જાણો શું કામ ભારત કરી રહ્યું છે તાલિબાન સાથે વાતચીત?

| Updated: June 25, 2021 12:38 am

અમેરિકા આગામી થોડા જ સપ્તાહોની અંદર અફઘાનિસ્તાનમાંથી તેની તમામ સૈન્ય ટુકડીઓને  હટાવી લેવાની તૈયારી કરી રહ્યું હોવાથી, અફઘાનિસ્તાન જેવો યુદ્ધગ્રસ્ત દેશ અંધાધૂંધી તરફ ધકેલાય રહ્યો છે  અને તેના નગરો અને જિલ્લાઓ તાલિબાનની પકડમાં આવી જતાં દેખાય છે. ટોલોન્યૂઝ, અફઘાનિસ્તાન ટાઇમ્સ અને પાઝવોક ન્યુઝ એજન્સી જેવા અફઘાન માધ્યમોના અહેવાલો સૂચવે છે કે તાજેતરના મહિનાઓમાં 18 જિલ્લાઓ તાલિબાનની પકડમાં આવી ગયા છે, જે પૈકી કાબુલની ઉત્તરે આવેલ કુન્ડુઝ થોડા જ સમય પહેલાં તાલિબાનની પકડમાં આવી ગયું છે.

અફઘાનિસ્તાનની સતત બદલાતી પરિસ્થિતિ કેવો આકાર લઈ  રહી છે તે અંગે ગંભીર રીતે ચિંતિત ભારતે, આ વર્ષની શરૂઆતમાં અફઘાન તાલિબાનના કેટલાક અગ્રણી સભ્યો સાથે પાછલા બારણે બિન અધિકૃત વાટાઘાટો શરૂ કરી છે અને કતાર સરકારની સહાયથી હવે તેઓ સત્તાવાર સ્તરે પણ મળ્યા છે. કતારી અધિકારીઓએ ખુલાસો કર્યો કે ભારતીય અધિકારીઓએ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. ભારત સરકાર દ્વારા આતંકવાદીઓ સાથે વાત ન કરવાની સત્તાવાર નીતિને કારણે આ વાટાઘાટોની પુષ્ટિ થઈ નથી.

ભારતે આતંકવાદીઓ સાથે વાતચીત કે વ્યવહાર  ન કરવાની તેની મૂળ નીતિથી સમયની માંગ ને અનુરૂપ થયી વ્યવહારુ નીતિ અપનાવી મુલ્લા બારાદર જેવા તાલિબાન નેતાઓ સહિત અફઘાનિસ્તાનમાં શાંતિ પુન:સ્થાપન પ્રક્રિયામાં સામેલ તમામ હિતધારકો સાથે અનૌપચારિક રીતે  સાથે વાત શરૂ કરી છે. અત્યારે સ્પષ્ટ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે તાલિબાન અફઘાનિસ્તાનના શાસનમાં સામેલ થશે અને પ્રયાસ એ છે કે  1996ના યુગની ઇસ્લામિક અમિરાતની સ્થિતિ તરફ પાછા ન ફરે, જ્યારે મહિલાઓ તરફ સખત અને પ્રતિબંધક ઇસ્લામિક કાયદો હિંસક રીતે લાગુ કરવામાં આવ્યો અને મહિલાઓ તમામ હકથી વંચિત રહી હતી.

જ્યારે વિદેશ પ્રધાન સુબ્રહમણ્યમ જયશંકર ગયા અઠવાડિયે નૈરોબીની યાત્રા વખતે જતા અને આવતા બે વાર દોહા ખાતે મધ્યમાર્ગે રોકાણ કર્યું હતું  જે ભારતની આ બાબત અંગેનો ચિંતાનો સંકેત હતો.  તેમણે ગહન બેઠકો યોજી; સૌ પ્રથમ કતારના નેતૃત્વ સાથે, જેણે 2013 થી તાલિબાનમાં યજમાનની ભૂમિકા ભજવી છે,તેમને ત્યાં કાર્યાલય સ્થાપવાની મંજૂરી આપી છે, અને તે યુ.એસ. સાથે શાંતિ મંત્રણાની પ્રક્રિયામાં ખુબ ઊંડાણપૂર્વક સામેલ છે. ત્યારબાદ જયશંકરે દોહામાં અફઘાનિસ્તાન સમાધાન માટે યુ.એસ. ના વિશેષ પ્રતિનિધિ ઝાલ્મય ખલીલજાદ સાથે તાત્કાલિક બેઠક કરી હતી. તેઓ યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં આગળના માર્ગ વિશે “પરિપ્રેક્ષ્યો” ની આપલે કરી હતી.

