WhatsApp: તમારા ખાસ કોન્ટેક્ટના મેસેજ સાથે વાગશે ખાસ સાઉન્ડ,આ રીતે કરી શકો છો એક્ટિવેટ

| Updated: January 6, 2022 3:17 pm

2022માં WhatsApp અલગ અલગ પ્રકારના અપડેટ લાવી રહ્યું છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે તો નવા ફીચર્સની તો સમયે સમયે તે નવા ફીચર્સ લાવે છે.અને લોકની ઇચ્છાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે.તેની સાથે આ વખતે WhatsApp નવા ફીચર્સ લાવી છે.જેમાં તમારા ખાસ લોકોની ખાસ ટયુન સાંભળવા મળશે.

WhatsAppનો ઉપયોગ કરતા લોકો તેના નવા નવા ફીચર્સથી ઘણા ખુશ જોવા મળે છે.અને તેને લઇને તેમનો અનૂભવ સારો રહે માટે નવા ફીચર્સ લાવતું રહે છે.આ પહેલા પણ તેમના દ્રારા પેમેન્ટની સુવિધા બહાર પાડવામાં આવે છે.

ફોનમાં કૉલ કરવા માટે ચોક્કસ સંપર્ક પર અલગ રિંગટોન સેટ કરી થઇ શકશે.ટોન, વાઇબ્રેશન, પોપઅપ અને લાઇટ જેવી કેટેગરીઝ માટે સૂચનાઓને પણ કસ્ટમાઇઝ કરી શકો છો.

નોટિફિકેશન ટોન સેટ કરવાની પ્રોસેસ શું છે?
તમારા ફોનમાં WhatsApp પર જવું પડશે.અને પછી તમારે એક સંપર્ક પસંદ કરવો પડશે જેના માટે તમે સ્પેશિયલ નોટિફિકેશન સેટ કરવા ઇચ્છો છો. તે કોન્ટેક્ટના ચેટ બોક્સમાં જઈને તમારે ખૂણા પરના ત્રણ ડોટ્સ પર ટેપ કરીને આ કરી શકો છો.અને તેમાં View Contact નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.અને તેની સાથે કસ્ટમ નોટિફિકેશનનો વિકલ્પ આવશે અને તેની સાથે જ આ સંપર્ક સેટ કરીને પસંદ કરી શકશો.

Your email address will not be published.