ભારતના FMCG સેક્ટરમાં સૌથી તગડો પગાર મેળવનારા CEOs કોણ છે?

| Updated: September 10, 2021 8:38 am

નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) સુરેશ નારાયણન ભારતમાં FMCG ઉદ્યોગમાં સૌથી વધુ પગાર મેળવનાર CEO બન્યા છે. HULના સીએમડી સંજીવ મહેતાને મહાત આપીને તેમણે આ સ્થાન હાંસલ કર્યુ છે. CY2020ના નેસ્લેના વાર્ષિક અહેવાલ મુજબ નારાયણે 17.19 કરોડ રૂપિયાનો સરેરાશ પગાર લીધો હતો, જે CY19માં તેમણે લીધેલા 16.17 કરોડ રૂપિયાની તુલનામાં 6.3 ટકા વધારે હતો.

દરમિયાન સંજીવ મહેતાનો પગાર, જે નાણાકીય 2020માં 19.42 કરોડ રૂપિયા હતો, તે નાણાકીય વર્ષ 2021માં 21 ટકા ઘટીને 15.4 કરોડ રૂપિયા થઈ ગયો. તેઓ દેશમાં બીજા ક્રમનો સૌથી વધુ પગાર મેળવનાર એક્ઝિક્યુટિવ છે. ત્યારબાદ મેરિકોના સૌગત ગુપ્તા 14.02 કરોડ રૂપિયાનું પેકેજ ધરાવે છે.

વાર્ષિક અહેવાલો અનુસાર નારાયણનનો પગાર નેસ્લે ઇન્ડિયાના કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 137 ગણો વધારે હતો, જ્યારે મહેતાનો વાર્ષિક પગાર કર્મચારીઓના સરેરાશ પગાર કરતા 122 ગણો વધારે હતો, તો ગુપ્તાનું પેકેજ 123 ગણું વધારે છે.

નાણાકીય વર્ષ 2019 માં, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના એમડી અને સીઈઓ વિવેક ગંભીર સૌથી વધુ રૂપિયા 20.09 કરોડ વેતન મેળવનાર એફએમસીજી એક્ઝિક્યુટિવ હતા. જૂન 2020 માં ગંભીરે કંપનીમાંથી રાજીનામું આપ્યા બાદ ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજની પુત્રી નિસાબા ગોદરેજને MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે COVID-19 રોગચાળાની અસરને કારણે ગોદરેજે વર્ષ 2020-21 માટે મહેનતાણું માફ કરી દીધું. GCPL એ મે મહિનામાં સુધીર સીતાપતિને તેના MD અને CEO તરીકે નિયુક્ત કર્યા હતા.

ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે એમડી અને સીઈઓ સુનીલ ડિસૂઝાને મહેનતાણામાં રૂ. 10.49 કરોડ ચૂકવ્યા હતા, જ્યારે નાણાકીય વર્ષ 2020 માં તેમના પુરોગામી અજોય મિશ્રાને 4.3 કરોડ રૂપિયા મળ્યા હતા.

નાણાકીય વર્ષ 2020નો સંજીવ પુરીનો પગાર 6.61 કરોડ રૂપિયા હતો જે 47 ટકા વધીને 2021માં 11.95 કરોડ સુધી પહોંચ્યો હતો. પુરીનો કુલ પગાર ITC કર્મચારીઓના સરેરાશ પગાર કરતા 222 ગણો વધારે હતો.

બ્રિટાનિયાના એમડી અને સીઈઓ વરુણ બેરીનું પે પેકેજ નાણાકીય વર્ષ 2020માં 9.78 કરોડથી 7.46 ટકા વધીને 10.52 કરોડ રૂપિયા થયું છે.

સૌગત ગુપ્તાનું મહેનતાણું 2 ટકા વધ્યું હતું, જ્યારે ઇમામીના એમડી સુશીલ ગોયન્કાનો પગાર 1.4 કરોડ યથાવત રહ્યો. જો કે, તે કંપનીના પ્રમોટર છે તે જોતાં, ગોએન્કાની ચૂકવણીમાં ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે અને વાર્ષિક અહેવાલના આંકડા કરતાં ઘણો વધારે હોઈ શકે છે.

Your email address will not be published. Required fields are marked *