ભારતની પ્રાથમિક બે ચિંતા છે: પ્રથમ, વધી રહેલી હિંસા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીની અફઘાનિસ્તાનની સરકારની સીમિત થઈ રહેલી જગ્યા પર ઈચ્છા મુજબ હુમલો કરવાની આતંકવાદી ક્ષમતા બતાવે છે કે પાછલા બે દાયકામાં મળેલા ફાયદા ઝડપથી હાથમાંથી સરી રહ્યાં છે. બીજું, અલ કાયદા જેવા મોટા આતંકવાદી સંગઠનો ફરીથી અફઘાનિસ્તાનમાં પાયા સ્થાપિત કરી શકે છે, અને જમ્મુ-કાશ્મીર તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જે રાષ્ટ્રીય અને દક્ષિણ એશિયન પ્રાદેશિક સુરક્ષા માટે અસ્થિરતા ફેલાવવાનું પરિબળ બની શકે છે.

ભારતીય તંત્રના મોટાભાગના લોકો અફઘાનિસ્તાનમાં યુ.એસ. અને નાટો સૈનિકોની વિદાય બાદ તેઓની ગેરહાજરીથી સંભવિત અંધાધૂંધીથી ચિંતિત છે, જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનને લાગે છે કે યુએસ સૈનિકો ની વિદાય ભવિષ્યની શાંતિ વાટાઘાટમાં નિશ્ચિતતાનું એક તત્વ ઉભું કરશે. યુ.એસ. આટલા લાંબા સમયથી રજા લેવાની ધમકી આપી રહ્યું હતું અને  જ્યારે તેઓ આખરે વિદાય લેશે ત્યારે તાલિબાન માટે અફઘાન સરકાર અને મહિલાઓ સહિત અફઘાન સમાજના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટોના ટેબલ પર નહીં બેસવા માટે કોઈ બહાનું નહીં રહે.

કાબુલમાં તાલિબાન બળપૂર્વક સરકાર નિયંત્રણમાં ના લે તે માટે ભારત, યુએસએ અને ચીન સહિતના અફઘાન પરિઘના તમામ દેશો અને તમામ હિતધારકો એક થયા છે. કાબુલ અને દેશને તાલિબાનના કબજામાંથી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે તે જોવા માટે ગની આ અઠવાડિયાના અંતમાં વાટાઘાટ માટે વોશિંગ્ટનની મુલાકાતે જવાના છે.

ચિંતાતુર ચીનને સુરક્ષાની પૂરતી ખાતરી ન થતા અને તેણે તેના તમામ નાગરિકોને અફઘાનિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. બેઇજિંગે તાંબાની કેટલીક ખાણોમાં મોટો હક મેળવ્યો છે અને પાકિસ્તાન, રશિયા અને યુએસએને સાથે રાખી શાંતિ બહાલ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વાતચીત આગળ વધી નથી.

અફઘાનિસ્તાનને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે મોટા પ્રોજેક્ટ્સ અને 50500 કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સહિત, અફઘાનિસ્તાનની વિકાસ ભાગીદારીમાં 3 અબજ યુ એસ ડોલરથી વધુનું રોકાણ કરનાર ભારત, અફઘાનિસ્તાનની શાંતિ અને સ્થિરતામાં મોટો હિસ્સેદાર છે. તે સતત શાંતિ અને સમાધાન પ્રક્રિયાને સમર્થન આપે છે જે “અફઘાન-નેતૃત્વવાળી, અફઘાન-માલિકીની અને અફઘાન-નિયંત્રિત છે.”

