શા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેના જ ગઢમાં ભાજપને બેચેન કર્યો?

| Updated: May 6, 2022 11:49 am

ગુજરાત 1995થી ભારતીય જનતા પાર્ટીની સખત પકડ હેઠળ છે.તેણે ત્રણ મુખ્યમંત્રી બદલી નાખ્યા છે અને એક પણ પડકાર વિના ચેસબોર્ડમાંથી પ્યાદાંને ફેંકી દેવાય તે રીતે આખી કેબિનેટની હકાલપટ્ટી કરી દીધી છે. કોંગ્રેસની તાકાત સતત તૂટી રહી છે, જેમાં 2017માં જીતેલા તેનાં 77 ધારાસભ્યોમાંથી 16 ધારાસભ્યો ઉપરાંત પ્રવક્તાઓ અને નીચલા દરજ્જાના સેંકડો લોકોને ભાજપને ગળે લગાવ્યા છે. બે ખેલાડીઓ, આપ અને એઆઈએમઆઈએમ, પહેલેથી જ નિરાશામાં ડુબેલા વિપક્ષની જગ્યા લઇ રહ્યા છે.

ડિસેમ્બર 2022ની ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપ માટે બધુ બરોબર છે તો શા માટે આ એક  42 વર્ષીય વ્યક્તિ, જિજ્ઞેશ મેવાણી, તેનાં માસ્ટર વ્યૂહરચનાકારોને બેચેન કરી રહ્યો છે? ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 182ની રાજ્ય વિધાનસભામાં 13 અનામત બેઠકો સાથે દલિત મતદારો માત્ર સાત ટકા છે અને તેમાંથી સાત બેઠકો પહેલેથી જ ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસ પાસે છ બેઠકો છે જેમાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.    
મેવાણી ઉપરાંત કોંગ્રેસને સૌથી વધુ 77 બેઠકો અને ભાજપને 25 વર્ષમાં પ્રથમ વખત 99ના ડબલ ડિજિટમાં લાવનારા ત્રણ યુવા ખેલાડીઓમાંથી બે ખેલાડીઓને પહેલેથી જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પહેલેથી જ ભાજપ સાથે છે, ત્યારે હાર્દિક પટેલ “તમામ વિકલ્પો ખુલ્લા છે” જેવા નિવેદનો સાથે બેચેની દર્શાવી રહ્યો છે અને શાસક પક્ષના પાટીદાર રાજકીય દૃષ્ટિકોણથી તે કામ પણ પુરું થઇ ગયું છે.

સૌ પ્રથમ આક્રમક ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કે જેમણે કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવી રહી હોવાની બૂમરાણ મચાવી હતી અને ભાજપમાં જોડાયા હતા. નવાઇની વાત એ છે કે ભાજપમાંથી ચુંટણી લડનારા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર હારી ગયા હતા જે તેમણે પંજાના ચિહ્ન પર જીતી હતી, હવે હાર્દિક પટેલને એક ખાસ પોસ્ટ ઉભી કરીને ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હોવા છતાં,તેઓ પણ અલ્પેશ જેવો બળાપો ઠાલવી રહ્યા છે. હાર્દિક પટેલની ફરીયાદ છે કે કે પાર્ટી નેતૃત્વ તેમની અવગણના કરે છે, તેમને કોઈ પણ બેઠકોમાં અને ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી.

પોતાના ટ્વિટર હેન્ડલ પર ક્રાયબેબીની જેમ સતત નારાજગી અને ખુશી દર્શાવતાં રહેતા હાર્દિક પટેલે તાજેતરમાં તેમનાં બાયોમાંથી “ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ” શબ્દો હટાવી દીધા છે.

નવાઈની વાત તો એ છે કે 28મી એપ્રિલે તેમના પિતા ભરતભાઈની પ્રથમ પુણ્યતિથિએ એક ધાર્મિક સમારંભના બરાબર 24 કલાક પછી આ ઘટના બની હતી, જ્યાં કોંગ્રેસની નેતાગીરીએ જાણે ઉડાઉ પુત્ર પાછો આવ્યો હોય તેમ સાવ ઠંડી રીતે સ્વાગત કર્યું હતું.

