Site icon Vibes Of India

લિયોનલ મેસ્સીને લોકો શા માટે “ગ્રેટેસ્ટ ફૂટબોલર ઓફ ઓલ ટાઈમ” કહી રહ્યા છે?

શનિવારે ૨૮ વર્ષ બાદ લિયોનલ મેસ્સીની આગેવાની હેઠળ આર્જેન્ટીના ૨૮ વર્ષ બાદ કોપા કપ ફૂટબોલ ચેમ્પિયનશીપ (COPA America-2021) જીત્યું છે. કોપા કપ ફૂટબોલમાં આર્જેન્ટીનાએ બ્રાઝિલને 1-0થી હરાવ્યું હતું. કોપા કપ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં આર્જેન્ટીનાની જીત બાદ સોશિયલ મીડિયા પર લોકો લિયોનલ મેસ્સીને અઢળક શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે અને સત્તાવાર રીતે તેને “ગ્રેટેસ્ટ ફૂટબોલર ઓફ ઓલ ટાઈમ (GOAT) પણ ગણાવી રહ્યા છે. 

મેસ્સી માટે આ જીત એટલા માટે મહત્વની છે કારણકે, આ મેસ્સીનો પહેલો આંતરરાષ્ટ્રીય ખિતાબ છે. મેસ્સીએ ટુર્નામેન્ટમાં ચાર ગોલ કર્યા હતા. તેમણે નેમારની સાથે સંયુક્ત રીતે “બેસ્ટ પ્લેયર” તરીકે પસંદગી કરવામાં આવી હતી.  ફૂટબોલની રમતની વાત કરવામાં આવે તો મેરેડોનાથી લઈને મેસ્સી સુધી ઘણા ખેલાડીઓ સુર્યના તેજની માફક જળહળતા આવ્યા છે. 20મી સદીના અંતમાં અને 21મી સદીના ઉદયમાં બે મહત્વના નામે ફૂટબોલ જગતમાં જાદૂ ફેલાવ્યો છે અને તે છે ક્રિસ્ટીનો રોનાલ્ડો અને લિયોનલ મેસ્સી. પરંતુ આજે આપણે વાત કરવી છે કે એવા કયા કારણો છે કે જેણે લિયોનલ મેસ્સીને વિશ્વના મહાન ફૂટબોલ પ્લેયર બનાવી દીધા?

લિયોનલ મેસ્સી અદ્ભુત ગોલ મશીન છે.

લિયોનલ મેસ્સીને ગોલ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને મેસ્સી આજે પણ એ જ ટાઈટલનો હકદાર છે. લા-ગિગા મેચમાં મેસ્સીમાં 423 ગોલ કે જે સૌથી સર્વાધિક હતા તે કરીને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યુરોપની ટોચ ક્લબની સ્પર્ધાઓ ધ યુઈએફએ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ હેટ્રિક પણ તેમના નામે બોલી રહી છે. કોપ કપ મેચમાં પણ તેમણે સૌથી વધુ ગોલ કર્યા છે. આર્જેન્ટીનાની ટીમમાં પણ તે સૌથી વધારે ગોલ તેમના જ નામે નોંધાયેલા છે. અને આજ કારણોસર તેઓને ફૂટબોલ જગતના ગોલ મશીન તરીકે ઓળખવામાં આવે છે.

મેસ્સીએ અઢળક ટ્રોફીઓ પણ પોતાના નામે કરી છે.

મેસ્સી એક ક્રિએટિવ ફૂટબોલર છે. તેણે માત્ર ગોલ કરવામાં તેટલા જ લક્ષ્યમાં સીમિત રહ્યા વગર અનેક ટ્રોફીઓ પણ પોતાના નામે કરી છે. મેસ્સીએ ફૂટબોલ કારકીર્દીની શરૂઆતમાં જ લોકોને સંકેત આપી દીધો હતો કે તે ફૂટબોલમાં પોતાનું મોટું નામ કરશે અને તેમણે વર્ષ 2004/05માં લા ગીગા ટાઈટલ પોતાના નામે કર્યું હતું. તેઓ આટલે જ ઉભા ન રહેતા વધુ ૯ વાર આગળ વધી લા ગીગા ટ્રોફી પોતાના નામે કરી દીધી છે.  મેસ્સી યુઈએફએ ચેમ્પિયનશીપ ટ્રોફી પોતાના નામે કરી દેશે તેવો દાવો કર્યો છે. મેસ્સીએ વિવિધ ચાર પ્રસંગો દરમિયાન કમાણી પણ કરી છે અને  યુઈએફએ સુપર કપ ગ્લોરી ખિતાબ તેણે ત્રણવાર મેળવ્યો છે. સ્પેનિશ સુપર કપ અને સ્પેનિશ કપ અનુક્રમે આઠ વાર અને છ વાર પોતાના નામે કર્યો છે. તેઓ અત્યારસુધી ત્રણ વખત ફીફા વર્લ્ડકપ પણ જીતી ચૂક્યા છે.

