કેન્દ્રના આદેશ સામે ટ્વિટર શા માટે કર્ણાટક હાઇકોર્ટમાં ગયું?

| Updated: July 6, 2022 4:49 pm

કેન્દ્ર સરકારે નવા આઇટી નિયમ હેઠળ ટ્વિટરને તેની સાઇટ પરથી કન્ટેન્ટ દૂર કરવાનો આદેશ આપતા કંપની તેની સામે કર્ણાટક હાઇકોર્ટમાં ગઈ છે. કંપનીનો દાવો છે કે અધિકારીઓ સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા છે. કંપનીએ સરકારે જુન 2022માં જારી કરેલા આદેશને પડકાર્યો છે. તેણે આ રીતે બ્લોક કરવાના આદેશને આત્યંતિક અને વિવેકમુનસફી મુજબનો ગણાવ્યો છે. અહીં કન્ટેન્ટના સર્જકોને નોટિસ પાઠવ્યા વગર તેને સીધા દૂર કરી દેવાની વાત છે અને જે કેટલાક કિસ્સામાં સંપૂર્ણપણે અયોગ્ય બાબત છે.

કેટલાક લોકો રાજકીય વિષયવસ્તુ રાજકીય પક્ષોના સત્તાવાર હેન્ડલ પરથી લઈને મૂકતા હોય છે. હવે આ પ્રકારની માહિતી બ્લોક કરવી તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભંગ છે એમ ટ્વિટરને ટાંકીને એનડીટીવીએ જણાવ્યું હતું.

ટ્વિટરે જણાવ્યું હતું કે તેમા યુઝર્સ દ્વારા પોસ્ટ કરવમાં આવેલા કેટલાક કન્ટેન્ટ દૂર કરવા માટે તો નોટિસ સુદ્ધા પણ આપવામાં આવી નથી. સરકારે કેટલાક કન્ટેન્ટ બ્લોક કરવાનું કહ્યું હતું. આ કન્ટેન્ટ રાજકીય પક્ષોના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ રીતે કોઈને બ્લોક કરવો તે અભિવ્યક્તિને સ્વતંત્રતાનો ભંગ છે.

ટ્વિટરે કેટલાક રિમૂવલ ઓર્ડરની ન્યાયિક સમીક્ષા કરવા વિનંતી કરી છે. આ આદેશો ભારતીય આઇટી એક્ટની જોગવાઈનું પાલન કરવામાં ઉણા ઉતરે છે. તેમા કયા પ્રકારની બાબતોની સમીક્ષા કરવી જોઈએ તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી હોતી નથી. આઇટી એક્ટ હેઠળ સરકાર રાષ્ટ્રીય હિત કે બીજા કારણોસર કન્ટેન્ટનું પબ્લિક એક્સેસ બ્લોક કરી શકે છે.

ટ્વિટરે સરકારને ત્રણ આધારે પડકારી છે. એક આધાર મુજબ કેટલાય બ્લોકિંગ ઓર્ડર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ સેક્શન 69એ વિધિવત રીતે જોગવાઈઓને અનુરૂપ નથી. બીજું સેક્શન 69એ હેઠળ બ્લોકિંગની મર્યાદાના નિયમનું પાલન થતું નથી. કેટલાક કન્ટેન્ટ ફક્ત રાજકીય હોય, ટીકાપાત્ર હોય અને સમાચારલક્ષી હોય તેના આધારે કંઈ તેના માટે સેક્શન 69એ હેઠળ બ્લોકિંગ ઓર્ડર આપી ન શકાય. ત્રીજું સત્તાનો દૂરુપયોગ. આ પ્રકારે એકાઉન્ટ લેવલ બ્લોકિંગ બંધારણની જોગવાઈ હેઠળની અભિવ્યક્તિની સ્વતંત્રતાના નિયમનો ભંગ કરે છે. ફક્ત સેક્શન 69એના હેઠળ કોઈ વસ્તુ આવે છે તેના આધારે કોઈપણ પ્રકારની યોગ્ય સ્પષ્ટતા વગર એકાઉન્ટ પોસ્ટ કરી શકાય નહી.

ટ્વિટરે ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય અને આઇટીની સમક્ષ દલીલ કરી છે કે કોઈપણ યુઝર એકાઉન્ટ બંધ કરવું તે અંતિમ પગલું હોવું જોઈએ.

Your email address will not be published.