અફઘાનિસ્તાનમાં ભારતનું  વ્યૂહાત્મક યોગદાન અને ભાગીદારી બાકી રહી ન જાય તે માટે એનએસએ અજીત ડોવલની કુશળતાનો ઉપયોગ કરી નવી દિલ્હી ત્યાંના તમામ સમુદાયોમાં જેમાં બહુમતી પખ્તૂનનો સમાવેશ થાય છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ડ્યુરાન્ડ લાઇન બંને બાજુએ કેન્દ્રિત છે તેઓની સાથે  સંપર્ક કર્યો છે.  સંકેતો એ છે કે મોટે ભાગે પખ્તુન તાલિબાન ભારતને વધુ તરફેણથી જુએ છે કારણ કે તેણે લશ્કરી, કામ પર નહીં, વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ત્યાં ભારતીય હાજરીને દૂર નહીં કરે. જો કે, તુર્કી અને ચીન સાથે તાલિબાન સાથે લાંબા સમયથી સ્થાપિત સંબંધો ધરાવતા પાકિસ્તાન ભારતને શક્ય તેટલું વધુ  દૂર કરવા રાખવા પ્રયાસ કરશે. યુ.એસ. અફઘાનિસ્તાનમાં સુરક્ષા જાળવવામાં વધુ મોટી ભારતીય ભૂમિકા માટે દબાણ લાવી રહ્યું છે, જેણે અત્યાર સુધીમાં ભારતે કરવાનું ટાળ્યું છે.

મંગળવાર (22 જૂન) ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ચર્ચામાં બોલતા, જયશંકરે કહ્યું, “આંતર-અફઘાનિસ્તાનની વાટાઘાટોથી અફઘાનિસ્તાનમાં હિંસામાં ઘટાડો થયો નથી. તેનાથી ઉલટું હિંસા માત્ર વધી છે, ખાસ કરીને 1 લી મે પછી. દેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓ, યુવતીઓ, અફઘાન સુરક્ષા દળો, ઉલેમાઓ, જવાબદારીઓ ધરાવતા મહિલાઓ, પત્રકારો, નાગરિક અધિકાર કાર્યકરો અને યુવાનો પર નિર્ધા રિત લક્ષ્ય કરી હુમલાઓ જોવા મળી રહ્યા છે. ”તેમણે જણાવ્યું હતું, તેમણે તમામ આતંકવાદી મથકોને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની વિનંતી કરી હતી.

જયશંકરે જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનમાં સ્થિર અને ટકાઉ શાંતિ માટે બે પ્રકારની વાસ્તવિક શાંતિની જરૂર  છે .. એક અફઘાનિસ્તાનમાં શાંતિ અને બીજી અફઘાનિસ્તાનની આજુબાજુની શાંતિ.  તે ખાતરી કરવી જરૂરી છે કે વાટાઘાટ કરનાર પક્ષો લશ્કરી સમાધાન શોધવાનો માર્ગ પસંદ ન કરી અને રાજકીય સમાધાન સુધી પહોંચવા તરફ સંપૂર્ણ પ્રતિબદ્ધતા રાખે.

એમઈએના પ્રવક્તા અરિંદમ બગચીએ કહ્યું હતું કે, “ભારત અફઘાનિસ્તાનમાં વિકાસ તરફી, લોકશાહી તરફી, માનવાધિકાર તરફી, પ્રગતિ તરફી રહ્યું છે. તે કેવી રીતે ચાલુ રહેશે તે માટે આગામી કેટલાક અઠવાડિયા નિર્ણાયક અને પડકારજનક હશે. આ નવી સમય મર્યાદાનો સામનો કરતા અને ભારત તેના હિતોનું શ્રેષ્ઠ રક્ષણ કરવા માટે જે રણનીતિ અપનાવશે તે તૈયાર કરવામાં અને જાહેર કરવા માટે, દોહામાં જયશંકરની બેઠકો અંતિમ રૂપ આપવા માટે મહત્વપૂર્ણ હતી.

Your email address will not be published.