વડાપ્રધાન મોદીને શું સૌથી વધુ ભાવે છે? જાણો સોશિયલ મીડિયાના અનુભવો

| Updated: September 23, 2021 8:55 am

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 વર્ષના થઈ ગયા. પીએમ મોદીની ખાણીપીણીમાં ખાસ રૂચિ અંગે બધાને ખબર છે. ખીચડીથી લઈને લીટ્ટી ચોખા સુધી, તે ઘરે બનાવેલી દરેક વાનગીઓનો આનંદ માણે છે. દર વર્ષે તેના જન્મદિવસે, તે તેની માતા હીરાબાને રૂબરૂ મળી આશીર્વાદ લેતા હોય છે અને ઘરના ભોજનનો પણ આનંદ લે છે. ભારતીય ભોજન પ્રત્યેના તેમના પ્રેમ પર એક નજર નાંખીએ. તેમના દ્વારા કરવામાં આવેલી વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં તેમનો ખોરાક પ્રત્યેનો પ્રેમ છલકાય છે.

આયુર્વેદિક આહારમાં રૂચિ

એપ્રિલ મહિનામાં તેમણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી જેમાં લીમડાના ફૂલો, લીમડાના પાન અને મિશ્રી ખાવાના ફાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો. ચૈત્રી નવરાત્રીના પ્રસંગે, તેમણે આ પોસ્ટ શેર કરી અને કેપ્શન આપ્યું, “હિન્દુ નવા વર્ષની શરૂઆતમાં દેશભરમાં કેટલાય લોકો પાસે લીમડો અને મિશ્રીનો રસ પીવે છે.” તેમણે આગળ લખ્યું છે, “ચૈત્ર નવરાત્રિ દરમિયાન, હું પણ લીમડાના કોમળ પાંદડા અને ફૂલોમાંથી રસ તૈયાર કરું છુ.”

પીએમ મોદીને ભારતીય થાળી પસંદ છે

2019માં, મોદીએ ગુજરાતમાં તેમની માતાની મુલાકાત લઈ તેમની માતા દ્વારા ઘરે બનાવેલી ભારતીય થાળી આરોગી હતી, જેમાં તવા રોટલી, દાળ, શાક અને સલાડનો સમાવેશ થાય છે.

કેરી ખાવાની રૂચિ  

એપ્રિલ 2019માં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથેની મુલાકાતમાં, તેમણે કેરી પ્રત્યેના પોતાના પ્રેમ અને બાળપણના દિવસોમાં ખેતરોમાં ઝાડમાંથી કેરી કેવી રીતે તોડવી તેનો ઉલ્લેખ કર્યો હતો.

લીટ્ટી ચોખા ખાવાનો આનંદ

ફેબ્રુઆરી 2020 માં, તેમણે દિલ્હીમાં હુનાર હાટની મુલાકાત લીધી અને બિહારની લોકપ્રિય વાનગી લિટ્ટી ચોખા માણવાનો અનુભવ શેર કર્યો હતો. તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે, “લંચ માટે લિટ્ટી ચોખા ઉત્તમ છે. શું તમે આ સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ ચાખ્યો છે?” તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ જ તસવીર કેપ્શન સાથે શેર કરી હતી. “ચાના ગરમ કપ સાથે બપોરના ભોજનમાં સ્વાદિષ્ટ લિટ્ટી ચોખા… #HunarHaat.”

ડ્રમસ્ટિક પરાઠા બહુ ભાવે!

સપ્ટેમ્બર 2020 માં, તેમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી, અને સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને લેખક રૂજુતા દિવેકર સાથે વાત કરતી વેળાએ, તેમણે ડ્રમસ્ટિક પરાઠા બનાવવાની તેમની રેસીપી વિશે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે તેઓ હજુ પણ અઠવાડિયામાં એક કે બે વાર તે ખાય છે.

ખીચડી પ્રેમી

એક મુલાકાતમાં તેણે એક વખત ખીચડી ખાવાના અને તેના પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ ખુબ જ વ્યસ્ત રહેતા હતા ત્યારે, તેમણે તેમની મોડી રાતની ખાવાની આદતોનો ઉલ્લેખ કર્યો જેમાં ખીચડી બનાવવાની સરળ રેસીપીનો સમાવેશ થાય છે.

જળ એ જીવન છે

તેઓ તેમની સંતુલિત જીવનશૈલી માટે જાણીતા છે જેમાં સરળ અને સ્વસ્થ આહાર અને ગરમ પાણીનો પણ સમાવેશ થાય છે. 2016માં તે જાણવા મળ્યું કે, નવરાત્રિના 9 દિવસના ઉપવાસ દરમિયાન, તેઓ શરીરને તંદુરસ્ત અને ઉર્જાવાન રાખવા માટે માત્ર નિયમિત અંતરાલે ગરમ પાણી પીવે છે.

Post a Comments

1 Comment

  1. Umakant Mankad

    જે દેશની ગરીબી ભૂખે સુતી હોય તેને મનમોહક ખાવા વાળો પ્રધાનમંત્રી મળે તેનાથી વધુ કમનશીબી કોની હોય શકે ?

Your email address will not be published. Required fields are marked *