કોફી વિથ કરણ 7 પર આમિર ખાનએ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ વિશે શું કહ્યું?

| Updated: August 4, 2022 2:56 pm

કોફી વિથ કરણ 7 પર,આમિર ખાન જોવા મળ્યા હતા.જેમાં તેણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.આ સાથે તેમણે જણાવ્યું કે બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી રહી નથી એનું કારણ શું છે.

કોફી વિથ કરણ 7 એપિસોડ 5 માં લાલ સિંહ ચઢ્ઢાના સહ કલાકારો જોવા મળ્યા હતા જેમાં આમિર ખાન અને કરીના કપૂર ખાન મહેમાન તરીકે જોવા મળ્યા હતા.તેમણે કરણ સાથે વાતોની આપ લે કરી હતી

વાતચીત દરમિયાન, આમિર ખાને ખુલાસો કર્યો કે તે બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢાના પ્રદર્શનને લઈને ચિંતિત છે.

આ પહેલા આમિર ખાન અને કરીના કપૂર બંને અગાઉ કોફી વિથ કરણમાં જોવા મળી ચૂક્યા છે. જ્યારે આમિર બે વાર સોલો અને એક વાર ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે પણ જોવા મળ્યો હતો.કરીના શાહિદ કપૂર , રાની મુખર્જી, સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે શોમાં જોવા મળી છે .

શોના આગામી મહેમાનો કેટરિના કૈફ અને ઈશાન ખટ્ટર છે, જેઓ ટૂંક સમયમાં હોરર-કોમેડી ફોન ભૂતમાં સાથે જોવા મળશે.

Your email address will not be published.