ભગવાન ભોળાનાથને કેમ પસંદ છે શ્રાવણ મહિનો: શ્રાવણમાં શિવજીની પૂજા દરરોજે કેવી રીતે કરવી તે જાણો

| Updated: July 30, 2022 3:52 pm

શ્રાવણ માસના આગમનની સાથે બધે ભોળેનાથના ગુણગાન સંભળાય છે. ઘર હોય કે શિવાલય દરેક જગ્યાએ વાતાવરણ ભક્તિમય બની જાય છે. પ્રકૃતિમાં પણ સર્વત્ર હરિયાળી છે. એટલે શ્રાવણને પ્રેમ અને ભક્તિથી ભરેલો મહિનો એમ કહીએ તો ખોટું નહી હોય. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ ઉઠે છે કે શિવજીને આ મહિનો કેમ આટલો પસંદ છે અને જો તમારે આ મહિનામાં તેમની નિયમિત પૂજા કરવાની હોય તો તેમનો નિયમ શું છે?

શ્રાવણ મહિનો એકમાત્ર એવો મહિનો છે જેમા સૌથી વધુ વરસાદ પડે છે, જે શિવના ગરમ શરીરને ઠંડક આપે છે. ભોળેનાથે પણ શ્રાવણ માસનો મહિમા કહ્યો છે. શાસ્ત્રો અનુસાર શિવની ત્રણ આખોમાં સૂર્ય, જમણી બાજુ, ચંદ્ર ડાબુ બાજુ અને અગ્નિ મધ્ય નેત્ર છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં સંક્રમણ કરે છે ત્યારે શ્રાવણ માસની શરૂઆત થાય છે. સૂર્ય ગરમી છે જે ગરમી આપે છે ત્યારે ચંદ્ર ઠંડો છે જે શીતળતા આપે છે. તેથી જ્યારે સૂર્ય કે કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણો વરસાદ પડે છે. તેથી લોકકલ્યાણ માટે વિષ પીનારા ભોલેનાથને ઠંડક અને રાહત મળે છે. પ્રજનની દ્રષ્ટિએ પણ આ માસ બહુ અનુકૂળ મનાય છે. આ કારણે પણ ભોળેનાથને શ્રાવણ મહિનો પ્રિય છે.

શ્રાવણમાં સોમવારના વ્રતથી થાય છે અપાર ફાયદા

આમ તો દરેક સોમવારનું પોતાનું મહત્વ છે, પરંતુ શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી ઘણો ફાયદો થાય છે એવું મનાય છે. શ્રાવણમાં શિવ પૂજા કરવાથી અને સોમવારે ઉપવાસ કરવાતી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. તેથી ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રાવણનું સોમવારનું વ્રત કરનારને પુત્રની પ્રાપ્તિ થાય છે, વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, ધનવાનને ધનની પ્રાપ્તિ થાય છે, અવિવાહિત કન્યાને ઇચ્છિત પતિ અને પ્રેમિકાને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસનું શા માટે છે વિશેષ મહત્વ

શ્રાવણ માસમાં ઉપવાસનું વિશેષ મહત્વ છે. જો અપરીણિત છોકરીઓ આ આખો મહિનો વ્રત રાખે છે તો તેમને તેમનો મનપસંદ જીવનસાથી મળે છે. દંતકથા મુજબ જ્યારે દેવી સતી તેના પિતા દક્ષના યજ્ઞ પ્રસંગમાં બિનઆમંત્રિત પહોંચ્યા ત્યારે ત્યાં બધાએ તેમનું અપમાન કર્યુ. દેવીએ આ સહન કર્યુ, પરંતુ જ્યારે તેમણે તેમના પતિને તેમના પિતા દ્વારા અપમાનિત થતા જોયા ત્યારે આત્મહત્યા કરી લીધી. તેના પછી દેવી સતીએ પાર્વતીના સ્વરૂપમાં જન્મ લીધો અને શિવને પતિના રૂપમાં મેળવવા માટે શ્રાવણમાં સોમવારે ઉપવાસ કર્યા. આ વ્રતના પ્રભાવથી માતા પાર્વતીને ભોળેનાથ મળ્યા.

આ પણ વાંચોઃ શ્રાવણ માસમાં જે લોકો ઉપવાસ કરે છે તેઓ માટે અંબાજી મંદિરમાં મળશે ફરાળી પ્રસાદ

શ્રાવણમાં નિયમિત રૂપથી કરો શિવજીની પૂજા

શ્રાવણમાં નિયમિત રીતે સવારે નિત્યકર્મોથી નિવૃત્ત થઈ કોઈપણ શિવમંદિરમાં જાવ. પછી ત્યાં શિવલિંગ પર જળ ચઢાવો. તેના પછી ભાંગવાળુ કાચુ દૂધ ચઢાવો. તેના પછી શેરડીનો રસ ચઢાવો. તેની સાથે ઓમઃ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. મંત્રનું ઉચ્ચારણ પોતાની શ્રદ્ધા મુજબ 11, 21, 51 કે 108 વખત કરી શકો છો. તેના પછી ‘રૂપં દેહિ જયં દેહિ ભાગ્યં દેહિ મહેશ્વરઃ, પુત્રાન્ દેહિ ધનં દેહિ સર્વાન્કામાંશચ દેહિ મે.’ મંત્રનો જાપ કરો. તેના પછી ફૂલ, અક્ષત, ધતૂરા, આંકડાનું ફૂલ અને બિલ્વપત્ર ચઢાવો અને અગરબત્તી તથા દીપક પ્રગટાવો. તેના પછી ભોળેનાથની આરતી વાંચો.

આરતી વાંચ્યા પછી આ મંત્ર વાંચી પૂજાનું સમાપન કરો

આરતી પૂરી થયા પછી કપૂર્રગૌરંકરૂણાવતાંર સંસારસારં ભુજગેન્દ્રંહાંર. સદા વસંત હૃદયાવિંદે ભંવ ભવાની સંહિતં નમામિ મંત્રનું પાંચ વખત પઠન કરો. છેવટે ભોલે ભંડારીને પ્રાર્થના કરો કે તે તમારા બધા દુઃખોને દૂર કરે અને સુખ તથા સમૃદ્ધિનું વરદાન આપે. પૂજા કરતી વખતે મનમાં જરા પણ છળકપટનો ભાવ કે ઇર્ષા કે દ્વેષનો ભાવ ન લાવવો. સાચા મનથી શિવની પૂજા કરો, તે જીવનમાં આવનારી બધી તકલીફોને દૂર કરી દે છે.

Your email address will not be published.