ગુજરાતની રાજધાનીમાં આવકવેરા વિભાગને પોતાની કચેરી બનાવતા કોણ રોકી રહ્યુ છે?

| Updated: May 24, 2022 3:00 pm

અમદાવાદઃ કેન્દ્ર સરકારના અત્યંત મહત્વના વિભાગ અંગે સાંભળવામાં આવ્યું છે કે ત્યાં ટોચનું પદ ફક્ત એટલા માટે ખાલી રાખવામાં આવ્યું છે કેમકે તેમના બેસવા માટે જગ્યા નથી અને તે પણ રાજ્યની રાજધાનીમાં?  ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તમારું સ્વાગત છે.

ફક્ત આવકવેરા વિભાગનો હોદ્દો જ નહી પણ ભારતીય મહેસૂલી ખાતાના અધિકારીઓ અને તેમના કર્મચારીઓ માટે કમસેકમ બીજી 30 જગ્યા ખાલી છે. તેની પાછળનું કારણ ફક્ત એટલું છે કે તેમના બેસવા માટે જગ્યા નથી.

વાત અહીંયા પૂરી થતી નથી, પણ અહીંથી શરૂ થાય છે. વર્તમાન ઓફિસ પણ ભાડાના મકાનમાં ચાલે છે અને તે પણ સંપૂર્ણ ઓફિસ નથી. આ કચેરી  6JCW + RHJ માં આવેલા એડિશનલ ઇન્કમ ટેક્સ ઓફિસ બિલ્ડિંગ, ઉદ્યોગ ભવનની પાસે, સેક્ટર 11, ગાંધીનગર બે માળમાં ચાલે છે.

ગાંધીનગરમાં આઇટી વિભાગમાં ઓછામાં ઓછા 80 લોકો કામ કરી રહ્યા છે. તેમા 50 અધિકારીઓનો રીતસર પરેશાન થયેલો સમૂહ છે. આવકવેરા વિભાગના પ્રોટોકોલ મુજબ ટોચના અધિકારીઓ માટે એક કેબિનની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ કમનસીબે કચેરીમાં અમારી પાસે પૂરતી જગ્યા નથી, એમ ગાંધીનગર વિભાગના એડિશનલ ઇન્કમ ટેક્સ ઓફિસરે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું.

છ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને અમે એક નવી ઓફિસ ફાળવવા વિનંતી કરી છે પરંતુ હજી સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. ફાઇલ એક વિભાગમાંથી બીજી વિભાગમાં ફરી રહી છે. આવકવેરા વિભાગે છ વર્ષ પહેલા નવી ઇન્કમ ટેક્સ કચેરી માટે જમીન ખરીદી હતી. તે સેક્ટર 11ના સચિવાલય સંકુલમાં આવેલો આ પ્લોટ હજી એમને એમ પડેલો છે. આટલું જ નહીં પણ વર્તમાન કચેરી એક ભાડાની જગ્યાએ ચાલતી હતી અને તેનો બીજો માળ મેળવવામાં અમારે ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો.

રાજકોટ અને વડોદરા જેવા નાના શહેરોમાં પણ આવકવેરા વિભાગની પોતાની ઓફિસ છે. આ ઉપરાંત ગુજરાતની રાજધાની શહેરમાં આવકવેરા જેવા મહત્વના વિભાગ માટે યોગ્ય માળખું પણ નથી. ગાંધીનગરના આવકવેરા વિભાગે ગુજરાત અને રાષ્ટ્ર માટે કર એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ છતાં અમારે પાયાની સગવડો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ ઘણી ચિંતાજનક બાબત છે, એમ છેલ્લા 15 વર્ષથી આવકવેરા વિભાગમાં કામ કરતા અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ફેસલેસ એસેસમેન્ટ હોવા છતાં પણ આવકવેરા વિભાગ પાસે ઉન્નત કક્ષાનું કમ્પ્યુટર પણ નથી, જે ફેસલેસ એસેસમેન્ટને યોગ્ય રીતે કરવા માટે આવશ્યક ટેકનિક સાથે મેળ ખાતુ હોય. કેબિન અને બેસવાની જગ્યાના લીધે ગાંધીનગર વિભાગમાં ઓછામાં ઓછું પોસ્ટિંગ અને ટ્રાન્સફર થાય છે. કર્મચારીઓ પર વધારે બોજ અને અનેક જવાબપદારીઓ છે. અમે છ વર્ષ કરતાં વધારે સમયથી મુદ્દાઓનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ લાગે છે કે અમારી દલીલ બહેરા કાનો પર પડી રહી છે, એવો અફસોસ વરિષ્ઠ અધિકારીએ કર્યો હતો.

ગાંધીનગરનો આવકવેરા વિભાગ અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી મુખ્ય કચેરીના હેઠળ આવે છે. હાલમાં 1986ની બેચના આઇઆરએસ અધિકારી રવિન્દ્રકુમાર મુખ્ય ઇન્કમ ટેક્સ કમિશ્રનર છે. તેમણે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગનો એકમાત્ર અધિકાર ભૂમિગ્રહણનો છે, તેના પછી તે ફાઇલ જુદા-જુદા વિભાગોની મંજૂરીઓ માટે પસાર થાય છે. તેમણે જણાવ્યું હતું કે તકલીફ એ છે કે બજેટમાં નિર્દિષ્ટ જમીન, મજૂરી, સિમેન્ટની કિંમતો જરૂરી મંજૂરી મળે ત્યાં સુધીમાં બદલાઈ જાય છે. આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે. અમદાવાદમાં વેજલપુર ખાતે એક આવકવેરા કચેરી બનાવવાનું કામ લાંબા સમયે પૂરુ થયુ. આ કામ પણ તે સમયના મુખ્ય આઇઆરએસ અધિકારી ડીએસ રસ્તોગીએ પોતાના પર લીધુ ત્યારે થયુ. હાલમાં તેઓ નિવૃત્ત થઈ ગયા છે, એમ અમદાવાદ આવકવેરા વિભાગના વર્તુળે જણાવ્યું હતું.

મેં રસ્તોગી સાહેબને એક વિભાગથી બીજા વિભાગના ચક્કર કાપતા જોયા છે. તેઓ કેન્દ્રીય નાણાપ્રધાન પાસે તે જોવા ગયા કે આ પ્રક્રિયામાં શું-શું અવરોધ આવી રહ્યા છે. અમારા હાથમાં કશું હોતું નથી.

Your email address will not be published.