દિવસે દિવસે મોંધવારીમાં વઘારો થઇ રહ્યો છે જેને લઇને સામાન્ય લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે વધી રહેલી મોંધવારીએ માનવનું જીવન અંધરુ કરી દીધું છે જેને લઇને હવે લોકો ત્રાહીમામ પોંકારી ઉઠયા છે.તાત્કાલિક વધારો હેરાન કરાવી રહ્યો છે.
ગુજરાત સાથે બીજા રાજયોમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.દિલ્હીની વાત કરવામાં આવે તો NCRમાં હોલસેલમાં લીંબુ (lemon) 350 રૂપિયા પ્રતિ કિલ્લોએ વેચાઇ રહ્યા છે એકા એક લિંબુના ભાવ વધવાની સાથે લોકો વિચારમાં પડી રહ્યા છે કે ભાવ કેમ વધી ગયા એટલા જલ્દી.
દેશભરમાં લીંબુના(lemon) ભાવ આસમાને પહોંચ્યા તેનું કારણ શું?
એક બાજુ લીંબુના(lemon) ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ગરમીના કારણે લીંબુ પર અસર થઇ રહી છે અને લોકોને ગરમીના કારણે લીંબુની
વધુ જરૂર પડી રહી છે
ગરમીના કારણે શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે અને જેને લઇને લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે આ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે પરંતુ એમ છતા આ વખતે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.