મોદીની નવી કેબિનેટમાં કોને સમાવાશે, કોને પ્રમોશન મળશે?

| Updated: July 7, 2021 5:23 pm

વાઈબ્સ ઓફ ઇન્ડિયા પાસે એવા લોકોની યાદી છે જેમનું નામ નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં લગભગ નક્કી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વિશ્વાસુ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે આ નામોની ચર્ચા કરી હતી.

આજે સાંજે 6 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ જાહેર થાય તે પહેલા ભારે સસ્પેન્સ સર્જાયો છે. કોને મંત્રી પદ મળશે અને કોને બાકાત રાખવામાં આવશે તે વિશે સવારથી અટકળોનું બજાર ગરમ છે.

દિલ્હી સ્થિત સૂત્રોએ વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું છે કે નવી કેબિનેટ અત્યાર સુધીમાં ભારતની સૌથી યુવાન કેબિનેટ હોવાની શક્યતા છે. 30 મે, 2019ના રોજ બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યાર પછી નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટમાં પ્રથમ વખત ફેરફાર કરી રહ્યા છે.

એક સૂત્રે કહ્યું કે કેબિનેટ વિસ્તરણમાં લગભગ 43 સાંસદોને કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવી શકે છે. આ જાહેરાત અગાઉ જ કેન્દ્રિય મંત્રીઓ ડો. હર્ષવર્ધન, સંતોષ ગંગવાર, રમેશ પોખરિયાલ, સદાનંદ ગૌવડા, થાવરચંદ ગેહલોતે પોતાના રાજીનામા આપી દીધા છે. રાજ્યકક્ષાના મંત્રીઓ બાબુલ સુપ્રિયો, દેબાશ્રી ચૌધરી, રતન લાલ કટારિયા, સંજય ધોત્રે, પ્રતાપ ચંદ્ર સારંગી અને અશ્વિની ચૌબેએ પણ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ બુધવારે પોતાના નિવાસસ્થાને એક મિટિંગ યોજી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા હાજર હતા. અન્ય નેતાઓ પૈકી જ્યોતિરાદિત્ય સિંધિયા, નીતિશ પ્રમાણિક, જેડીયુના આરસીપી સિંઘ, એલજેપીના પશુપતિ પારસ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. ભાજપના નેતા મીનાક્ષી લેખિ, સરબાનંદ સોનોવાલ, પુરુષોતમ રુપાલા અને અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત હતા.

Your email address will not be published.