પરાજય બાદ કોંગ્રેસમાં સોપોઃ આગળ વધુ મહેનત કરવાની વાતો

| Updated: October 10, 2021 2:05 pm

ગાંધીનગર મનપાના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ આ વિશે વાત કરવા જ તૈયાર નથી, ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “ભાણવડમાં તેમની જે જીત થઇ છે, તે માટે તેઓ જનતાને આભારી છે. ભાજપ ભલે ગુંડાગીરી કરે, અને જીતવાના ગતકડા કરે પરંતુ ભાણવડની જનતાએ તેમને પોતાની પસંદગી બતાવી દીધી છે.”

તાલુકા પંચાયતમાં 14 બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે અને જીલ્લા પંચાયતની ૩ બેઠકો પર વિજય થયો છે, અમે ગાંધીનગર મનપાની ચુંટણીમાં ક્યાં કસર રહી ગઈ તે ચોક્કસથી જોઈશું.

ઉલ્લેખનીય છે કે 2016માં ગાંધીનગરમાં કોંગ્રેસને ફાળે 15 બેઠકો ગઈ હતી, અને હવે આ વખતે કોંગ્રેસને ફાળે માત્ર બે જ બેઠકો આવી છે. આ અંગે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી એ કહ્યું કે, “અમે આગળ વધુ મહેનત કરીશું ખંત સાથે લડત આપીશું.”

Your email address will not be published. Required fields are marked *