WHOના ડાયરેકટરે આપી ચેતવણી : ઓમીક્રોન વેરિઅન્ટને હળવાશમાં ના લઇ શકાય

| Updated: January 8, 2022 4:13 pm

WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટ્રેડોસે જણાવ્યું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ઓછો ગંભીર છે. ખાસ કરીને એવા લોકોમાં કે જેમને રસી આપવામાં આવી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેને અગાઉના વેરિઅન્ટની જેમ હળવાશમાં ન ગણી શકાય.

તેમણે ચેતવણી આપી હતી કે ઓમિક્રોનના કારણે લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને તેમના જીવ પણ જઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હકીકતમાં, નવા પ્રકારથી સંક્રમિત કેસોની સુનામી એટલી મોટી અને ઝડપી છે કે તે વિશ્વભરની આરોગ્ય પ્રણાલીઓ પર અસર કરી રહી છે.

આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ ડોઝ તમામ ચેપ અને ટ્રાન્સમિશનને રોકી શકતી નથી, પરંતુ તે આ વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને ઘટાડવામાં અત્યંત અસરકારક છે. તેમણે કહ્યું કે રસીકરણ તેમજ સાર્વજનિક સ્વાસ્થ્ય સામાજિક પગલાં, જેમાં સારી રીતે ફિટિંગ માસ્ક પહેરવા, અંતર રાખવું, ભીડને ટાળવી અને વેન્ટિલેશનમાં સુધારો કરવો, વાયરસને રોકવા માટે મહત્વપૂર્ણ છે.

WHOના ડોકટર કેથરિન સ્મોલવુડે ઓમિક્રોનને હળવાશથી ન લેવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ નવા વેરિઅન્ટને લઈને સાવધાન રહેવાની જરૂર છે. ઓમીક્રોન લગભગ 128 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે.

WHO પ્રમુખ ટેડ્રસ અધનોમે જણાવ્યું હતું કે, કોરોનાનો નવો વેરિયન્ટથી રેકોર્ડ સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ઓમીક્રોને ઘણાં દેશોમાં ડેલ્ટા વેરિયન્ટને પાછળ છોડી દીધા છે. કોરોના વાયરસની નવો વેરિયન્ટ ઓમિક્રોન સ્ટ્રેઈન અગાઉના વેરિયન્ટસ કરતાં ઓછો ખતરનાક હોવાનું કહેવાય છે. પરંતુ WHOએ દાવો કર્યો છે કે, ઓમિક્રોન વિશ્વભરના લોકોની જીવ લઈ રહ્યો છે. તેને હળવાશમાં ન લઈ શકાય.

Your email address will not be published.