પદ્મશ્રી કંગના રનૌત વારંવાર વિવાદમાં કેમ રહે છે?

| Updated: November 12, 2021 12:34 pm

બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત અભિનય કરતાં બેબાક નિવેદનોને કારણે વિવાદમાં રહે છે. આજે કંગનાએ ભારતને 1947માં મળેલી આઝાદીને ભીખ કહીને સમગ્ર ભારતીયોનું અપમાન કર્યું છે. કંગનાના આ નિવેદનનો વિરોધ સમગ્ર દેશમાં થયો છે, ખુદ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કંગનાના નિવેદનઅંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કંગનાના નિવેદનને દેશદ્રોહ કહું કે પાગલપન.

કંગનાના આ વિવાદાસ્પદ નિવેદનથી ચોક્કસથી દેશમાં રાજનીતિ ગરમાશે અને પ્રતિ નિવેદનો થકી દેશની સમસ્યાઓથી નાગરિકોનું ધ્યાન ભટકાશે. કંગના રનૌત હાલમાં જ પદ્મશ્રીથી સન્માનિત થયા છે. આમ તો તેઓ ભાજપની નજીક હોવાનો સંકેત અનેક વાર આપી ચૂકી છે. તેઓ દમદાર અભિનેત્રી છે, પણ કંગનાને કેમ વિવાદાસ્પદ નિવેદનોથી લગાવ છે એ સમજાતુ નથી.

વિવાદાસ્પદ નિવેદનોના કારણે તેનું ટ્વીટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરાયું હતુ. કોરાનાકાળ દરમિયાન ગંગામાં તરતી લાશોને તેને નાઇજિરિયાના દૃશ્યો કહીને વિવાદ સર્જ્યો હતો. ગત વર્ષે પશ્ચિમ બંગાળની ચુંટણીમાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને લોહીની તરસી તાડકા કહેતા વિવાદ થયો હતો. મુંબઇમાં જ્યારે એકટર સુશાંતસિંહના મોતનો મામલો વિવાદમાં હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેની ઓફિસના ગેર-કાયદેસર બાંધકામને હટાવ્યું તો કંગનાએ મુંબઇને પાકિસ્તાન હસ્તક કશ્મીર કહીને સમગ્ર દેશનું અપમાન કરેલું.

આ વર્ષના આરંભે દિલ્હી સરહદે આંદોલનકર્તા ખેડૂતોને આંતકી ગણાવી, દેશના વિભાજનવાદી તત્વો ગણાવ્યા ત્યારે દેશની રાજનીતિ ગરમાઇ હતી.

છેલ્લે કંગનાએ દેશવાસીઓને ઇન્ડિયા કરતાં ભારત શબ્દનો પ્રયોગ કરવા હાકલ કરી. કહ્યું હતુ કે, ઇન્ડિયા એ વિદેશી શબ્દ છે, જ્યારે ભારત સંસ્કૃત શબ્દ છે. કંગના રનૌતે જેના થકી પોતાની ઓળખ સર્જી તેવાં બોલીવુડ અને કલાકારો દિપીકા પાદુકોણ, કરણ જોહર, રણવીરકપુર અને રિતિક રોશન માટે પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચર્ચામાં રહી છે.

Your email address will not be published. Required fields are marked *