ભારતના સમાચાર માધ્યમો શા માટે સરકાર અને કોર્પોરેટસ માટે PR મશીન બન્યા?

| Updated: September 23, 2021 6:01 pm

અલબત્ત તેની પાછળ મોટુ અર્થતંત્ર કામ કરી રહ્યું છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના માસિક રોજગારીના ડેટાની સરખામણી કરીને તો, પાંચ વર્ષ પહેલા, સપ્ટેમ્બર 2016માં ભારતના મીડિયા અને પ્રકાશન ઉદ્યોગમાં લગભગ 10.3 લાખ લોકો કામ કરતા હતા જે સંખ્યા ઓગસ્ટ 2021માં ઘટીને 2.3 લાખ થઈ ગઈ. મીડિયા સેક્ટરની નોકરીઓમાં 78 ટકાનો મોટો ઘટાડો આવ્યો છે. દરેક પાંચમાંથી ચાર મીડિયા કર્મીઓએ નોકરી ગુમાવી કે વ્યવસાય છોડી દીવો પડ્યો. અને હા, તે કોવિડને કારણે નથી થયું. આ નોકરીઓમાં સૌથી મોટો ઘટાડો જાન્યુઆરી અને ડિસેમ્બર 2018 ની વચ્ચે થયો હતો.

મીડિયા સેક્ટરમાં જાન્યુઆરીથી લઈને માર્ચ 2018 વચ્ચે સરેરાશ 8.3 લાખ નોકરીઓ હતી. જે ​​ઓક્ટોબર અને ડિસેમ્બર 2018ની વચ્ચે સરેરાશ 3.7 લાખ નોકરીઓ સુધી આવી ગઈ. એટલે કે આ ઉદ્યોગમાં કામ કરનારા 56 ટકા લોકોએ એક વર્ષના ટુંકા ગાળામાં જ નોકરી ગુમાવી કે છોડી દીધી છે.

અલબત્ત, CMIE નો ડેટા સામાન્ય રીતે મીડિયા વિશે છે માત્ર સમાચાર માધ્યમોનો નથી. પરંતુ વાસ્તવિક પુરાવા આપણને કહે છે કે સમાચારોમાં રોજગારીનું પ્રમાણ વધુ ખરાબ હતું. આનું કારણ રાજકીય નથી. મોટા ભાગના મોદી તરફી સમાચારો પ્રસારિત કરતી સંસ્થાઓને પણ પૈસા ઘટાડવાના કારણે ઘટાડો કરવો પડ્યો હતો.

વાસ્તવમાં આ ભારે નુકસાનના બીજ 2000ના દાયકાની શરૂઆતમાં વાવવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર વિશ્વમાં શેરબજારોમાં તેજી હતી. મીડિયા કંપનીઓ તેમના શેર્સને લીસ્ટીંગ કરીને તેનો મહત્તમ ફાયદો ઉઠાવવા માંગતી હતી. 2000ના દાયકાના મધ્ય સુધીમાં, મીડિયા સ્ટોક્સમાં આગજરતી તેજીમાં હતા. મીડિયા બિઝનેસ ભંડોળથી છલકાઈ ગયો હોવાથી, નોકરીદાતાઓ તેમની મુખ્ય પ્રતિભાઓને શિકાર કરવા અથવા જાળવી રાખવા માટે મસમોટી ઓફર્સ કરવા લાગ્યા. સમાચાર માધ્યમોમાં કામકરતા લોકોના પગાર તોતીંગ થવા લાગ્યો, સંપાદકો અને ટોચના એન્કરો કોર્પોરેટ જગતમાં તેમના સાથીઓને જે મળતું હતું તે કમાવવા લાગ્યા. વરિષ્ઠ પત્રકારો તેમના પરિવારને બિઝનેસ ક્લાસમાં ઉડાવી રહ્યા હતા અને ફાઈવ સ્ટાર રિસોર્ટમાં રજાઓ ગાળી રહ્યા હતા. તેમણે નવી ઓડીઝ અને કરોડોના ઘરો પણ ખરીદ્યા હતા.

આ બધું જ જાહેરાતની આવકમાં કોઈપણ વધારો થયા વિના થઈ રહ્યું હતું. ન્યૂઝ કંપનીઓ બજારોમાંથી કે સ્ટેક હોલ્ડીંગના વેચાણ દ્વારા થયેલી આવકથી તેમની કામગીરી ચલાવતી હતી. 2012ના અંત સુધીમાં, એક મોટા મીડિયા હાઉસે 350થી વધુ કંપનીઓ સાથે “ખાનગી સંધિઓ” કરી હતી જેમાં તેઓએ જાહેરાતના બદલામાં શેર સ્વીકાર્યા હતા.

..અને પછી 2008 થયું

અમેરિકામાં શરૂ થયેલી વૈશ્વિક નાણાકીય કટોકટીના કારણે સમગ્ર વિશ્વમાં શેરબજાર તૂટી પડ્યું હતું. નાણાં સલામત આશ્રયસ્થાનોમાં ભાગી ગયા અને રોકાણકારો કમાણી કરવા લાગ્યા. દરેક પાવરફૂલ સ્ટોક-મીડિયા, પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર-જે “ભાવિ” કમાણીના વચનો પર આધારિત હતો તે તૂટવા લાગ્યો. કેટલાય મીડિયા સ્ટોક્સ એક વર્ષની અવધિમાં જ તેની ટોચની કિંમતના દસમા ભાગ પર આવી ગયા.