જ્યારે એઆઈસીસીના ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હાર્દિક અમારી સાથે જ છે અને તે પક્ષનું ભવિષ્ય છે અને આગામી ચૂંટણીઓમાં મુખ્ય જવાબદારીઓ નિભાવશે ત્યારે 29 વર્ષીય પાટીદાર છોકરાએ એવો જવાબ આપ્યો હતો કે હું આ જ માંગણી કરી રહ્યો છું. તમે મને કામ આપો, હું કલાકના 110 કિલોમીટરની ઝડપે દોડીશ. તેથી આ પટેલ યુવાને પોતે અવઢવમાં  હોવા છતાં ભાજપને પરેશાન કરી શકે તેવી હેસિયત ગુમાવી દીધી છે.

પોલિટિકલ સાયન્ટિસ્ટ ઘનશ્યામ શાહના જણાવ્યા પ્રમાણે જિગ્નેશ મેવાણીથી ભાજપ ચિંતિતિ હોવાનાં બે સંભવિત પરિબળો છે, જ્યારે અન્ય એવું પરીબળ છે કે તેમની સાથે આક્રમક કન્હૈયા કુમાર પણ  છે જે પહેલેથી જ કોંગ્રેસમાં છે.
શાહ કહે છે, મેવાણી મુદ્દાઓ પર સ્પષ્ટ છે અને સ્પષ્ટવક્તા છે, તેઓ એક સારા વક્તા છે અને ખાસ કરીને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ (ખામ)ના યુવાનોને અપીલ કરે છે. ખામ એ કોંગ્રેસ પક્ષ માટે મત બેંક ઉભી કરનાર જ્ઞાતિ અને સમુદાયની કેટેગરી છે.

તેઓ ઉમેરે છે કે, વધુ મહત્ત્વની વાત એ છે કે, જિજ્ઞેશ નીડર છે અને તે કોઈને પણ આગળ લઇ જઇ શકે છે અને ભાજપ માટે ડર ફેક્ટર એક મૂક પ્રચાર ફોર્મ્યુલા છે. તેથી જો તે શાંત થઇ જાય   તો કોંગ્રેસ પાસે ભાગ્યે જ એવા કેટલાક લોકો બાકી રહે છે જે તેમની જેમ બોલી શકે અને સાથે સાથે યુવાનોને અપીલ કરી શકે.
એ જ રીતે અર્થશાસ્ત્રી અને માનવાધિકાર કાર્યકર્તા પ્રો.હેમંત શાહ ભારપૂર્વક જણાવે છે કે, જિજ્ઞેશ મેવાણી ભાજપ માટે મોટી પરેશાની ઉભી કરી શકે છે કારણ કે તેઓ સ્પષ્ટવક્તા છે, તેઓ નિર્ભય છે અને માત્ર દલિતો જ નહીં પરંતુ મુસ્લિમો અને ઓબીસી યુવાનો પર અસર કરે છે.

ઘનશ્યામ શાહ કહે છે કે, એ પણ સમજવાની જરૂર છે કે ઓબીસી વેરવિખેર છે અને તેમની પાસે પાટીદારો (પટેલો) જેવું કોઈ એકતાનું માળખું નથી, જેમની પાસે સમસ્ત પાટીદાર સમાજ (સર્વસમાવેશક સમુદાયનું માળખું) છે. તેથી મેવાણી ત્યાં પણ કામ કરે છે અને જ્યારે તમારી પાછળ આખી પાર્ટીની મશીનરી હોય છે, ત્યારે તે ઘાતક બની જાય છે.

ગુજરાતના સિનિયર પત્રકાર આર.કે.મિશ્રા હસતાં હસતાં કહે છે, ભાજપે મેવાણીને છંછેડીને મોટી ભૂલ કરી છે અને એજન્ડા શોધી રહેલા કોંગ્રેસ પક્ષને એક રેડીમેડ એજન્ડા આપ્યો છે.

વધુ વાંચો: જિજ્ઞેશ મેવાણીની જેલયાત્રા અવિરત જારીઃ મહેસાણાની કોર્ટે ફટકારી ત્રણ મહિનાની સજા

Your email address will not be published.