નાગિન 6માં કોણ બનશે નાગિન ?

| Updated: January 10, 2022 2:40 pm

એકતા કપૂર (Ekta Kapoor) ની બહુચર્ચિત ટીવી સીરીયલ નાગિનની વધુ એક સિઝન આવી રહી છે. નાગિન (Naagin) ની દરેક સિઝનમાં જુદી જુદી અભિનેત્રીઓ દ્વારા નાગિનનું પાત્ર ભજવવામાં આવ્યું છે જે દરેક વખતે દર્શકો માટે સરપ્રાઈઝ હોય છે. ત્યારે, નાગિન 6 માં પણ કઈ અભિનેત્રીની એન્ટ્રી થશે તેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમે કેટલાક નામોની સૂચી તૈયાર કરી છે જેઓ આ રેસમાં સૌથી આગળ છે.

રુબિના દિલાઈક

કલર્સે જાહેરાત કરી છે કે, નાગિન 6 ટૂંક સમયમાં આવી રહી છે. ત્યારથી ઘણી અફવાઓ પણ ફેલાય રહી છે કે, રુબિના દિલાઈક (Rubina Dilaik) નવી નાગિન બનવાની છે. જો સાચું હોય તો શક્તિ અને બિગ બોસ 14 પછી કલર્સ સાથેનો રુબિનાનો આ ત્રીજો મોટો શો હશે. આ સિરિયલ માટે ઘણી અભિનેત્રીઓના નામ ફરી રહ્યા છે. એકતા કપૂરે કહ્યું હતું કે, અભિનેત્રી એવી વ્યક્તિ છે જેને સલમાન ખાન ઓળખતો હતો. બધા અનુમાન લગાવી રહ્યા છે કે, તે માહિમા મકવાણા છે. પરંતુ માહિમા મકવાણા અંગે વધુ કોઈ અહેવાલ નથી.

ડેબિના બોનર્જી

બીજું નવું નામ ડેબિના બોનર્જી (Debina Bonnerjee) છે. અભિનેત્રી પાસે ક્રોમામાં કામ કરવા માટેનો પૂરતા પ્રમાણમાં અનુભવ છે. જે નાગિન માટે પૂર્વ-આવશ્યકતા છે.

સોનલ વેન્ગુર્લેકર

પોતાની કારકિર્દીમાં સોનલ વેન્ગુર્લેકરે શાસ્ત્રી સિસ્ટર્સ, યે વાદા રહા, યે હૈ ચાહતે વગેરે જેવા શો કર્યા છે. અભિનેત્રી ઉમર રિયાઝ સાથે ટૂંકા સંબંધમાં હતી. એવું લાગે છે કે, તે એક એવી અભિનેત્રી છે. જેને નાગિન 6 ની ઓફર કરવામાં આવી છે.

રિધિમા પંડિત

રિધિમા પંડિત નિર્માતા એકતા કપૂરના સૌથી નજીકના મિત્રોમાંની એક છે. તે દેખીતી રીતે નાગિન 6 માટે ટોચની પસંદગીઓમાંની એક છે. તે પહેલા તેનો શો હૈવાન કરી ચૂકી છે જ્યાં તે અગ્રણી મહિલા હતી.

નાગિન 6 માં પુરુષના લીડ રોલ પર પણ સસ્પેન્સ

ત્રણ અભિનેતા શાહિર શેખ , પર્લ વી પુરી અને અર્જુન બિજલાની (Arjun Bijlani) ના નામ મુખ્ય પુરુષ લીડ તરીકે સામે આવી રહ્યા છે. શાહિર શેખ એકતા કપૂરનો ફેવરીટ છે અને તે અન્ય બે નાગિનની ભૂતપૂર્વ સીઝન કરી ચૂક્યા છે.

Your email address will not be published. Required fields are marked *