મેસ્સી નિર્વિવાદ રહી ફૂટબોલમાં આગળ વધી રહ્યા છે.

લિયોનલ મેસ્સીએ મેળવેલી ખ્યાતિના આધારે તે વર્લ્ડના બેસ્ટ ડિફેન્ડર્સનું ધ્યાન તેમના પર રહેલું છે. બાર્સેલોનાના માણસો સામાન્ય રીતે ઉંચાઈ ધરવતાં અને ખડતલ હોય છે જેથી મેચ દરમિયાન તેઓ ગોલને થતો અટકાવી શકે છે પરંતુ મેસ્સી પાસે અનોખી પ્રતિભા હોવાથી તેનો ગોલ આજદિવસ સુધી ડિફેન્ડર્સ દ્વારા રોકી શકવામાં આવ્યો નથી. બ્રિટીશ જનરલ ઓફ મેડિસીને  પોતાના એક અહેવાલની અંદર ટાંક્યું છે કે, મેસ્સીના ઉત્તમ પરફોર્મન્સનું કારણ તેને મળેલી તાલિમ અને તેની અંદર રહેલા જીનેટિકને આભારી છે. મેસ્સીમાં ધૈર્ય ખૂબ વધારે છે. મેસ્સીની હાઈટ ભલે ઓછી છે પરંતુ તેને મળેલી સખત તાલિમના લીધે એક પ્રતિભાશાળી નિર્વિવાદ ફૂટબોલ જીનિયસ મળ્યો છે.

મેસ્સી વ્યક્તિગત રીતે મહેનત કરી નામના મેળવી છે

મેસ્સીએ પોતાની 21મી સદીના ફૂટબોલરોમાં વ્યક્તિગત રીતે મહેનત કરીને નામના મેળવી છે તેવો તે દાવો કરી રહ્યા છે. તે અત્યારસુધી ચાર વખત ફિફા બેલોન ડી’ઓર જીતી ચૂક્યા છે. ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર એક વાર, એકવાર બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર, એકવાર ફિફા વર્લ્ડ ગોલ્ડન બોલ જીતી ચૂક્યા છે. તે અત્યારસુધી વિવિધ સ્પર્ધામાં 15 વખત તાજ જીતી ચૂક્યા છે

મેસ્સીમાં ટીમ કોર્ડીનેશનની અદભુત સ્કીલ્સ છે

બાર્સેલોના ટીમના સાથી જેરાર્ડ પિક જણાવે છે કે, મેસ્સી કેપ્ટન તરીકે ડ્રેસિંગ રૂમની પ્રણાલીને અનુસરે સરે છે પરંતુ મેચ દરમિયાન તેને મેસ્સીને હાર આપવી સખત મુશ્કેલ છે. તે પોતાની સાથી ખેલાડીઓને ખૂબ જ સહાય કરે છે અને ખાસ કરીને સ્પેનિશ લીગ વખતે તો વધારે સહાય કરે છે.

મેસ્સી કુદરતી રીતે પ્રતિભાશાળી ફૂટબોલર છે.

વ્યક્તિગતરીતે સફળતા મેળવેલા વ્યક્તિઓની જેમ મેસ્સી પણ નાનો હતો ત્યારથી અવિશ્વસનીય પ્રતિભા ધરાવે છે. મેસ્સીની પ્રેરણા તેની હોર્મોન વૃદ્ધિની ઉણપ અને તેની સારવાર છે. તેણે સખત મહેનત કરીને પોતાનું ટેલેન્ટ જાતે જ બહાર લાવવાનો પ્રયાસ કર્યો અને ફૂટબોલના ગ્રેટેસ્ટ પ્લેયર તરીકે સ્થાન મેળવ્યું.

મેસ્સી ટીમવર્ક માટે સ્પેશિયાલિસ્ટ છે.

પ્રોફેશનલ ફૂટબોલમાં મેસ્સીએ યુવા રમતવીર તરીકે મહાન ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળ્યો છે અને તેમણે અવારનવાર સિનીયર અને મહાન ખેલાડીઓ સાથે પીચ પર ચર્ચાઓ પણ કરી છે. મેસ્સી અત્યારસુધી સેમ્યુઅલ ઇટી’ઓ, ઝલાટન ઈબ્રાહિમોવિક, રોનાલ્ડીહોની સાથે પણ કામ કર્યું છે.

મેસ્સીની ગતિ અવિસ્મરણીય છે

 ફૂટબોલના દરેક ખેલાડી માટે સ્પીડ મહત્વની છે અને તે મોટાભાગના ડિફેન્ડર્સને હરાવવા માટે પુરતી છે. મેસ્સીની ગોલ કરવાની સ્પીડ ખૂબ જ વધારી છે અને તેણે ખૂબ જ અવિસ્મરણીય ગોલ પણ કર્યા છે.

         મેસ્સીએ આજ કારણોસર વર્લ્ડના મહાન ફૂટબોલ પ્લેયર તરીકે સ્થાનની સાથે લોકોનો દિલમાં પણ જગ્યા મેળવી છે.