WHOએ ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે માન્ય કરી

| Updated: November 3, 2021 5:42 pm

ભારત બાયોટેકની દેશી રસી કોવેક્સિનને WHOએ ઇમરજન્સી ઉપયોગ માટે માન્યતા આપી છે. કોવેક્સિનને માન્યતા આપવા અંગે ઘણા સમયથી વિલંબ થઈ રહ્યો હતો. ભારતમાં કરોડો લોકોએ કોવેક્સિન લીધી છે પરંતુ વિદેશમાં કેટલાક દેશોમાં માન્યતા મળી ન હોવાથી પ્રવાસીઓને પરેશાની થતી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવેક્સિનની અસરકારકતા અંગે ડેટા મગાવવામાં આવ્યો હતો અને તેના આધારે હવે કોવેક્સિનના ઇમરજન્સી યુઝને માન્યતા મળી છે.

બુધવારે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ની ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપની બેઠક મળી હતી જેણે આ અંગે અંતિમ નિર્ણય લીધો હતો.
કોવેક્સિન હવે હૂની વિધિવત માન્યતા મેળવવાની દિશામાં એક પગલું આગળ વધી છે તેમ કહી શકાય. હૂએ જણાવ્યું છે કે ભારત બાયોટેકની રસીને 18 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે ઉપયોગમાં લઈ શકાશે.

કોવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવે છે.

Your email address will not be published.