ત્યારે મીડિયા ક્ષેત્રમાં પગાર અને નોકરીમાં છટણીનો પ્રથમ રાઉન્ડ 2009-10ની આસપાસ શરૂ થયો. ન્યૂઝરૂમ બેન્ચ-સ્ટ્રેન્થમાં તીવ્ર ઘટાડો થયો, એચઆર કન્સલ્ટન્ટ્સને ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવાના રસ્તા સૂચવવા માટે કહેવામાં આવ્યું. “બજાર” માટે મહત્વના ન ગણવામાં આવતા હોય તેવા બ્યુરો ઘણી કંપનીઓએ બંધ કરી દીધા હતા.

વર્ષોથી ન્યૂઝ કંપનીઓ ખર્ચ ઘટાડવાની વિવિધ રીતો અજમાવી રહ્યા હતા. સમાચાર એકત્ર કરવાના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો, અને ન્યૂઝરૂમ નિયમિત કવરેજ માટે પીટીઆઈ અને એએનઆઈ જેવી એજન્સીઓ તરફ વળ્યા. એએનઆઇ દ્વારા એકત્રિત કરાયેલ સમાન સાઉન્ડબાઇટ દરેક ચેનલ પર દેખાવા લાગ્યા, અને અખબારોમાં સમાચારો ઘણીવાર “એજન્સી કોપી” બાયલાઇન સાથે ચાલતી હતી. લોકોએ નોકરીઓ છોડ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ ન ભરીને કંપનીઓએ ડાઉનસાઇઝિંગ નીતિનું પાલન કર્યું.

જો કે, આ ફોર્મ્યુલા આપનાવવા છતાં, સમાચાર સંસ્થાઓ મોટી કમાણી કરી રહી ન હતી. ગ્રુપએમનો અંદાજ સૂચવે છે કે 2012-19ની વચ્ચે ટીવી ચેનલો પર જાહેરાત ખર્ચમાં સરેરાશ 11 ટકાનો વધારો થયો હતો. પ્રિન્ટ પર જાહેરાતનો ખર્ચ દરવર્ષે માત્ર એક ટકા વધ્યો હતો. જ્યારે લેગસી પ્રિન્ટ કંપનીઓ પર વધારે દેવું નહોતું, ટીવી ન્યૂઝ ચેનલો તેમાં ડૂબી રહી હતી.

આને કારણે જ 2018 માં બીજા મોટા રાઉન્ડની છટણી થઈ હતી. ત્યાં સુધીમાં આર્થિક સુધારાની તમામ આશાઓ ઠગારી નીવડી હતી. મીડિયા હાઉસના મેનેજમેન્ટે વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવાને બદલે કોન્ટ્રાક્ટ અને ટકી રહેવાનું નક્કી કર્યું.

સ્વતંત્ર પત્રકારત્વ માટે વધુને વધુ પ્રતિકૂળ બની રહેલા રાજકીય વાતાવરણ વચ્ચે, સમાચાર સંસ્થાઓના વલણમાં બદલાવ આવ્યો, તેમણે નક્કી કર્યું કે હવે ટકી રહેવાનો એકમાત્ર રસ્તો સરકારના ચીયર લીડર્સ બનવાનો છે. સરકારની ટીકા કરનારા સંપાદકો, એન્કર અને પત્રકારો ધીમે ધીમે દૂર કરવામાં આવ્યા. જેઓ સરકાર માટે બેટિંગ કરવા તૈયાર હતા તેમને પ્રમોટ કરવામાં આવ્યા અને પ્રાઇમટાઇમ સ્લોટ આપવામાં આવ્યા. રિપોર્ટરોને અમુક પ્રકારની સ્ટોરીઝ કરવા અને સત્તામાં રહેલા લોકોને શરમાવે તેવી વાર્તાઓ છોડી દેવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જાહેરાતો આપનારાઓ તરફથી પણ દબાણ આવ્યું, જેઓ સરકારની નીતિઓની ટીકા કરે તેવી કોઈ પણ વસ્તુ સાથે પોતાને જોડવા માંગતા નથી.

આ બધા પાછળ, મોટા કોર્પોરેટસ મીડિયા હાઉસ પર કબજો જમાવી રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ગ્રુપ અને અન્ય લોકો પ્રમોટર્સને ખરીદી રહ્યા હતા અથવા ન્યૂઝ કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો મેળવી રહ્યા હતા. જેણે લાગતા વળગતા લોકોને સંદેશ આપ્યો કે તેઓએ કાં તો મેઈન સ્ટ્રીમમાં રહેવું પડશે કે, પછી બહાર નીકળી જવું પડશે.

હવે મેઈનસ્ટ્રીમ મીડિયા કંપનીઓમાં વૃદ્ધ પત્રકારો મોટાભાગે અકળાયેલા છે. તેઓ પત્રકારત્વને માત્ર એક સામાન્ય નોકરીની જેમ જ માને છે. બીજો એક યુવાન વર્ગ પણ ઉભરી આવ્યો છે, જે નબળુ પ્રશિક્ષિત અને નબળી ચૂકવણી ધરાવે છે. તેમની પાસે પત્રકારત્વના નીતિશાસ્ત્રનું કોઈ એક્સપોઝર નથી. પણ દરેક વ્યક્તિ જાણે છે કે કોઈ પણ મતભેદ તેમને તેમની નોકરીનો ભોગ લઈ શકે છે.

Post a Comments

1 Comment

  1. Pankaj Desai

    Their are many questions raised but their are no Cordinactions Bitween Finanace Developements,
    Main Points are Like, The way Media platforms are Used and Why Indians are Ready to accepts Brainwashed situations,
    It’s very planning and exposing are Two Roads, Intetecuals are used for Propegenda machine ,So like Way RSS Sevaks and BJP’S Bhaktas are Traind for Futuristics but Economics will be Killing All Media platforms ?

Your email address will not be published. Required fields are marked *