સાંભળ્યું છે તેનું રિપોર્ટિંગ કરી રહ્યા છીએ) હોય છે. જુનિયરોએ સપ્તાહો સુધી દિવસના 16-16 કલાક કામ કરીને કેસની હકીકતોને કાયદાકીય નિયમોને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક રીતે રજૂ કરવી પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જીએસટી કેસોનું નીતિગત અમલીકરણ.

હમમમ.. આટલી જબરજસ્ત મહેનત. કાયદાને ચાતરી જવા માટે તેનો અભ્યાસ કરવો અને પછી તેને વ્યવહારમાં ઉપયોગમાં લાવવા માટે ફક્ત પુસ્તકિયુ મગજ ન ચાલે. તેથી જ આપણા પ્રિય ન્યાયાધીશ પારડીવાલાનું નિવેદન આ સંદર્ભમાં ઘણુ યોગ્ય છે: “જીએસટી સમજવા કરતા ચંદ્ર પર પહોંચવુ વધારે સરળ છે.”

શું આપણે આ પ્રકારનો જબરજસ્ત સંઘર્ષ કરતા વકીલોને અભિનંદન આપવા જોઈએ કે જીએસટી કાયદા પર નવેસરથી કામ કરાય તે માટે પીટીશન દાખલ કરવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરવી જોઈએ?

ધારાસભ્ય સ્વર્ણિમ સંકૂલ આગળ જ બગડ્યા

ગુજરાત સરકારનું પોલિટિકલ પાવર સ્ટેશન એટ્લે સચિવવાલયનું સ્વર્ણિમ સંકૂલ. પરંતુ આ સ્વર્ણિમ સંકૂલમાં આવવાથી માત્ર ધારાસભ્ય કે જનતાની સમસ્યાનું સમાધાન કે સુલેહ આવતો નથી. એક યુવા ધારાસભ્ય રજૂઆત કરવા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સ્વર્ણિમ સંકૂલથી બહાર નીકળીને સ્વર્ણિમ સંકૂલ નીચે જ અધિકારીઓ પર બગડયા હતા. ધારાસભ્ય ધ્વારા કહેવામા આવ્યું હોવા છતાં સમસ્યા મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ધારાસભ્યએ અધિકારીઓને ફોન કરી ખખડાવ્યા હતા અને કામ નહિ થાય તો આગળ ક્લેક્ટરને રજૂઆત કરવાની કડક ચીમકી આપી હતી.

કોંગ્રેસી ધારાસભ્યોની આગતા સ્વાગતા થાય પણ કામ માત્ર જ થાય

સ્વર્ણિમ સંકૂલમાં સોમવારે જનતાનો દિવસ હોય છે અને મંગળવારે ધારાસભ્યો મોટે ભાગે આવતા હોય છે. પ્રોટોકોલ હોય કે આદર ભાવ, કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રીઓ સંપૂર્ણ આદર અને સન્માન સાથે આવકાર આપે છે. કોંગ્રેસી ધારાસભ્યો સૂચનો અને રજૂઆત પણ કરે છે. પણ જ્યારે તેના પાલનની વાત આવે છે, ધારાસભ્યોની રજૂઆત પ્રમાણે સંપૂર્ણ કામ થતાં હોય એવી ઘટનાઑ ઓછી જ બનતી હોય છે.

મેડિકલ કીટ પોલીસ સ્ટેશનમાં બંધ થઇ, પરંતુ 30 હજારનું ભરણ ચાલું

શહેરના 50 જેટલા પોલીસ સ્ટેશન અને ઉચ્ચ ઓફિસરોની ઓફિસો બહાર મેડિકલ કીટ સાથે એક યુવક બેસતા હતા. તેના વતિ દરેક પોલીસ સ્ટેશનના પીઆઇ કે તેના અંગત માણસોએ યોગેશ નામના શખસને 30 હજાર આપવા પડતા હતા. આ કૌભાંડ વર્ષો સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એસીબીના અધિકારીઓ તો ઠીક ગૃહ વિભાગ સુધી જાણકારી હોવા છતાં ફુલ્યું ફાલ્યું હતુ. તેમ છતાં આ પૈસા એક ચોક્કસ સોશિયલ મિડીયાના કલાકાર સિનિયર અધિકારીને મળતા હોવા છતાં કોઇ કાર્યવાહી સરકાર કરવા તૈયાર નથી. કેમકે આ અધિકારી અને તેમનો યોગેશ જે સરકારના નજીક હોવાની લોકોને વાત કરે છે જોકે તેમ હોઇ શકે એટલે જ કોઇ કાર્યવાહી ન થતી હોવાની લોકોમાં ચર્ચા છે. મેડિકલ કીટ માટે પોલીસ સ્ટેસન પાસેથી પૈસા લેવાતા હતા તેવામાં આ ટ્રસ્ટનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે મેડિકલ કીટ અને માણસો પોલીસ સ્ટેસન બહારથી હટી ગયા પરંતુ હજુ પણ આ પૈસા લેવા માટે યોગેશ દરેક પોલીસ સ્ટેસન પહોચી જાય છે અને જો કોઇ અધિકારી પૈસા ન આપે તો તેને કલાકાર સિનિયર અધિકારી પોતાના પાસે બોલાવી ધમકાવે છે આ પણ ગૃહ વિભાગ સુધી જાણ હોવા છતાં તેમના વિરુધ્ધ કોઇ કાર્યવાહી થતી નથી.

Your email address will not be published.