કોરોનાની આર્થિક અસરથી પશ્ચિમ રેલ્વે મુક્ત, 86 દિવસમાં 1900 કરોડની આવક કરી

|India | Updated: June 30, 2022 8:53 pm

અમદાવાદ : ભારતીય રેલ્વે ના અમદાવાદ ડિવિઝન-મંડળે 1900 કરોડની આવકનો આંકડો પાર કર્યો છે અને ફ્રેઇટ લોડિંગ આવકમાં રૂ. 1600 કરોડનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

કોરોના કાળમાં રેલ વ્યવહાર પર અસરો જોવા મળી હતી અને સરકારની ધોળી નસ સમાન રેલ્વેની આવકમાં તેની માઠી અસરો પડી હતી. કોરોનાની સ્થિતિ હળવી થતાં અને રેલ વ્યવહાર રાબેતા મુજબ શરૂ થતાં આવકમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યા છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેની આવક વધારવા માટે  પ્રયાસો કરી રહ્યું છે અને તેની ગતિ જાળવી રાખી છે.  અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54% વધુ છે.

અમદાવાદ મંડળે  આ 86 દિવસમાં ફ્રેટ લોડિંગ આવકમાં રૂ. 1600 કરોડનો આંકડો પૂરો કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 1124.89 કરોડ જેમાં 42.53% નો વધારો થયો છે. મંડળ રેલ પ્રબંધક શ્રી જૈને માહિતી આપી હતી કે મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સક્રિય માર્કેટિંગ પ્રયાસો અને નીતિઓમાં ધરખમ ફેરફારોને કારણે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે.

મંડળ રેલ પ્રવક્તા અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું કે  વિવિધ ક્ષેત્રોમાં બોર્ડ દ્વારા નીતિઓમાં મોટા ફેરફારો અને મહત્તમ માર્કેટિંગ પ્રયાસોને પરિણામે આવકમાં સતત વધારો થયો છે. અમદાવાદ મંડળમાં 25મી જૂન 2022ના રોજ ગાંધીધામ વિસ્તારમાંથી 2716 વેગન લોડ કરવામાં આવ્યા હતા જે અત્યાર સુધીમાં એક દિવસનું મહત્તમ લોડિંગ છે. જે 21 જૂન 2022ના અગાઉના શ્રેષ્ઠ લોડિંગ 2683 વેગન કરતાં 33 વેગન વધુ છે. 

Your email address will not be published.