હાર્દિકની ભાજપમાં પ્રવેશ કરવાની અટકળો ફરીવાર કેમ વેગવંતી બની?

| Updated: May 14, 2022 1:29 pm

રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે.આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે.

બે પાટીદાર નેતાઓની ટૂંક સમયમાં મીટીંગ મળશે.ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે.હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે.આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે.બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે.

તાજેતરમાં રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે હાર્દિક પટેલ તેમને મળ્યો હતો અને તેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. હાર્દિક પટેલે પોતે પણ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં રહેવાનો છું. બીજે ક્યાંય જવાનો નથી. આમ છતાં પણ ભાજપની સરકાર હાર્દિકને એક પછી એક કેસમાં જે રીતે મુક્ત કરી રહી છે તે જોતા અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તે બધા કેસમાંથી નીકલી ગયા પછી ભાજપમાં જોડાઈ શકે છે.

હાર્દિક પટેલે આ બાબતને ફક્ત અટકળ ગણાવી હતી. પણ આ પહેલા પણ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપમાં જોડાયા અને કૈલાશ ગઢવી પણ આપમાં જોડાયા તે પહેલા હાર્દિક પહેટલ કહેતા હતા તેવું જ કહેતા હતા. તેથી હાર્દિક કોંગ્રેસ નહી છોડવાની બાંયધરી આપે છે તે કોઈને ગળે ઉતરતી નથી. આવી બાંયધરીઓ અને પ્રતિજ્ઞાઓ ભૂતકાળમાં પણ લેવાઈ ચૂકી છે. હવે જોવાનું એ છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે કઈ રીતે અને કોંગ્રેસ છોડે છે કેવી રીતે. બાકી બધુ જ નિશ્ચિત થઈ ચૂક્યું છે.

Your email address will not be published.