શા માટે મમતા બેનર્જીએ તેમના ખાસ સહાયક પાર્થ ચેટરજીને પડતા મૂકવા પડ્યા?

| Updated: July 29, 2022 2:17 pm

બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રદાન પાર્થ ચેટરજીની સહાયક અર્પિતા મુખરજીના ઘરેથી જપ્ત કરાયેલી રોકડના ઢગલાઓના મોટા પોટાઓએ સામાન્ય લોકો અને રાજ્યના રાજકારણ પર જબરજસ્ત અસર કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખરજીની માલિકીના એક પછી એક અનેક ઘર પર દરોડા પાડ્યા હોવાથી મુખ્યમંત્રી મમતા બેનરજી પર તેમના મંત્રી સામે પગલાં લેવા દબાણ વધી રહ્યુ હતુ.

વિપક્ષે પણ પાર્થ ચેટરજીને બરતરફ કરવા માંગ કરી હતી. પ્રારંભમાં તો મમતાએ મંત્રી સાથે ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કલંકિત પ્રધાનની તેમણે છેવટે હકાલપટ્ટી કરવી પડી. આના કારણોમાં જોઈએ તો મમતા બેનરજી સમજી ગયા કે આ પ્રકારનું રહસ્યોદઘાટન તેમની પ્રામાણિક, ભ્રષ્ટાચારમુક્ત છબીને નુકસાન પહોંચાડી રહ્યુ છે. તેથી તેમણે આકરુ પગલું લેવું પડ્યુ.

હાલમાં સસ્પેન્ડ કરવામાં આવેલા મંત્રી પર કાર્યવાહી કરવામાં સમય લાગ્યો, કારણ કે ઘણી પ્રક્રિયાઓનું પાલન કરવું પડ્યુ હતુ. મુખ્યપ્રધાન અત્યંત તકેદારીથી પાર્થ ચેટરજીને જવાબદારીઓમાંથી મુક્ત કર્યા. પહેલા તો તેમના સરકારી વાહન છીનવાયા. તેના પછી તૃણમુલ કોંગ્રેસના મુખપત્ર જાગો બાંગ્લાના સંપાદક પદ પરથી હટાવી દેવાયા. તેના પછી તેમનો કેબિનેટ હોદ્દો છીનવ્યો અને હવે પક્ષમાંથી પણ સસ્પેન્ડ કર્યા.

શિક્ષકોના ભરતી કૌભાંડ પર રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પાર્થ ચેટરજી પાર્ટીના પ્રાદેશિક એકમના મહાસચિવ હતા અને પાર્ટીની શિસ્ત સમિતિના પણ સભ્ય હતા. તેમની સામે હાઇકમાન્ડની નિષ્ક્રીયતાથી પાર્ટીના જિલ્લા સ્તરના કાર્યકરો મૂંઝવાઈ ગયા હોત. મમતા બેનરજી કદાચ આ તકનો ઉપયોગ કરીને હવે કેબિનેટમાં તળિયાઝાટક ફેરફાર કરશે.

આ ઉપરાંત અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ ગઇકાલે સાંજે દાવો કર્યો હતો કે ટીએમસીના ત્રણ ડઝનથી વધારે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે, કારણ કે તેમણે પૂર્વી રાજ્યમાં મહારાષ્ટ્ર જેવા બળવાની ચેતવણી આપી હતી. આ કૌભાંડે ભાજપને ફરી એકવાર આક્રમક રીતે ટીએમસીને તોડવા માટે કામ કરવાનો માર્ગ કરી આપ્યો છે. પાર્થની બરતરફી કરીને મુખ્યપ્રધાને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે કૌભાંડ વિશે કશું જાણતા નથી. તે સ્વચ્છ રહેવા માંગે છે.

પક્ષનું નેતૃત્વ પાર્થ ચેટરજીની સહાયક અર્પિતા મુખરજી રાજ્યમાં ટીએમસીની સામેની કાર્યવાહીમાં સાક્ષી બને તે અંગે પણ ચિંતિત હતુ. તેથી તેઓને તેનાથી અલગ થવામાં જ સાર દેખાયો. મમતા બેનરજીના ભત્રીજા અભિષેક શરૂઆતથી જ આ બાબતે ખૂબ જ અવાજ ઉઠાવતા હતા. તેથી મમતા બેનરજી પર દબાણ સર્જાયુ હતુ. આ પગલાં દ્વારા મમતા બેનરજીએ ભવિષ્યમાં પણ કોઈ મંત્રી કૌભાંડમાં સપડાય તો તેને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે આવું કશું પણ થયું તો પાર્થ ચેટરજી જેવા જ હાલ થશે.

Your email address will not be published.