મંકીપોક્સનો ચેપ ફેલાતો રોકવા માટે ડબ્લ્યુએચઓનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ

| Updated: June 6, 2022 1:42 pm

દુનિયાનાં 27 દેશોમાં 780થી વધુ મંકીપોક્સના કેસ મળી આવતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ઝડપથી પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેથી આ વાઇરસનો ફેલાવો અટકાવી શકાય.
ડબ્લ્યુએચઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે,આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં આપણે વહેલી તકે તેને ઓળખવા માટે જાહેર આરોગ્ય સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ.તેમણે જણાવ્યું હતું કે જયાં મંકીપોક્સ નથી તેવા અન્ય દેશોમાં ફેલાવો અટકાવવો અત્યંત આવશ્યક છે.

વાયરસના ફેલાવાને રોકવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા લેવામાં આવી રહેલી પાંચ જેટલા પગલાં નીચે મુજબ છે.

એક વાતચીત દરમિયાન, ડબ્લ્યુએચઓના અધિકારી મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, આપણે મંકીપોક્સ શું છે, તે અંગે જાગૃતિ લાવવી પડશે અને આપણે તેના પર ચાંપતી નજર રાખવી પડશે.
ખાસ કરીને જે દેશોમાં મંકીપોક્સ છે ત્યાંની સરકાર, સંબંધિત મંત્રીલય અને હેલ્થ ક્લિનિક્સને સજ્જ કરવાની જરૂર છે જેથી મંકીપોક્સ શું છે તે ઓળખી શકાય અને જે લોકોને મંકીપોક્સ હોવાની શંકા હોય તેમને યોગ્ય સારવાર મળી શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે એક વ્યક્તિથી બીજાને ચેપ લાગતો રોકવા માંગીએ છીએ. જ્યાં આ રોગ નથી તે દેશોમાં આપણે આ કરી શકીએ છીએ. અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં તેને શરૂઆતમાં જ તેને ઓળખી લેવા જાહેર આરોગ્ય સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ. આઇસોલેશનના કેસોને અલગ કરીને તેની કાળજી રાખવી, લોકો સાથે વાત કરવી અને તેમને સાંભળવા અને રોગચાળો રોકવાની કામગીરીમાં તેમને જોડવા જરૂરી છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, અમે ફ્રન્ટલાઈન વર્કર્સની પણ સુરક્ષા કરવા માગીએ છીએ. કોઈપણ વ્યક્તિ પરીક્ષણ માટે નમૂનાઓ લઈ રહી હોય અથવા દર્દીની સંભાળ લેતી હોય તેમની પાસે યોગ્ય માહિતી અને બચવા માટેનાં સુરક્ષા સાધનો હોવા જોઇએ.અમે રોગચાળાને રોકવા સંબંધિત ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરવા માંગીએ છીએ. મંકીપોક્સ માટેની એન્ટિવાયરલ અને રસી છે પરંતુ આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.

મંકીપોક્સને વધુ સારી રીતે જાણી શકાય તે માટે સંશોધન, તેનાં નિદાન, ઉપચાર અને રસી પર ચર્ચા કરવા માટે અમે એક મોટી આંતરરાષ્ટ્રીય બેઠક યોજવાના છીએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Your email address will not be published.