સમરવેરમાં વ્હાઇટ રંગની બોલબાલા

| Updated: April 6, 2022 10:57 am

ઉનાળાનું સત્તાવાર રીતે આગમન થઇ ગયું છે. આ વાઇબ્રન્ટ અને સફેદ (વ્હાઇટ) રંગોની મોસમ છે. તમારા ઉનાળાના વસ્ત્રો કેવા હોવા જોઈએ તેના પર અમારી ટીપ્સ અહીં છે. સૌથી મહત્વનું એ છે કે ભારતનાં ઉનાળામાં આરામ જરુરી છે. શરીરને ઠંડુ રાખવા માટે ઉનાળાના કપડાં આરામદાયક અને ખુલતાં, તેમજ ત્વચા માટે અનુકુળ હોવા જોઈએ.

દર વર્ષની જેમ, ડિઝાઇનર્સ સફેદ (વ્હાઇટ) રંગો સાથેની કૂલ થીમ્સ, અને ઓછામાં ઓછી જ્વેલરી સાથેની ડિઝાઇન બનાવી રહ્યા છે. અમદાવાદમાં આ ઉનાળાનો ફેશન ટ્રેન્ડ શું છે?

ડિઝાઇનર્સ અને સ્ટાઈલિસ્ટ્સ 2022ના ઉનાળાના કલેક્શનમાં ઔપચારિક અને કેઝ્યુઅલ વેર બંને માટે ફેબ્રિક બેલ્ટ અને મણકાની જ્વેલરી સાથે સફેદ સહિતનાં રંગોની પસંદગી કરે છે.

આ વખતે ખાદી, લિનન અને કોટન આધારિત મોનોક્રોમની સાથે કો-ઓર્ડ્સ અને બેલ્ટ, મિનિમલ જ્વેલરી અને પીચ મેકઅપનો ટ્રેન્ડ છે. દેખાવને વધુ આકર્ષક બનાવવા તેને કમર બેલ્ટ અથવા બ્રેસલેટ સ્ટેક સાથે પહેરી શકાય છે. ફ્લેર પેન્ટ્સ, વાઈડ-લેગ ટ્રાઉઝર, બેલ બોટમ્સનો પણ ટ્રેન્ડ છે. મોટી બ્રાન્ડ્સ વિવિધ પ્રકારનાં મટિરિયલમાં તેને રજુ કરે છે તેમ શહેર સ્થિત ફેશનિસ્ટા સેજલે જણાવ્યું હતું.

તે કહે છે કે,એકદમ કેઝ્યુઅલ સેટિંગ્સમાં, સરસ ક્રોપ ટોપ સાથેના લૂઝ પેન્ટ અને સ્નીકર્સ સાથે ટી-શર્ટ અને કેટલીક ઓછી એક્સેસરીઝ ખૂબ સરસ રહે છે.

ફોર્મલ સેટિંગ્સમાં, કોઈ એક સરસ ક્રિસ્પ કોટન શર્ટ અથવા ટોપ સાથે તેના જેવું પેન્ટ પહેરીને તેને અલગ લુક આપી શકાય છે. તમારી જાતને વધુ કોર્પોરેટ લુક આપવા માટે એક સરસ ફોર્મલ બેલ્ટ,કોર્ટ શૂઝ, થોડી બ્રેસલેટ સાથેની વોચ અને લિનન બ્લેઝર પહેરો તેમ સેજલ કહે છે. લાઇલેક, પિસ્તાચિયો ગ્રીન, બ્લુ,પી બ્લુ અને પિંક કલરની પસંદગી એકદમ યોગ્ય રહેશે. જો આ તમને બરોબર ના લાગે તો પછી વ્હાઇટ તો છે જ.

મુદિતા પટેલ

અમદાવાદ સ્થિત ડિઝાઇનર મુદિતા પટેલને સફેદ રંગ પસંદ છે. સફેદ રંગનો દબદબો છે. એક સ્ટાઈલિશ અને ડિઝાઈનર તરીકે હું માનું છું કે આ ઉનાળામાં પેસ્ટલ્સ અને ફ્લોરલ વધુ પડતાં દેખાય છે અને તેથી હવે કોઈ પણ વ્યક્તિ સફેદ કે હળવા રંગોના શેડ્સ પર શિફ્ટ થઈ શકે છે. ફેબ્રિક બેલ્ટ અને ફેબ્રિક મણકાવાળી જ્વેલરી એવી વસ્તુ છે જે હવે દરેકનાં વોર્ડરોબમાં હોવી જોઈએ કારણ કે તે પોસાય તેવી છે અને ત્વચા માટે પણ અનુકુળ છે.

મુદિતાની સૂચવેલી સ્ટાઇલ
કમલદીપ કૌર

સાડી ક્યારેય સ્ટાઈલની બહાર જઈ શકતી નથી તેવી માન્યતા સાથે ડિઝાઈનર અને સ્ટાઈલિસ્ટ કમલદીપ કૌર સંમત નથી. ઉનાળામાં સાડીઓ એટલી આરામદાયક હોતી નથી એવી પ્રચલિત માન્યતાને સામે તે કહે છે કે, હકીકતમાં ઓર્ગેન્ઝા, કોટન અથવા મલમલ જેવાં યોગ્ય, સોફ્ટ અને ત્વચાને અનુકુળ મટિરિયલમાંથી બની હોય તો સાડી વધુ આરામદાયક હોય છે. તેમાં હવાની અવરજવર સારી રીતે થાય છે અને ત્વચાને પણ મુક્ત રાખે છે. ફોર્મલ લુક માટે કોઈ તેને સફેદ શર્ટ સાથે પહેરી શકે છે અને કોઇ તેની સાથે સ્ટેટમેન્ટ જ્વેલરી જેમ કે મણકાવાળા બેલ્ટ અથવા મેટલ બેલ્ટ સાથે પહેરી શકે છે.

રંગીન અથવા લહેરિયા જેવી ડિઝાઈન સાથેની સાડીને સાદા ટી-શર્ટ અથવા ફંકી શર્ટ સાથે જોડી શકાય છે અને સાથે સાથે ફંકી ચોકર પણ પહેરી શકાય છે, જો આઉટફિટમાં થોડું બ્લિંગ ઉમેરવાની જરૂર હોય તો. ઉપરાંત, સાડીને આજકાલ ડેનિમ, જેકેટ્સ અને બેલ્ટ સાથે જોડી શકાય છે જે મેટલ અથવા ફેબ્રિકના અને મણકાની સજાવટ સાથે હોય છે.

Your email address will not be published.